- World
- અમેરિકન મહિલાને દેશી ચા એટલી પસંદ આવી કે, હવે ચા વેચી આ રીતે બની કરોડપતિ
અમેરિકન મહિલાને દેશી ચા એટલી પસંદ આવી કે, હવે ચા વેચી આ રીતે બની કરોડપતિ

ચા વિના કોઈપણ વ્યક્તિને ચાલતું નથી. તેની આદત પડી જાય છે. પણ એ વાત પણ ખોટી નથી કે ચાથી વધારે રિફ્રેશિંગ પીણુ અન્ય કોઈ નથી. ભારતમાં મોટાભાગની વસતી સવારે ચા પીએ છે. એ જ કારણ છે કે દેશમાં તો ઠીક પણ વિદેશોમાં પણ લોકો મસાલા ચાના ચાહકો છે. તેમાં પણ આદુ વાળી મસાલા ચા!! એક વિદેશી મહિલા ભારત ફરવા આવી હતી, ટપરી પર ચા પીધી. પાછી વિદેશ પરત ફરી અને તેની દુનિયા જ બદલાઈ ગઈ.
દેશી ચા વેચી બની કરોડપતિઃ
બ્રૂક અડી નામની આ અમેરિકન મહિલા દેશી ચા વેચીને કરોડપતિ બની ગઈ છે. તેની ‘ભક્તિ ચા’ થી આખી દુનિયા પરિચીત છે. બ્રૂક ચાનો વેપાર કરે છે. 2007માં તેણે ‘ભક્તિ ચા’ નામથી કંપનીની શરૂઆત કરી હતી. અમેરિકાના કોલોરાડોમાં તેણે આ કંપનીની શરૂઆત કરી. તેના આ બિઝનેસને લગભગ 14 વર્ષ થવા આવ્યા છે. તે કોલોરાડોની જાણીતી કરોડપતિ છે.
દેશી ચાનો સ્વાદ નહીં છોડી શકીઃ
બ્રૂક 2002માં ભારત ફરવા માટે આવી હતી. તેણે દેશના ઘણાં પશ્ચિમી રાજ્યોનો પ્રવાસ કરેલો. થાક દૂર કરવા માટે લોકોએ તેને ચા પીવાની સલાહ આપી હતી. બ્રૂકે ચા પીવાની શરૂઆત કરી. ચા નો સ્વાદ તે છોડી શકી નહીં. તે સમજી ગઈ કે આ સ્વાદમાં એવું કંઇ છે જે વિદેશમાં પણ લોકોને ખૂબ પસંદ આવશે.
2007માં ‘ભક્તિ ચા’ કંપનીની શરૂઆતઃ
અમેરિકા પરત ફર્યા બાદ બ્રૂકે ચાના ફ્લેવરને વિકસાવવાની શરૂઆત કરી. તેણે ચા કઈ રીતે બનાવાય તે પણ શીખ્યું. 2006માં તેને ભારતીય ચાનો સ્વાદ યાદ આવવા લાગ્યો. કારણ કે અમેરિકામાં તેને ભારતીય ટેસ્ટની ચા કશે નહીં મળી. માટે બ્રૂકે નક્કી કર્યું કે તે પોતાની કંપનીની શરૂઆત કરશે અને ચા વેચશે. તેણે કારમાં ચા વેચવાનું શરૂ કર્યું. તેને નામ આપ્યું ‘ભક્તિ’.
આજે 200 કરોડથી વધારાનો છે બિઝનેસઃ
ધીમે ધીમે ચાનો સ્વાદ અમેરિકાના સ્થાનિક લોકોને પણ ખૂબ પસંદ આવ્યો. સાઈડ બિઝનેસ એટલી ઝડપથી આગળ વધી ગયો કે બ્રૂકે પોતાની નોકરી પણ છોડી દીધી. અને 2007માં કંપની રજિસ્ટર્ડ કરાવી. 2008માં પોતાના બિઝનેસમાં અન્ય લોકોને સામેલ કર્યા. આજની તારીખમાં બ્રૂકની કંપની માત્ર ચા વેચીને 200 કરોડથી વધારેનો બિઝનેસ કરી રહી છે.
Related Posts
Top News
‘બ્રિટને ભારતને ગુલામ નહોતું બનાવ્યું!’ દલીલમાં કુદ્યા એલન મસ્ક? યુઝર્સે પકડાવી દીધી અંગ્રેજોની લૂંટની લિસ્ટ
કંપનીએ પાકિસ્તાનમાં પોતાનો ધંધો બંધ કર્યો, લોકો શેમ્પૂ, સાબુ અને રેઝર માટે વલખા મારે છે!
હવે હાઈવે પર મળશે હાઈટેક સુવિધાઓ, QR કોડવાળા સાઇન બોર્ડ્સથી તરત મળશે જરૂરી જાણકારી
Opinion
