ઇજિપ્તમાં મળી બુદ્ધની પ્રતિમા અને સંસ્કૃતમાં લખેલા શિલાલેખ, મળ્યું ભારત કનેક્શન

ઇજિપ્તમાં લાલ સાગર પાસે આવેલા બેર્નિસના પ્રાચીન પોર્ટમાં મહાત્મા બુદ્ધની એક પ્રતિમા મળી આવી છે. બુદ્ધની આ પ્રતિમા બીજી સદીની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ મહત્ત્વપૂર્ણ શોધથી સંકેત મળે છે કે, રોમન સામ્રાજ્ય અને ભારતની વચ્ચે વ્યાપારિક સંબંધ હતા. 71 સેન્ટીમીટર લાંબી પ્રતિમાની ચારેબાજુએ આભામંડળ છે અને તેની બાજુમાં એક કમળનું ફૂલ બનેલું દેખાઈ રહ્યું છે. મિસ્ત્રના પુરાવશેષ મંત્રાલયના એક નિવેદનમાં બુધવારે કહેવામાં આવ્યું કે, એક પોલિશ-અમેરિકી મિશને પ્રતિમાની શોધ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું, બોર્નિસમાં પ્રાચીન મંદિરમાં ખોદકામ દરમિયાન રોમન કાળની પ્રતિમા શોધવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ઇજિપ્તની સર્વોચ્ચ પુરાવશેષ પરિષદના પ્રમુખ મુસ્તફા અલ-વઝીરીએ કહ્યું, આ શોધથી રોમન સામ્રાજ્ય દરમિયાન ઇજિપ્ત અને ભારતની વચ્ચે વ્યાપાર સંબંધોની હાજરીના મહત્ત્વપૂર્ણ સંકેત મળ્યા છે.

શોધકર્તાઓએ બુદ્ધની જે પ્રતિમા શોધી છે, તેનો જમણો હિસ્સો અને જમણો પગ ગાયબ છે. 71 સેન્ટીમીટર ઊંચી બુદ્ધની પ્રતિમાની ચારેબાજુએ એક આભામંડળ બનેલું છે અને તેની બાજુમાં એક કમળનું ફૂલ પણ બનેલું દેખાઈ રહ્યું છે. વઝીરીએ કહ્યું કે, બેર્નિસ રોમન યુગના ઇજિપ્તમાં સૌથી મોટા પોર્ટ પૈકી એક હતું. આ પોર્ટથી ભારત અને દુનિયાના બાકી દેશોમાંથી મસાલા, કિંમતી પથ્થર, કપડાં અને હાથી દાંત ઇજિપ્ત મોકલવામાં આવતા હતા. પોર્ટ પર સામાન આવ્યા બાદ તેને ઊંટો પર રણને પાર નીલ નદી સુધી પહોંચાડવામાં આવતો હતો. આયાત કરેલા સામાનને ઇજિપ્તના બીજા સૌથી મોટા શહેર એલેક્ઝેન્ડ્રિયા અને ત્યાંથી બાકી રોમન સામ્રાજ્યને મોકલવામાં આવતો હતો.

મિશનની પોલિશ ટીમના નિદેશક મારિયસ ગ્વિઆજ્દાએ કહ્યું કે, બુદ્ધની મૂર્તિ કદાચ ઇસ્તાંબૂલના દક્ષિણના એક ક્ષેત્રમાંથી કાઢવામાં આવેલા પથ્થરમાંથી બનાવવામાં આવી હતી અથવા તો બની શકે કે, સ્થાનિક રૂપથી બેર્નિસમાં જ બનાવવામાં આવી હોય અને ભારતના ધનવાન વ્યાપારીઓએ આ ઇજિપ્તના મંદિરને ગિફ્ટના રૂપમાં આપી હોય. પુરાતત્વવિદોએ એ વાતનો પણ ખુલાસો કર્યો કે, મંદિરના ખોદકામ દરમિયાન તેમને રોમન માર્કસ જૂલિયસ ફિલિપ્સ (244થી 249) ના દોરનો એક શિલાલેખ પણ મળ્યો છે જે સંસ્કૃતમાં છે.

મિશનમાં અમેરિકી ટીમના નિદેશક સ્ટીવન સાઇડબોથમે કહ્યું, એવુ લાગે છે કે, સંસ્કૃતમાં લખેલો આ શિલાલેખ એ સમયમાં બન્યો નહીં હોય જે સમયની બુદ્ધની મૂર્તિ છે. કદાચ આ ખૂબ જ જૂનું છે કારણ કે, મંદિરમાં ખોદકામ દરમિયાન અમને બીજી શિલાલેખો પણ મળી છે. આ શિલાલેખ પહેલી શતાબ્દીની છે. કોવિડ મહામારીએ ઇજિપ્તના પર્યટનને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે. ઇજિપ્તની અર્થવ્યવસ્થામાં 10 ટકા હિસ્સો પર્યટનનો છે. હાલના વર્ષોમાં કોવિડે પોતાના પર્યટનને પુનર્જીવિત કરવા માટે ઘણા ઉપાય કર્યા છે.

દેશ નિયમિતરીતે પુરાતાત્વિક શોધોની જાહેરાત કરી રહ્યું છે જેથી પર્યટનને પ્રોત્સાહન આપી શકાય. મહામારી પહેલા પ્રતિ વર્ષ ઇજિપ્તમાં 130 લાખ પર્યટક આવતા હતા પરંતુ, સરકારનું લક્ષ્ય 2028 સુધી તેને 3 કરોડ સુધી વધારવાનું છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.