ભારતીય મૂળના વ્યક્તિએ ગુનો કર્યા વિના અમેરિકાની જેલમાં 43 વર્ષ વિતાવ્યા, હવે તેમના પર દેશનિકાલનો ખતરો!

સુબ્રમણ્યમ વેદમ... આ એક એવો માણસ છે, જેને ગુનો કર્યા વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જ્યારે તે જેલમાં ગયો ત્યારે તેની ઉંમર 20 વર્ષ હતી, અને જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેની ઉંમર 60 વર્ષથી વધુ થઈ ગઈ હતી. તેણે ગુનો કર્યા વિના 43 વર્ષ સજા ભોગવી. જેલમાંથી છૂટ્યા પછી, તેને ફરીથી કસ્ટડીમાં લેવામાં આવ્યો. હવે તેને એવી જગ્યાએ મોકલવામાં આવી રહ્યો છે, જ્યાં તેનું કોઈ નથી, નથી કોઈ પરિવાર નથી, કે નથી કોઈ સગાસંબંધી. જ્યારે તે જેલમાંથી બહાર આવ્યો, ત્યારે તે તેની બહેન સાથે વાત પણ કરી શક્યો નહીં. આ છે સુબ્રમણ્યમ વેદમની પીડાદાયક વાર્તા છે, જેનું ઉપનામ સુબુ છે. તેનો જન્મ ભારતમાં થયો હતો, પરંતુ તેનો ઉછેર અમેરિકામાં થયો હતો, અને ત્યાં જ તેની સાથે કંઈક એવું બન્યું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી.

Subramanyam-Vedam.jpg-4

પોલીસની એક ભૂલને કારણે, તેણે પોતાનું આખું જીવન જેલમાં વિતાવ્યું. હવે, જ્યારે તે વૃદ્ધાવસ્થામાં નિર્દોષ સાબિત થયો, ત્યારે તેને હજુ વધુ મોટી પીડાનો સામનો કરવો પડશે. ચાલો જાણીએ સુબુની વાર્તા, જે સાંભળીને કોઈ પણ ભાવુક થઇ જશે.

સુબ્રમણ્યમ વેદમ એક ભારતીય મૂળના વ્યક્તિ છે, જેમણે પોતે ન કરેલા ગુના બદલ 43 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. આ મહિને, કોર્ટે તેમને હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. તેમનો પરિવાર ખુશ હતો કે વર્ષો પછી સુબુ મુક્ત થશે, પરંતુ જેવા જેલના દરવાજા ખુલવાની તૈયારીમાં હતા, ત્યારે જ US ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ (ICE) દ્વારા તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. હવે, તેમને ભારત મોકલવાની ચર્ચા ચાલી રહી છે. ભારતમાં તેમનું કોઈ નથી, અને તેઓને હિન્દી બોલતા પણ નથી આવડતું.

સુબુનો જન્મ ભારતમાં ત્યારે થયો હતો, કે જ્યારે તેમના માતાપિતા એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. તેમના જન્મના નવ મહિના પછી, તેઓ તેમના માતાપિતા સાથે અમેરિકા પરત ફર્યા. તેમનું બાળપણ, શાળા અને કોલેજનું શિક્ષણ અમેરિકાના પેન્સિલવેનિયામાં થયું હતું.

Subramanyam-Vedam.jpg-3

સુબુની ભાણેજે બતાવ્યું હતું કે, તેમને હિન્દી બોલતા પણ આવડતું નથી. તેમની બોલવાની સ્ટાઇલ અમેરિકન જેવી છે. તેઓ નાના બાળક હતા ત્યારે જ ભારત આવ્યા હતા. આજે તેઓ 64 વર્ષના થઇ ગયા છે. તેમના માતાપિતા અને દાદા-દાદીનું અવસાન થયું છે, અને ભારતમાં તેમના કોઈ નજીકના સંબંધી બાકી રહ્યા નથી. તેમનો પરિવાર કહે છે કે, જો તેમને ભારતમાં મોકલવામાં આવશે તો તેઓ સંપૂર્ણપણે એકલા પડી જશે. અહીં અમેરિકામાં અમારો પરિવાર છે, અમે તેની સંભાળ રાખી શકીએ છીએ.

આ વાત 1980ની છે, જ્યારે સુબુના કોલેજના મિત્ર ટોમ કિન્સરની હત્યા કરવામાં આવી હતી. પોલીસને ખબર પડી કે તે છેલ્લે સુબુ સાથે જોવા મળ્યો હતો. થોડા મહિના પછી, ટોમનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો. પોલીસે ધાર્યું કે સુબુ તે કેસમાં દોષિત છે. કોઈ સાક્ષી નહોતા, કોઈ પુરાવા નહોતા, અને બંને વચ્ચે કોઈ દુશ્મનાવટનો ઇતિહાસ પણ નહોતો, છતાં તેની ધરપકડ કરવામાં આવી. તેને 'વિદેશી' ગણાવીને જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને તેનો પાસપોર્ટ અને ગ્રીન કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ જ કેસમાં 1983માં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

Subramanyam-Vedam.jpg-2

સુબુને શરૂઆતમાં ડ્રગના આરોપમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો, અને ત્યાર પછી હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સુબુની ધરપકડ સમયે, તેના માતાપિતા જર્મનીમાં હતા. જ્યારે તેમના માતાપિતા પાછા ફર્યા, ત્યારે પિતાએ તેના પુત્રને જામીન પર મુક્ત કરવા માટે તેનું ઘર ગીરવે મૂકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાર પછી હત્યાનો આરોપ ઉમેરવામાં આવ્યો અને જામીન રદ કરવામાં આવ્યા.

સુબુની અપીલ ઘણા વર્ષો સુધી ચાલુ રહી. અંતે, 2021માં, નવા પુરાવા મળી આવ્યા અને કેસ ફરીથી ખોલવામાં આવ્યો. 2022માં, નવા ફોરેન્સિક પુરાવા બહાર આવ્યા, જેમાં ખુલાસો થયો કે ગોળીનો ઘા કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરાયેલા હથિયાર સાથે મેળ ખાતો નથી. 2 ઓક્ટોબર, 2025ના રોજ, કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા, અને તેમની 43 વર્ષની જેલની સજાનો અંત આવ્યો. ન્યાયાધીશે ચુકાદો આપ્યો કે તેઓ દોષિત નથી. કોર્ટે સ્વીકાર્યું કે, ફરિયાદ પક્ષે હજારો પાનાના પુરાવા છુપાવ્યા હતા, જે તેમને નિર્દોષ સાબિત કરી શકે. કોર્ટના નિર્ણય પછી, સુબુના વકીલે જણાવ્યું કે, આ પેન્સિલવેનિયાનો સૌથી લાંબો ચાલતો ખોટો દોષિત ઠરાવવાનો કેસ હતો. જેલમાં રહીને તેમણે અભ્યાસ કર્યો, અન્ય લોકોને ભણાવ્યું અને પોતાને બદલવાનો પ્રયાસ કર્યો.

Subramanyam-Vedam

જેલમાંથી મુક્ત થયા પછી, સુબુ હાલમાં ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટરમાં છે. કોર્ટ નક્કી કરશે કે તેમને USમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે કે, ભારતમાં દેશનિકાલ કરવામાં આવશે. 1988માં, USએ એક જૂના કેસના આધારે તેમના 'દેશનિકાલ'નો આદેશ આપ્યો. તેથી જ, ભલે તેઓ નિર્દોષ સાબિત થયા હોય, ઇમિગ્રેશન વિભાગ કહી રહ્યું છે કે, એ જ જૂનો આદેશ લાગુ થશે અને તેમને ભારત દેશનિકાલ કરવામાં આવશે.

સુબુના પિતા, K. વેદમ, પેન્સિલવેનિયાની સ્ટેટ કોલેજમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતા. તેમની માતા સ્થાનિક પુસ્તકાલય ચલાવતા હતા. સુબુની મોટી બહેન, સરસ્વતી વેદમ, મેસેચ્યુસેટ્સમાં યુનિવર્સિટીની વિદ્યાર્થીની હતી, જે કોમ્યુનિટી હેલ્થમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહી હતી. જ્યારે પોલીસે પહેલી વાર સુબુની ધરપકડ કરી, ત્યારે પહેલો ફોન તેની પાસે જ આવ્યો હતો. સુબુને ભારત પાછા મોકલી આપવા અંગે, તેમની મોટી બહેન સરસ્વતી કહે છે, 'આ કેવા પ્રકારની ન્યાય વ્યવસ્થા છે? એક માણસ જેણે 43 વર્ષ બગાડ્યા છે, જેણે કોઈને નુકસાન પહોંચાડ્યું નથી, જે દરેકને મદદ કરી રહ્યો છે, તેને ફરીથી સજા થઈ રહી છે?' સરસ્વતી કહે છે, 'તેણે પોતાનું બાળપણ, યુવાની, માતાપિતા, બધું જ ગુમાવ્યું, પરંતુ તેણે ક્યારેય પોતાની ઈજ્જત ગુમાવી નહીં. તે હજુ પણ એ જ શાંત, ઉમદા માણસ છે. હવે, જો તેને ભારતમાં પાછા મોકલી આપવામાં આવે છે, તો તે ફરીથી એકલો થઇ જશે. તેનું ઘર અહીં છે, તેના લોકો અહીં છે.'

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.