જામીન અરજીની માગ કરતા જયસુખના વકીલે કહ્યું- જે બન્યું તે અજાણતા બની ગયું છે

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલે મોરબી કોર્ટમાં રેગ્યૂલર જામીન અરજી કરી હતી, જેમાં આજે બચાવ પક્ષ અને સરકારી વકીલે સામસામી દલીલો કરી હતી. જે સાંભળી જામીન અરજી પરનો હુકમ બાકી રાખ્યો છે.

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલે મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. અગાઉ વચગાળાની જામીન અરજી નામંજૂર થયા બાદ કોર્ટમાં પૂરક ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી અને બાદમાં જયસુખ પટેલે રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે જામીન અરજી પર આજે બચાવ પક્ષના વકીલ ઋતુરાજ નાણાવટીએ દલીલો કરી હતી કે, મોરબીની જનતાના હિતમાં બ્રિજ ખુલ્લો મૂક્યો હતો અને જે કંઈ બન્યું છે તે અજાણતા બની ગયું છે. વકીલે કહ્યું કે, સર્ટિફિકેટ લેવાની વાત તેમ જ પુલ પર મુલાકાતીઓની સંખ્યા જેવા મુદ્દાનો કરારમાં ક્યાય ઉલ્લેખ જ નથી.

નગરપાલિકા તરફથી ઝૂલતો પુલ સોપવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ જે કલમ 304 લગાવવામાં આવી છે તે ગુનો બનતો જ નથી. કરાર મુજબ રિપેરિંગ કરવામાં આવ્યું હતું. લોકો જીવ ગુમાવે તેવો કોઈ હેતું નહોતો અને મોટો કોઈ આર્થિક ફાયદો પણ ઝૂલતો પુલમાં મળે તેમ નહોતું. તમામ જવાબદારી ઓરેવા ગ્રૂપ પર નાખવામાં આવી છે, જે ગેરવ્યાજબી હોવાની વકીલે દલીલ કરી હતી.

જ્યારે બીજી તરફ સરકારી વકીલ સંજયભાઈ વોરાએ દલીલો કરી હતી કે, તાર કટાયેલા હતા તે બદલ્યા નથી. વર્ષ 2008થી ઓરેવા ગ્રૂપ ઝૂલતા પુલની જવાબદારી સાંભળી રહ્યા છે અને 6 મહિના બંધ રાખી રિનોવેશન કર્યું હતું. પરંતુ, તેમાં કટાયેલા તાર કેમ નજરે પડ્યા નહિં અને તેનું રિનોવેશન કેમ કર્યું નથી?. મોરબી કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી હતી અને હુકમ આપવાનો બાકી રાખ્યો છે, જે હુકમ એક કે બે દિવસમાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ઝૂલતો પુલ કેસની સુનાવણીમાં 31 માર્ચની મુદત આપવામાં આવી છે, ત્યારે 31 માર્ચે મુદતના દિવસે જયસુખ પટેલની જામીન અરજી પર હુકમ આવે છે કે નહિ તે જોવું રહેશે.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.