‘ઇઝરાયલી સૈન્ય કોલેપ્સ કરી શકે છે’, ઈઝરાયલ આર્મી ચીફે પોતે ચેતવ્યા, 10 મોટા જોખમ પણ ગણાવ્યા

ગાઝામાં હમાસ સામે યુદ્ધ, લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે સંઘર્ષ અને લગભગ છેલ્લા મહિનાથી ઇરાન સાથે ચાલી રહેલું યુદ્ધ. ઇઝરાયલ હાલમાં એકસાથે અનેક મોરચે હિંસક સંઘર્ષોમાં ફસાયેલું છે. જેને કારણે, ઇઝરાયલી સુરક્ષા દળો ભારે દબાણ હેઠળ છે. ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF)ના ચીફ ઓફ સ્ટાફ, લેફ્ટનન્ટ જનરલ ઇયાલ ઝમીરે, સૈન્યમાં મેનપાવરની કમી અંગે આપી છે. તેમનું માનવું છે કે જો નવી ભરતી ન થઈ, તો IDF કોલેપ્સ કરી જશે.

ધ જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ, ઇઝરાયલની સુરક્ષા કેબિનેટ 25 માર્ચે એક બેઠક માટે બોલાવી હતી. આ બેઠક દરમિયાન, લેફ્ટનન્ટ જનરલ ઇયાલ ઝમીરે ચેતવણી આપી હતી કે જો મેનપાવરની અછત પૂરી ન થઈ તો IDF ટૂંક સમયમાં તૂટી શકે છે. તેમણે બેઠક દરમિયાન સૈન્ય સંબંધિત 10 રેડ ફ્લેગ (જોખમના સંકેત) બતાવ્યા.

IDF Chief
thehindu.com

IDF ચીફે જણાવ્યા 10 રેડ ફ્લેગ:

1. જવાનોની ભારે અછત: યુદ્ધ લાંબુ ખેચાવા અને ઘણા મોરચાઓ પરના સંઘર્ષને કારણે સક્રિય સૈનિકો અને અનામત દળોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે.

2. મિશન વધતો બોજ: વર્તમાન સૈનિકો પર તેમની ક્ષમતા કરતા વધુ ફરજનું દબાણ પડી રહ્યું છે.

3. રિઝર્વ ફોર્સનો થાક: વારંવાર મોરચા પર બોલાવવાન કારણે, રિઝર્વ સૈનિકોમાં પણ શારીરિક અને માનસિક થાકની ફરિયાદો આવી છે.

4. અર્થતંત્ર પર અસર- રિઝર્વ સૈનિકોની લાંબા સમય સુધી તૈનાતીથી રાષ્ટ્રીય અર્થતંત્ર અને તેમના વ્યક્તિગત રોજગાર બંને પર ગંભીર હાનિકારક અસર પડી રહી છે.

5. હથિયારોનો પુરવઠો- ઇઝરાયલ છેલ્લા 900 દિવસોથી ક્યાંક ને ક્યાંક સંઘર્ષમાં રોકાયેલું છે. તેને કારણે દારૂગોળો અને લશ્કરી સાધનોના ભંડારમાં ઘટાડો થવાનું જોખમ વધી રહ્યું છે.

6. કમાન્ડરોની અછત- ફ્રન્ટ લાઇન પર ઉપલબ્ધ અનુભવી ફિલ્ડ કમાન્ડરો અને અધિકારીઓની સંખ્યા સતત ઘટી રહી છે.

IDF Chief
aninews.in

7. ભરતીમાં અસમાનતા- સમાજના અમુક વર્ગો (જેમ કે અલ્ટ્રા-ઓર્થોડોક્સ યહૂદીઓ)ને ફરજિયાત સેવામાંથી મુક્તિ આપવાથી બાકીના સૈનિકોમાં રોષ ભડકી રહ્યો છે.

8. તાલીમનો અભાવ- યુદ્ધમાં સતત વ્યસ્ત રહેવાને કારણે, નવી ભરતીઓ અને હાલના એકમો માટે નિયમિત તાલીમની અવગણના કરવામાં આવી રહી છે.

9. માનસિક સ્વાસ્થ્ય કટોકટી- લાંબા સમય સુધી યુદ્ધના મોરચા પર તૈનાત રહેવાથી સૈનિકોમાં પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD)ના કેસો વધી રહ્યા છે.

10. ઇન્ટરનલ સ્ટ્રક્ચરલ કોલેપ્સ- જો તાત્કાલિક નવા સૈનિકોની ભરતી અને સંસાધનોનું સંચાલન ન કરવામાં આવ્યું તો લશ્કર આંતરિક રીતે તૂટી શકે છે.

ઇઝરાયલ ઓક્ટોબર 2023થી યુદ્ધમાં છે

7 ઓક્ટોબર, 2023. હમાસે ઇઝરાયલ પર હુમલો શરૂ કર્યો હતો. આ ઘટના બાદથી, ઇઝરાયલ સતત યુદ્ધ અને સંઘર્ષમાં ફસાયેલું છે. ઇઝરાયલી સરકારના આંકડાઓ અનુસાર, 7 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં વિવિધ સંઘર્ષોમાં કુલ 1,152 ઇઝરાયલી સુરક્ષા કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે. આ જાનહાનિમાં ઇઝરાયલ સંરક્ષણ દળો (IDF), ઇઝરાયલ પોલીસ, શિન બેટ (સુરક્ષા એજન્સી) અને નાગરિક કટોકટી પ્રતિક્રિયા ટીમોના સભ્યોનો સમાવેશ થાય છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.