- Gujarat
- AAPમાંથી BJPમાં આવેલા જે. જે. મેવાડાને કોર્ટે નોટીસ ફટકારી, 300 કરોડનો આરોપ
AAPમાંથી BJPમાં આવેલા જે. જે. મેવાડાને કોર્ટે નોટીસ ફટકારી, 300 કરોડનો આરોપ
આમ આદમી પાર્ટીમાંથી જયંતિલાલ મેવાડા જેમને જે.જે. મેવાડા તરીકે ઓળખવામાં આવે છે તેમને કોર્ટે શો-કોઝ નોટીસ ફટકારી છે. તેમની પર 131 મિલ્કત અપ્રમાણસર હોવાનો અને 300 કરોડ ભેગા કર્યા હોવાનો આરોપ છે.
મુળ સાબરકાંઠાના વતની જે. જે. મેવાડા જ્યારે ગુજરાત પોલીસમાં PSIથી DYSP સુધીની નોકરીમાં કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હોવોના પહેલી ફરિયાદ 2014માં નોંધાઇ હતી. એ પછી મેવાડાએ પોલીસની નોકરી છોડીને આમ આદમી પાર્ટી જોઇન કરી હતી. પરંતુ ભ્રષ્ટાચારનો આરોપ સામે પ્રેસર વધતા આખરે તેમણે એપ્રિલ 2024માં ભાજપમાં એન્ટ્રી કરી હતી. એ પછી તેમની પર અપ્રમાણસર મિલ્કતનો કેસ થયો હતો.
વર્ષ 2022માં કલોલના વિરલગીરીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટે 25 ઓગસ્ટે વિરલગીરીને સોંગદનામું રજૂ કરવા કહ્યુ હતું અને વિરલગીરીએ 28 ઓગસ્ટે 15 પાનાનું સોંગદનામું રજૂ કરી દીધું હતું. એટલે કોર્ટે જે. જે. મેવાડાને શો-કોઝ નોટીસ મોકલી છે અને 29 સપ્ટેમ્બરે સુનાવણી થવાની છે.

