- World
- કોણ છે સુશીલા કાર્કી, જેઓ બની શકે છે નેપાળના વચગાળાના PM, શું છે ભારત સાથે કનેક્શન?
કોણ છે સુશીલા કાર્કી, જેઓ બની શકે છે નેપાળના વચગાળાના PM, શું છે ભારત સાથે કનેક્શન?
નેપાળમાં ચાલી રહેલા Gen-Zના વિરોધ પ્રદર્શનો વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુશીલા કાર્કી નેપાળના કાર્યકારી વડાપ્રધાન બની શકે છે. આ મુદ્દે Gen-Zના પ્રદર્શંકારીઓએ એક વર્ચ્યુઅલ મીટિંગ બોલાવી હતી, જેમાં 5000થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો અને પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને સૌથી વધુ સમર્થન મળ્યું.
કેપી શર્મા ઓલીના રાજીનામા બાદ નેપાળમાં ચાલી રહેલી ઉથલ-પાથલ વચ્ચે નવી કાર્યકારી સરકારનું નેતૃત્વ કરવા માટે સંભવિત ઉમેદવારોમાંથી એકના રૂપમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીનું નામ સામે આવ્યું છે. નેપાળમાં નવી કાર્યકારી સરકારનું નેતૃત્વ કરવા માટે સંભવિત ઉમેદવારોમાંથી એકના રૂપમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીનું નામ સામે આવતા એક યુવકે કહ્યું કે, ‘આ એક કાર્યકારી સરકાર છે. અમે આ નામ પોતાના દેશમાં લોકશાહીનું રક્ષણ કરવા માટે આપ્યું છે.’
https://twitter.com/ANI/status/1965771869338153096
નેપાળની કાર્યકારી સરકારના વડાપ્રધાન તરીકે સુશીલા કાર્કીનું નામ સામે આવી રહ્યું છે. 7 જૂન 1952ના રોજ નેપાળના બિરાટનગરમાં જન્મેલા સુશીલા કાર્કીનો ભારત સાથે ખાસ સંબંધ છે. તેમણે વર્ષ 1975માં બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)માંથી રાજનીતિ શાસ્ત્રમાંથી M.A.ની ડિગ્રી મેળવી હતી.
BHUના પૂર્વ વિદ્યાર્થીની તરીકેની તેમની ઓળખ નિશ્ચિત ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને ઘણી ગતિ આપશે. સુશીલા કાર્કી નેપાળના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે અને આ પદ સંભાળનાર પ્રથમ અને એકમાત્ર મહિલા છે. કાર્કી 11 જુલાઈ 2016 ના રોજ મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા.
છેલ્લા 2 દિવસથી નેપાળમાં અનિયંત્રિત પરિસ્થિતિ બાદ વર્ચ્યૂઅલ સર્વસહમતિ બેઠક બાદ સુશીલા કાર્કીને 2500 લોકોનું સમર્થન મળ્યું છે. તેમાં 5000 લોકોએ ભાગ લીધો હતો. સુશીલા કાર્કીના નામનો પ્રસ્તાવ GEN-Zએ રાખ્યો છે.

