‘બ્રિટને ભારતને ગુલામ નહોતું બનાવ્યું!’ દલીલમાં કુદ્યા એલન મસ્ક? યુઝર્સે પકડાવી દીધી અંગ્રેજોની લૂંટની લિસ્ટ

X પર એક પોસ્ટ આવી. પોસ્ટ કરનારે એક અજીબ તર્ક આપતા કહ્યું કે અંગ્રેજોએ ભારત પર શાસન કર્યું નહોતું અને ભારત અંગ્રેજોની કોલોની રહ્યું નથી. ફ્રીડોમેન નામનું હેન્ડલ ચલાવતા સ્ટીફન મોલિન્યૂક્સ નામના એક વ્યક્તિએ લખ્યું કે, ‘જો ભારતીય લોકો ઇંગ્લેન્ડ જઈને અંગ્રેજ બની શકે (જેમ ​​કે સ્થળાંતરના મધ્યમથી એક નવી ઓળખ અપનાવી), તો તેવી જ રીતે ભારતમાં આવેલા અંગ્રેજ લોકો પણ ભારતમાં આવ્યા અને તેઓ ભારતીય બની ગયા. આ આધારે, મોલિન્યૂક્સ તારણ કાઢે છે કે અંગ્રેજોએ ભારત પર શાસન કર્યું નહોતું, એટલે  ઔપનિવેશવાદ જેવી કોઈ વસ્તુ નહોતી. ખાસ વાત એ રહી કે કરીને, Xના માલિક એલોન મસ્કે આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી. ભારતમાં બ્રિટીશ ઔપનિવેશવાદને નકારવાના આ પ્રયાસનો સીધો વિરોધ થવો જોઈતો હતો. જોકે, મસ્કે પોસ્ટમાં થિંકિંગ ઇમોજી મૂકી દીધું.

Elon-musk1
x.com/elonmusk

મસ્કની પ્રતિક્રિયા પર સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો. મસ્કની આ ટિપ્પણી લગભગ 2 કરોડ લોકો જોઈ ચૂક્યા છે, 150,000 લોકોએ પસંદ કરી છે અને 15,000 લોકોએ રીપોસ્ટ કરી છે. 10,000 લોકોએ મસ્કની ટિપ્પણીઓ પર સ્પષ્ટપણે સવાલ ઉઠાવ્યા છે અને તેમના પર બ્રિટિશ ઔપનિવેશવાદની ગંભીરતાને ઓછી આંકવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે મોલિન્યૂક્સના મંતવ્યો ઘણીવાર વિવાદાસ્પદ હોય છે; તેમની પોસ્ટ્સમાં તેઓ જાતિવાદ અને ઔપનિવેશવાદને ઓછો આંકવાનો અને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરે છે. અહીં પણ તેઓ ભારતમાં બ્રિટિશ ઔપનિવેશવાદને આધુનિક સ્થળાંતર સાથે જોડીને તેને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરતા દેખાય છે.

જોકે, આ પોસ્ટ પર મસ્કના પ્રતિક્રિયાથી ભારતીયોમાં રોષ ફેલાયો છે. એલોન મસ્કની આ પોસ્ટ હવે કમ્યુનિટી ચેક થઈ ચૂકી છે. કમ્યુનિટી નોટમાં જણાવાયું છે કે, ‘બંનેની તુલના કરવી હાસ્યાસ્પદ છે. અંગ્રેજ ગેરકાયદેસર રીતે ભારતમાં આવ્યા, અહીની સંપત્તિ લૂંટી, લાખો લોકોને માર્યા, અને જ્યારે તેઓ ગયા ત્યારે ભારત સૌથી ગરીબ દેશોમાંથી એક હતો. તેનાથી વિપરીત UKમાં રહેતા ભારતીયો બ્રિટિશ સરકાર દ્વારા જાહેર કરાયેલા વિઝા પર કાયદેસર રીતે જાય છે. એક યુઝરે લખ્યું કે, ‘શ્વેત રાષ્ટ્રવાદીઓ હવે કાયદેસર ઇમિગ્રેશન અને નાગરિકતા સાથે ઔપનિવેશવાદ, લશ્કરી આક્રમણ, બળાત્કાર, લૂંટફાટ અને મૂળ નિવાસીઓના શોષણ  યોગ્ય પ્રવાસ અને નિયમો અનુસાર લીધેલી નાગરિકતા કહી રહ્યા છે. તેમનો ઉદ્દેશ્ય તેમના ઉપનિવેશિક અપરાધને છુપાવવાનો અને અપ્રવાસી લઘુમતીઓને ઔપનિવેશિક સામ્રાજ્યવાદીઓ સાથે સરખાવીને બદનામ કરવાનો છે.

બીજા એક યુઝરે કહ્યું કે, ‘આ તર્કથી જ્યારે 1940માં જર્મનોએ ફ્રાન્સમાં પગ રાખ્યા ત્યારે તેઓ ફ્રાન્સીસી બની ગયા. આમ, ફ્રેન્ચોએ ફ્રાન્સ પર કબજો કર્યો. તેવી જ રીતે વર્ષ 2003માં અમેરિકનો અફઘાન અને ઇરાકી બની ગયા અને હવે યુક્રેન પર કબજો કરી રહેલા રશિયન સૈનિકો યુક્રેનિયન છે. તેમને પાછા જવાની કોઈ જરૂર નથી.

અન્ય એક યુઝરે લખ્યું કે, ‘બીજા દેશમાં રહેવાથી ઔપનિવેશિક વર્ચસ્વ ભૂંસાઈ જતું નથી. જ્યારે ભારતીયો બ્રિટન ગયા, ત્યારે તેઓ વિદેશી જ રહ્યા. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા, ત્યારે તેમણે રાજકીય, લશ્કરી અને આર્થિક નિયંત્રણ દ્વારા લાખો લોકો પર શાસન કર્યું. આજ ઔપનિવેશીકરણ છે.

એક વ્યક્તિએ મસ્કને આડેહાથ લેતા લખ્યું કે, ‘આ એક હાસ્યાસ્પદ મૂર્ખતાપૂર્ણ પ્રસ્તાવ છે. હેરાનીની વાત છે કે તમને તેમાં રસ પણ છે. અંગ્રેજોએ દરેક દાયકામાં ભારતમાં દુકાળ પેદા કર્યા, જેના કારણે દેશ તેના સંસાધનોથી વંચિત રહ્યો હતો. હવે ભારતીય અર્થતંત્ર બ્રિટન કરતા પણ વધુ સારું છે, અને તેઓ ગયા પછી દુકાળ પડ્યો નથી. બ્રિટનમાં ભારતીયો એવા છે જેવા બૌદ્ધ યાત્રી જ્યારે ભારત આવવા પર રહેતા હતા. તેઓ શીખવા, કામ કરવા અને બ્રિટિશ કાયદા હેઠળ રહેવા આવે છે. અંગ્રેજોએ તેમના કાયદા લાદ્યા, સંપત્તિ લૂંટી અને લાખો લોકોને મારી નાખ્યા. એવું નથી કે કોઈને આ બધું સમજાવવાની જરૂર છે.

જોકે, મોલિન્યૂક્સ જે વ્યક્તિએ મૂળ રીતે આ ટ્વીટ કરી હતી, તે હજુ પણ પોતાના ટ્વીટ પર અડગ છે. ભારતીય યુઝરને જવાબ આપતા તેણે લખ્યું કે, ‘અંગ્રેજ કાયદેસર રીતે ભારતમાં આવ્યા હતા. તેમણે સ્થાનિક શાસકો સાથે સંધિઓ કરી હતી. જો તમને તમારો ઇતિહાસ ખબર ન હોય તો તર્ક તમને મદદ નહીં કરી શકે.

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.