'H-1B વીઝા નાબૂદ કરવા જોઈએ', જાણો અમેરિકામાં શા માટે તેનો વિરોધ થઈ રહ્યો છે?

H-1B વીઝા કાર્યક્રમ અંગે અમેરિકામાં ચર્ચા શરૂ થઈ છે. અમેરિકન નાગરિકો કહે છે કે, આના કારણે તેઓ ટેકનિકલ ક્ષેત્રમાં નોકરી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઘણા અમેરિકન નાગરિકો, ખાસ કરીને સોફ્ટવેર એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે, આ કાર્યક્રમ તેમને નોકરી મેળવવામાં નુકસાન પહોંચાડશે.

H 1B Visa
aajtak.in

H-1B વીઝા કાર્યક્રમ અમેરિકન નોકરીદાતાઓને વિશિષ્ટ ક્ષેત્રોમાં વિદેશી વ્યાવસાયિકોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. અમેરિકન નાગરિકો પર તેની અસર અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા વધુ તીવ્ર બની છે. અમેરિકનો કહે છે કે, ટેકનિકલ ક્ષેત્રમાં H-1B વીઝા ધારકો પર વધુ પડતી નિર્ભરતાને કારણે, લાયક અમેરિકન કર્મચારીઓ માટે નોકરી મેળવવી મુશ્કેલ બની ગઈ છે. અમેરિકન નાગરિકો કહે છે કે, H-1B કાર્યક્રમ હેઠળ વિદેશી ટેક્નોક્રેટ્સને પ્રાધાન્ય આપવામાં આવતા હોવાથી તેમને ઘણીવાર નોકરી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

H-1B વીઝા એક નોન-ઇમિગ્રન્ટ વીઝા છે, જે US કંપનીઓને વિદેશી વ્યાવસાયિકોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે, જેમને સામાન્ય રીતે ઓછામાં ઓછી સ્નાતકની ડિગ્રીની જરૂર હોય છે. નોકરીદાતાઓ દ્વારા પ્રાયોજિત, વીઝા શરૂઆતમાં ત્રણ વર્ષ માટે માન્ય છે અને તેને લંબાવી શકાય છે. વીઝા ધારકો પણ તેના દ્વારા કાયમી રહેઠાણ પણ મેળવી શકે છે.

H 1B Visa
bhaskar.com

સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે, એક US નાગરિક અને સોફ્ટવેર પ્રોફેશનલની પત્નીએ તેના પતિને 30 વર્ષનો અનુભવ હોવા છતાં કામ શોધવામાં આવતી મુશ્કેલીઓનો ખુલાસો કર્યો છે. મહિલાએ કહ્યું કે, તેના પતિને એક વર્ષથી વધુ સમયથી અનેક ઇન્ટરવ્યુમાં ફક્ત અસ્વીકારનો સામનો કરવો પડ્યો છે. મહિલા કહે છે કે, તેના મતે ભરતી પ્રક્રિયા ખામીયુક્ત અને અમેરિકન કર્મચારીઓની વિરુદ્ધ છે.

મહિલાએ X પર લખ્યું, 'મારા પતિ US નાગરિક છે અને લગભગ 30 વર્ષનો અનુભવ ધરાવતો સોફ્ટવેર એન્જિનિયર છે. તે એક વર્ષથી વધુ સમયથી બેરોજગાર હતો. આ સમય દરમિયાન તેના દર અઠવાડિયે ઘણા ઇન્ટરવ્યુ થયા હતા, પરંતુ તેને કોઈ નોકરીની ઓફર મળી ન હતી. તેને એવા પરીક્ષણો આપવામાં આવ્યા હતા જે તે સંપૂર્ણપણે પાસ કરી શક્યો ન હતો.' ટ્વિટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, 'આ આખી પ્રક્રિયા એક કૌભાંડ છે. HR અને ઇન્ટરવ્યુઅર ગેટકીપર છે. H1B વીઝા રદ કરવા જોઈએ અને ફક્ત US નાગરિકોએ જ ભરતીના નિર્ણયો લેવા જોઈએ.'

H 1B Visa
jagran.com

સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું, 'તમે સાચું કહી રહ્યા છો, ઇન્ટરવ્યુ ફક્ત દેખાડો માટે હોય છે, તેઓ બતાવવા માંગે છે કે, તેઓ પૂરતા લાયક લોકો શોધી શકતા નથી અને ભારતમાંથી વધુ લોકોને લાવવા માટે મંજૂરી મેળવી શકતા નથી. મેં એવા ઘણા કિસ્સા જોયા છે, જ્યાં એક અમેરિકનને કાઢી મૂકવામાં આવે છે અને તેની જગ્યાએ ભારતના ઓછા લાયક વ્યક્તિને લાવવામાં આવે છે.' એક યુઝરે કહ્યું, 'જો ભરતી કરનાર અથવા ભરતી મેનેજર ભારતીય હોય તો અમેરિકનો માટે શૂન્ય તક છે. શૂન્ય તક.'

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, 'હું કોઈની લાગણીને દુભાવવા નથી માંગતો, પરંતુ શક્ય છે કે તમારા પતિએ આ 30 વર્ષોમાં તેમની પ્રતિભાને નિખારી નથી અને તેથી જ તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય. આ ઉપરાંત, તેમની પાસે સોફ્ટવેર એન્જિનિયરિંગના આધુનિક યુગમાં સ્પર્ધા કરવાની યોગ્ય કુશળતા ન હોય.'

About The Author

Related Posts

Top News

બંગાળની ખાડીમાં નવા ચક્રવાતનું સંકટ: આગામી 48 કલાક નિર્ણાયક

આઈએમડી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર એરિયા આગામી 48 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની અને વધુ મજબૂત બનવાની...
National 
બંગાળની ખાડીમાં નવા ચક્રવાતનું સંકટ: આગામી 48 કલાક નિર્ણાયક

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.