હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ, હાલ જે છે તેનું શું; ભારતીયો પર શું અસર?

આ દિવસોમાં, US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે સંઘર્ષ વધી ગયો છે. અમેરિકન સરકારે યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો, જોકે કોર્ટે આ નિર્ણય પર રોક લગાવી દીધી છે. હાર્વર્ડ યુનિવર્સિટીએ પણ સરકારના આ નિર્ણયને પડકાર્યો હતો અને તેને વ્હાઇટ હાઉસની રાજકીય માંગણીઓને અવગણવા માટે ગેરબંધારણીય કાર્યવાહી ગણાવી હતી.

પોતાની ફરિયાદમાં, હાર્વર્ડે વહીવટીતંત્રના નિર્ણયને બંધારણ અને સંઘીય કાયદાઓનું ઉલ્લંઘન ગણાવ્યું. યુનિવર્સિટીએ કહ્યું કે, આ પ્રતિબંધ યુનિવર્સિટી અને તેના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર નકારાત્મક અસર કરશે. અહીં તમને જણાવી દઈએ કે, ટ્રમ્પ વહીવટીતંત્ર અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે સંઘર્ષ ત્યારે શરૂ થયો જ્યારે હાર્વર્ડના પ્રમુખ એલન M. ગાર્બરે એપ્રિલ 2025માં સરકારને કહ્યું કે, યુનિવર્સિટી તેની ભરતી, પ્રવેશ પ્રક્રિયા અને અભ્યાસક્રમમાં ફેરફારની માંગ સ્વીકારશે નહીં.

Harvard-University
mediawala.in

ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ 22 મે, 2025ના રોજ લખેલા પત્રમાં હાર્વર્ડ યુનિવર્સિટીને જાણ કરી હતી કે, તેનો સ્ટુડન્ટ્સ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ (SEVP) તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો છે. SEVP પ્રમાણપત્ર DHS દ્વારા બહાર પાડવામાં આવે છે. તે યુનાઇટેડ સ્ટેટ્સમાં કોલેજો અને યુનિવર્સિટીઓને F-1, M-1 અને J-1 વિદ્યાર્થી વિઝા પર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની નોંધણી કરવાની મંજૂરી આપે છે. શાળા કે કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને F-1 વિઝાની જરૂર પડે છે. SEVP પ્રમાણપત્ર વિના, સંસ્થાઓ ફોર્મ I-20 બહાર પાડી શકતા નથી. આને નોમિનેશનનો પુરાવો ગણવામાં આવે છે. અહીં તમને જણાવી દઈએ કે, DHS દ્વારા હાર્વર્ડ યુનિવર્સિટી પર યહૂદીઓ માટે અસુરક્ષિત વાતાવરણ બનાવવા, હમાસ તરફી સહાનુભૂતિને પ્રોત્સાહન આપવા અને વંશીય વિવિધતા, સમાનતા અને સમાવેશની નીતિઓ લાગુ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

Harvard-University2
livemint.com

હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ સ્થગિત થવાથી ત્યાં અભ્યાસ કરતા 7,793 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અસર થશે. આ વિદ્યાર્થીઓને અમેરિકાની બીજી યુનિવર્સિટીમાં પ્રવેશ લેવો પડી શકે છે, નહીંતર વિદ્યાર્થીઓને દેશ છોડવાની ફરજ પાડવામાં આવશે. સામાન્ય રીતે, F-1 વિઝા ધરાવતા વિદ્યાર્થીઓ પાસે અભ્યાસ પૂર્ણ કર્યા પછી US છોડવા માટે 60 દિવસ હોય છે, અને J-1 વિદ્યાર્થીઓ પાસે 30 દિવસ હોય છે, જોકે નિયમનું ઉલ્લંઘન કરવાથી તેમનો વિદ્યાર્થી દરજ્જો સમાપ્ત થાય છે, જેના કારણે તેમને તાત્કાલિક દેશ છોડવો પડે છે.

હાર્વર્ડની સત્તાવાર વેબસાઇટ અનુસાર, દર વર્ષે 500-800 ભારતીય વિદ્યાર્થીઓ અહીં પ્રવેશ લે છે. જ્યારે, સરકારના આ નિર્ણયની અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પણ પડી શકે છે. આ સેમેસ્ટરમાં ડિગ્રી પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને ડિગ્રી મળશે. કારણ કે સરકારના નિર્ણય પછી, આ ફેરફારો શૈક્ષણિક વર્ષ 2025-26થી લાગુ કરવામાં આવશે. યુનિવર્સિટીની 2025ની બેચ આવતા અઠવાડિયે સ્નાતક થશે. આવી સ્થિતિમાં, જેમણે ડિગ્રી પૂર્ણ કરી નથી તેમને બીજી યુનિવર્સિટીમાં ટ્રાન્સફર લેવું પડશે અથવા દેશ છોડવો પડશે. જ્યાં સુધી સરકાર પોતાનો નિર્ણય નહીં બદલે ત્યાં સુધી કોઈ નવો વિદ્યાર્થી અહીં પ્રવેશ લઈ શકશે નહીં.

Related Posts

Top News

મધ્યપ્રદેશનું સરકારી કામ! ખેડૂતો માટેના લગભગ 5 કરોડના ભંડોળમાંથી 90 ટકા રકમની અધિકારીઓ માટે કાર ખરીદી, મંત્રીનો વિચિત્ર જવાબ

મધ્યપ્રદેશમાં ખેડૂતોના કલ્યાણ માટે બનાવેલા ખાતર વિકાસ ભંડોળ (FDF)ના દુરુપયોગ અંગે એક સનસનાટીભર્યો ખુલાસો થયો છે. વિધાનસભામાં રજૂ...
National 
મધ્યપ્રદેશનું સરકારી કામ! ખેડૂતો માટેના લગભગ 5 કરોડના ભંડોળમાંથી 90 ટકા રકમની અધિકારીઓ માટે કાર ખરીદી, મંત્રીનો વિચિત્ર જવાબ

મહિલાને ઇજા થઈ, તેના પર કૂતરાએ ચાટ્યું, એક અઠવાડિયા પછી જીવ ગુમાવ્યો

બ્રિટનમાં એક મહિલાના ઇજા થયેલા ઘા ને કથિત રીતે કૂતરા દ્વારા ચાટવામાં આવ્યા પછી તેનું મૃત્યુ થયું. થોડા સમય પહેલા...
World 
મહિલાને ઇજા થઈ, તેના પર કૂતરાએ ચાટ્યું, એક અઠવાડિયા પછી જીવ ગુમાવ્યો

Hondaએ લોન્ચ કરી 'Honda CB125 Hornet' બાઇક, સ્ટાઇલિશ લુક... પ્રીમિયમ ફીચર્સ! જાણો કિંમત કેટલી

આ મહિનાની શરૂઆત 1 ઓગસ્ટથી, ઓટો-સેક્ટરમાં લોન્ચ થવાની પરંપરા શરૂ થઈ ગઈ છે. આ મહિને, બજારમાં એક એકથી...
Tech and Auto 
Hondaએ લોન્ચ કરી 'Honda CB125 Hornet' બાઇક, સ્ટાઇલિશ લુક... પ્રીમિયમ ફીચર્સ! જાણો કિંમત કેટલી

કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

આજે સંસદના ચોમાસુ સત્ર 2025ની કાર્યવાહીનો 10મો દિવસ છે અને આજે પણ ગૃહમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. ગુરુવારે પણ...
National 
કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'
Copyright (c) Khabarchhe All Rights Reserved.