Photos: લીબિયામાં પહેલા પૂર અને પછી ડેમ તૂટતા 5000થી વધુ મોત, કબ્રસ્તાન ભરાયા

ભૂમધ્યસાગરથી ઊભા થયેલા વાવાઝોડા ડેનિયલે લીબિયામાં ભારે વિનાશ સર્જ્યો છે. વિનાશકારી પૂરે લીબિયામાં હજારો લોકોના જીવ લીધા. અત્યાર સુધીમાં 5000થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 10 હજારથી વધારે લોકો ગુમ કહેવામાં આવી રહ્યા છે. કબ્રસ્તાનોમાં શવોનો ઢગલો થઇ ગયો છે. આ દેશ પહેલાથી જ આર્થિક રીતે ઝઝૂમી રહ્યો છે, તેમાં આ તોફાને આ દેશને વધારે મુશ્કેલીમાં મૂકી દીધો છે.

લીબિયામાં ડેનિયલ તોફાનને લીધે ઘણો વરસાદ પડ્યો. ત્યાર બાદ દેશમાં અચાનક પૂર આવી ગયું. આ વિનાશકારી પૂરે પૂર્વીય લીબિયાના ઘણાં શહેરોમાં ભારે પ્રમાણમાં વિનાશ કર્યો. સૌથી વધારે નુકસાન ડેરનામાં થયો છે. જ્યારે ભારે વરસાદ અને પૂરને લીધે ડેમ તૂટી ગયા. જેનું પાણી આસપાસના વિસ્તારોમાં ફેલાઇ ગયું. ડેરનામાં 5000થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 20 હજારથી વધારે લોકો વિસ્થાપિત થયા છે.

ડેરના શહેરમાં ભારે વિનાશ

કહેવામાં આવી રહ્યું છે કે, આવનારા સમયમાં અહીં હતાહતોની સંખ્યા વધી શકે છે. ડેરના શહેરનો ચોથા ભાગનો હિસ્સો સંપૂર્ણ રીતે તબાહ થઇ ગયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ડેરના શહેરમાં આવેલા પૂરે ગાડીઓ અને બિલ્ડીંગો ધ્વસ્ત કરી. આખાને આખા મોહલ્લા આ પૂરમાં વહી ગયા. પૂરે ડેમોને તોડી નાખ્યા. 1 લાખની વસતીવાળા આ શહેરમાં મોટાભાગના વિસ્તારો પૂરથી પ્રભાવિત છે.

પૂર્વીય લીબિયા સરકારના સ્વાસ્થ્ય મંત્રી ઉસ્માન અબ્દુલ જલીલે કહ્યું કે, લીબિયામાં આ સમયે સ્થિતિ ભયાનક છે. શહેરના ઘણાં વિસ્તારોમાં શવો જમીન પર પડ્યા છે. ત્યાંની હોસ્પિટલોમાં શવોનો અંબાર લાગ્યો છે. ડેરનામાં અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં શવોને દફન કરવામાં આવ્યા છે.

જણાવીએ કે, લીબિયા 2011ના વિદ્રોહ પછીથી અરાજકતા અને પાયાના માળખામાં ઓછા રોકાણથી ઝઝૂમી રહ્યું છે. મોહમ્મદ ગદ્દાફીએ લીબિયામાં લાંબા સમય સુધી શાસન કર્યું. 2011માં તેના શાસનનો અંત આવ્યો અને તેની હત્યા કરી દેવામાં આવી. ત્યાર પછીથી જ લીબિયા આંતરિક સંઘર્ષ અને અસ્થિરતાનો સામનો કરી રહ્યુ છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.