ગજબઃ આ શહેરમાં ગધેડીની સીમંત વિધિ ઉજવાઈ, લાલ ચુંદડી પહેરાવીને કરાઈ વિધિ

સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાંથી એક અસાધારણ કહી શકાય એવી ઘટના સામે આવી છે. જેમાં એક ગધેડીની સીમંત  વિધિ કરવામાં આવી હતી. આ ઘટના જ્યારે સામે આવી ત્યારે આસપાસના ઉપલેટાના કોલકી ગામે ગામના લોકો તો ઠીક રાજકોટ સુધી તમામ લોકો ચોંકી ગયા હતા. કદાચ આને ભારતની પહેલી ઘટના માનવામાં આવે છે. ગધેડીની સીમંત  વિધિ કરવામાં આવતા ગામના લોકોની કુતુહલતાનો પાર રહ્યો ન હતો.

સૌરાષ્ટ્ર્ પંથકમાં હાલારી ગધેડાઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગઘેડાઓની સંખ્યા ઘટીને માત્ર 439 રહી ગઈ છે. આ હાલારી ગધેડાઓને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી ગઈ છે. એવામાં હાલારી ગધેડાઓના સંરક્ષણ હેતું ભૂજની એક સંસ્થા તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાનું નામ સહજીવન સંસ્થા છે. સીમંત  વિધિ કરવામાં આવતા આસપાસમાંથી અનેક લોકો ઉમટી પડ્યા હતા. આ વિધિ કરવા પાછળનો હેતુ હાલારી ગધેડાની પ્રજાતિને બચાવવા માટેનો છે. આને ઘણા લોકો એક સંસ્કાર વિધી માની રહ્યા છે. એટલું જ નહીં ગધેડીની પૂજા કરી લાલ રંગની ચુંદડી પણ ઓઢાડવામાં આવી હતી. જે રીતે નવી પુત્રવધૂને સીમંત  પ્રસંગે શગુન કરવામાં આવે છે એ જ રીતે ગધેડીને પણ શગુન આપવામાં આવ્યું હતું. ગધેડાના માલિકે આ તમામ વસ્તુઓને સ્વીકારીને લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. જોકે, હાલારી ગધેડાઓની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે એને બચાવવા માટે આ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આ પ્રકારની અનોખી વિધિ કરીને પશુ પાલકો વચ્ચે આ પ્રજાતિને બચાવવા માટેનો સંદેશો આપવામાં આવ્યો છે.

જોકે, ન માત્ર હાલારી ગધેડા પણ પશુની કેટેગરીમાં ઘણી એવી પ્રજાતિઓને બચાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. આ ઉપરાંત જુદા મેચ થતા પ્રાણીઓમાં બ્રીડ તૈયાર કરીને પ્રજાની મૂળ જાતિને સાચવવા માટે પણ પ્રયાસ શરૂ થયા છે. પણ હાલારી ગધેડાઓની સંખ્યા મર્યાદિત થઈ રહી છે. ખાસ કરીને આ પ્રજાતિ સચવાય તો ખેડૂતો સહિત અનેક પશુપાલકોને માલની હેરાફેરી માટે આ ગધેડાઓ ઉપયોગી પુરવાર થઈ શકે છે. કારણ કે તે શારીરિક રીતે મજબુત હોય છે. આવી ખડતલ જાતિ લાંબા સમય સુધી ટકે એવો આ પશુપાલકોનો પ્રયાસ રહ્યો છે.

Related Posts

Top News

આમાં કંઈ રીતે ‘સ્વદેશી અપનાવો’ સાર્થક થાય, લાખ રૂપિયાનો અમેરિકન ફોન ખરીદવા મારામારી

અમેરિકાની એપલ કંપનીનો i-phone 17 19 સપ્ટેમ્બર, શુક્રવારે ભારતમાં લોંચ થયો. હજારો, લાખો રૂપિયાની કિંમત હોવા છતા એપલના...
National 
આમાં કંઈ રીતે ‘સ્વદેશી અપનાવો’ સાર્થક થાય, લાખ રૂપિયાનો અમેરિકન ફોન ખરીદવા મારામારી

જેમને કોઇ ઓળખતું નથી એવા પૂર્વ ક્રિક્રેટર BCCIના પ્રમુખ કેમ બનવાના છે?

BCCIના નવા પ્રમુખનું નામ જાહેર થઇ ગયું હોવાનું મોટા ભાગના મીડિયામાં કહેવામાં આવ્યું છે. BCCIએ જ્મ્મુ-કાશ્મીરના મિથુન મન્હાસને...
Sports 
જેમને કોઇ ઓળખતું નથી એવા પૂર્વ ક્રિક્રેટર BCCIના પ્રમુખ કેમ બનવાના છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 23-09-2025 વાર- મંગળવાર મેષ - આજે કોર્ટ-કચેરીની બાબતમાં ખાસ ધ્યાન આપજો, આજે પૈસા ઉધાર આપવા કે લેવા નહીં,  આજે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

SEBIની ક્લીનચીટ બાદ ગૌતમ અદાણીએ કહ્યું- આપણા પર છવાયેલા વાદળો દૂર થઈ ગયા છે

હિંડનબર્ગના આરોપો પર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) તરફથી ક્લીન ચીટ મળ્યા બાદ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ તેમના...
Business 
SEBIની ક્લીનચીટ બાદ ગૌતમ અદાણીએ કહ્યું- આપણા પર છવાયેલા વાદળો દૂર થઈ ગયા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.