- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ- 23-09-2025
વાર- મંગળવાર
મેષ - આજે કોર્ટ-કચેરીની બાબતમાં ખાસ ધ્યાન આપજો, આજે પૈસા ઉધાર આપવા કે લેવા નહીં, આજે માતાજી સાથે ગણેશજીનું ધ્યાન અવશ્ય કરો.
વૃષભ - સમાજમાં માન પ્રતિષ્ઠામાં હાનિ ન આવે ધ્યાન રાખવું, વિદ્યા અભ્યાસમાં મહેનત વધારો, આજે દાન દક્ષિણા અવશ્ય કરો.
મિથુન - પરિવાર સંબંધિત ચિંતાઓ રહે, ઘરમાં સંબંધો સુધારવા પ્રયાસ વધારો, શિવજીનું સ્મરણ અવશ્ય કરો.
કર્ક - કોઈપણ સાહસ આજે કરવું નહીં, પરિવારની ચિંતા રહ્યા કરે, કુળદેવી માતાનું ધ્યાન કરો.
સિંહ - બહારનો ખોરાક લેવાનો ટાળો, શારીરિક સ્વસ્થતા જાળવવાના પ્રયાસ કરો, આજે હનુમાનજીનું ધ્યાન કરો.
કન્યા - તમારી બુદ્ધિમતાથી ધારેલું કામ કરાવી શકો, આજે નોકરી ધંધામાં પ્રગતિ રહે, આજે માતાજી સાથે નારાયણનું ધ્યાન અવશ્ય કરો.
તુલા - તમારા શત્રુઓનું તમારા તરફનું વલણ બદલાય, શારીરિક નિર્બળતાનો એહસાસ પણ થાય, માતાજી સાથે આજે શિવજીનું ધ્યાન અવશ્ય કરો.
વૃશ્ચિક - વિદ્યા અભ્યાસમાં મહેનત વધારો, સામાજિક ક્ષેત્રમાં ધ્યાન આપવુ જરૂરી, માતાજી સાથે આજે ભગવાન ભૈરવનું ધ્યાન અવશ્ય કરો.
ધન - આજે લાગણીને વશ કોઈ નિર્ણય લેવો નહીં, ભવિષ્યની યોજનાઓ કોઈને કહેવી નહીં, માં જગદંબાની કૃપા પ્રાપ્ત કરવા, આજે માંને મીઠી વસ્તુ અર્પણ કરો.
મકર - આડોશ પડોશમાં તમારા સંબંધો મજબૂત બનાવો, કોઈપણ વિવાદોથી દૂર રહેવું. માતાજીની ભક્તિ સાથે આજે ગરીબોની મદદ અવશ્ય કરો.
કુંભ - તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરો, તમારી ભક્તિ માં વધારો કરો, માતાજીને આજે પુષ્પ અર્પણ અવશ્ય કરો.
મીન - ભાગીદારીના કામમાં નુકસાન થઈ શકે છે, આજે સત્યનો સહારો લેવો જરૂરી, આજે માતાજીની કૃપા પ્રાપ્તિ માટે નિરંતર જાપ કરો. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

