75 વર્ષીય વૃદ્ધ મહિલાએ જીતી કાયદાકીય લડાઈ, દીકરાઓને ઘરથી કાઢી મૂક્યા

એક 75 વર્ષીય વૃદ્ધ મહિલાએ કાયદાકીય લડાઈ જીતી લીધી છે. તેણે પોતાના બંને દીકરાઓને ઘરથી કાઢી મૂક્યા છે. મહિલાનું કહેવું છે કે તે એકલી જ રહેવા માગે છે. તેણે પોતાના દીકરાઓની તુલના ‘કીડાઓ’ સાથે કરી છે. વૃદ્ધ મહિલાના એક દીકરાની ઉંમર 42 વર્ષ અને બીજાની ઉંમર 40 વર્ષ છે. તે ઇચ્છતી હતી કે બંને દીકરા ક્યાંક દૂર જઈને રહે, પરંતુ તેઓ એ વાત સાંભળવા તૈયાર જ નહોતા. નોકરી લાગવા છતા બંને માતા સાથે જ રહેવા માગતા હતા.

ત્યારબાદ મહિલા તેમની વિરુદ્ધ કોર્ટ પહોંચી ગઈ. આ મામલો ઇટાલીનો છે. વૃદ્ધ અહીં પાવિયામાં રહે છે. જજ સિમોના કેટરબીએ તેના હક્કમાં ચૂકાદો આપ્યો છે. તેમણે કહ્યું કે, બંને દીકરાઓએ 18 ડિસેમ્બર અગાઉ પોતાની માતાનું ઘર છોડવું પડશે. સ્થાનિક ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ મુજબ, મહિલા એટલે પોતાના દીકરાઓને સાથે રાખવા માગતી નથી કેમ કે બંને ઘર ખર્ચ માટે જરાય પૈસા આપતા નથી અને ન તો ઘર કામમાં મદદ કરતા હતા.

CNNના રિપોર્ટ મુજબ, મહિલાએ પોતાના બંને દીકરાઓને કોર્ટના દસ્તાવેજોમાં કીડા-મંકોડા કહ્યા છે. તેણે પાવિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટના ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરી હતી. જજ સિમોનાએ રિટાયર્ડ મહિલાને યોગ્ય ઠેરવી છે. તે પોતાના પતિથી અલગ થઈ ગઈ હતી. પછી બંને બાળકો તેની સાથે જ રહેવા લાગ્યા. વૃદ્ધ મહિલાનું બધુ પેન્શન ભોજનનો સામાન અને ઘરના મેન્ટેનેન્સ પર જ ખર્ચ થઈ જતું હતું. જજે ચૂકાદો આપતા કહ્યું કે, આ બંને બાળકોએ 18 ડિસેમ્બર સુધીમાં પોતાના માતાનું ઘર ખાલી કરવું પડશે.

વર્ષ 2022ના આંકડા બતાવે છે કે ઈટાલીમાં 18-34 વર્ષના 70 ટકા લોકો પોતાના માતા-પિતા સાથે રહે છે. તેમાં 72.6 ટકા પુરુષ અને 66 ટકા મહિલાઓ છે. તો વર્ષ 2019ની એક સ્ટડી બતાવે છે કે, માતા-પિતા સાથે એક જ છત નીચે રહેનારા 36.5 ટકા વિદ્યાર્થી છે, 38.2 ટકા પાસે નોકરી છે અને 23.7 ટકા નોકરીની શોધ કરી રહ્યા છે. તેમાં કોઈ શંકા નથી કે ઘણી પેઢીઓ એક છત નીચે રહેવાની ઈટાલીમાં પરંપરા રહી છે, પરંતુ હાલના વર્ષોમાં વધતી મોંઘવારીના કારણે માતા-પિતા સાથે રહેનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે.

About The Author

Top News

ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

પ્રયાગરાજની પવિત્ર ભૂમિ પર ઘણા પ્રાચીન અને ચમત્કારિક મંદિરો આવેલા છે, પરંતુ આ બધા વચ્ચે, નાથેશ્વર મહાદેવ મંદિર તેની અનોખી...
Astro and Religion 
ભગવાન શિવનું અનોખું મંદિર, જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લગાવે છે તાળું, અદ્ભુત પરંપરા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-07-2025 વાર - રવિવાર મેષ - પૈસાનો સાચો ઉપયોગ કરી શકશો, આજના દિવસે ધાર્મિક યાત્રા મંદિર જવાથી માનસિક શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

જો તમે ઓછા બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો સેમસંગનો નવો ફોન તમારા માટે યોગ્ય વિકલ્પ બની...
Tech and Auto 
સેમસંગે લોન્ચ કર્યો નવો 5G ફોન, કિંમત 15,999 રૂપિયા, જાણી લો ફીચર

ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો

ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં 51 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. જૂન અને જુલાઇ બંને મહિનામાં સારો વરસાદ...
Gujarat 
ગુજરાતમાં વરસાદ ગાયબ, હવે ક્યારે પાછો ફરશે? અંબાલાલની આગાહી જાણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.