- Kutchh
- ગુજરાતનાં નવા મંત્રીઓ વિશે જાણો...
ગુજરાતનાં નવા મંત્રીઓ વિશે જાણો...

ગુજરાત સરકારની રચના કરી દેવામાં આવી છે. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે બીજી વાર શપથ ગ્રહણ કર્યા છે. ઓછી બેઠક આવ્યા બાદ પણ ભાજપ મોવડી મંડળે રૂપાણીમાં વિશ્વાસ દર્શાવ્યો છે. શપથવિધિમાં વડાપ્રધાન મોદી સહિત રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, 18 રાજ્યનાં મુખ્યમંત્રી ઉપરાંત કેન્દ્રીય કેબિનેટના મંત્રીઓ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી રૂપાણી સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત કુલ 19 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. રાજ્યપાલ ઓપી કોહલીએ શપથ લેવડાવ્યા હતા. 6 પાટીદાર, 6 ઓબીસી,2 રાજપુત, 3 આદિવાસી, એક દલિત, એક બ્રાહ્મણ અને એક જૈન મંત્રીનો સમાવેશ થાય છે.
આરસી ફળદુ-કેબિનેટ મંત્રી
જામનગર દક્ષિણથી ધારાસભ્ય બનેલા આરસી ફલદુ લેઉઆ પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ બે વાર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. પાટીદાર ઈફેક્ટ હોવા છતાં તેઓ આ વખતે સારા માર્જિનથી જીતી ગયા છે. તેઓ બીજી વખત ધારાસભ્ય બન્યા છે. 2014માં તેઓ હારી ગયા હતા. જ્યારે 2009માં ચૂંટણી જીત્યા હતા. કુશળ સંગઠક તરીકેની તેમની છબિ છે. બહોળો અનુભવ સરકારને મદદગાર બની રહેશે.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા-કેબિનેટ મંત્રી
ગુજરાતનાં વરિષ્ઠ ક્ષત્રિય નેતા છે. રૂપાણી સરકારના સિનિયર મંત્રી રહ્યા છે. શિક્ષણ અને મહેસુલ જેવા મહત્વના ખાતાઓ તેમની પાસે હતા. અમદાવાદની ઘોળકા સીટ પરથી પાંચમી વાર ધારાસભ્ય બન્યા છે.
કૌશિક પટેલ-કેબિનેટ મંત્રી
ગુજરાત ભાજપનાં સંગઠન માટે એક મોટું નામ ગણાય છે અને પાટીદાર ફેસ છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના વિશ્વાસપાત્ર છે. અમિત શાહની નારણપુરામાંથી ખાલી થયેલી સીટ પરથી તેઓ ચૂંટણી લડ્યા છે. તેઓ ચોથી વાર ધારાસભ્ય બન્યા છે. કેશુભાઈ પટેલ અને મોદી કેબિનેટમાં પણ રહ્યા હતા.
સૌરભ પટેલ-કેબિનેટ મંત્રી
ભાજપનો સૌથી સોફિસ્ટીકેટેડ ફેસ છે. સતત પાંચમી વાર ધારાસભ્ય બન્યા છે. મોદી અને આનંદીબેન મંત્રી મંડળમા નાણા અને ઉર્જા વિભાગને સંભાળી ચૂક્યા છે. કોર્પોરેટ અફેર્સમાં તેઓ નિષ્ણાત મનાય છે. રિલાયન્સ સાથેનો પારીવારિક સંબંઘ છે.
ગણપત વસાવા-કેબિનેટ મંત્રી
ભાજપ માટે સૌથી મજબૂત આદિવાસી ચહેરો છે. ગણપત વસાવાએ ભાજપને દક્ષિણ ગુજરાતમાં સક્ષમ બનાવી દીધો છે. સતત ચોથી વાર સુરત જિલ્લાની માંગરોળ વિધાનસભામાંથી જીત્યા છે. રૂપાણી સરકારમાં મંત્રી હતા. આ ઉપરાંત વિધાનસભાના સ્પીકર પણ રહી ચૂક્યા છે. મોદી અને આનંદીબેન કેબિનેટના મેમ્બર હતા.
જયેશ રાદડીયા-કેબિનેટ મંત્રી
સૌરાષ્ટ્રના મજબૂત પાટીદાર નેતા વિઠ્ઠલ રાદડીયાનાં પુત્ર જયેશ રાદડીયા પોતે પણ પાટીદાર સમાજમાં પકડ ધરાવે છે. પાટીદાર અનામત આંદોલનની વચ્ચે જેતપુરની બેઠક મોટા માર્જિનથી જીત્યા છે. 2007માં કોંગ્રેસની ટીકીટ પર ચૂંટણી લડ્યા હતા અને 2012માં પિતાની સાથે ભાજપમાં જોડાયા અને ફરી જીત્યા. મોદી મંત્રી મંડળમાં સ્થાન મળ્યું. ત્યાર બાદ આનંદીબેન પટેલ અને રૂપાણી સરકારમાં પણ મંત્રી રહ્યા. ચૂંટણી જીતવાની તેમણે હેટ્રીક કરી છે.
દિલીપ ઠાકોર-કેબિનેટ મંત્રી
ઠાકોર-ઓબીસી સમાજમાં જોરદાર પકડ ધરાવે છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના ભાજપ વિરોધ વચ્ચે તેઓ ભારે સરસાઈ સાથે જીત્યા છે. પાંચમી વાર ધારાસભ્ય બન્યા. મોદી, આનંદીબેન અને રૂપાણી સરકારમાં મંત્રી રહ્યા હતા.
પરબત પટેલ-રાજ્યકક્ષાના મંત્રી
ઉત્તર ગુજરાતનાં પટેલ-ચૌધરી સમાજમાંથી આવે છે. બનાસકાંઠાની થરાદ બેઠક પરથી પાંચમી વાર વિજેતા બન્યા છે. મોદી અને આનંદીબેન સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.
પ્રદીપસિંહ જાડેજા-રાજ્યકક્ષાના મંત્રી
અમિત શાહનાં નજીકના સાથીઓ પૈકીના એક છે. ભાજપમાં ઉદય થઈ રહેલો ક્ષત્રિય-દરબાર ચહેરો છે. વર્તમાન સરકારમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ ચોથી વખત ધારાસભ્ય બન્યા છે. મોદી, આનંદીબેન અને રૂપાણી એમ ત્રણેય સરકારમાં કામ કરવાનો અનુભવ છે. ફરી વાર ગૃહ મંત્રી બની શકે છે.
પુરુષોત્તમ સોલંકી-રાજ્યકક્ષાના મંત્રી
સતત છઠ્ઠીવાર ચૂંટણી જીત્યા છે. ભાજપ માટે સૌથી મજબૂત કોળી પટેલ સમાજનો ચહેરો છે. કોળી સમાજ એકધારી રીતે ભાજપની સાથે રહ્યો છે. જોકે, ભાજપે કોળી બેઠકો પર સારો દેખાવ કર્યો નથી. પુરુષોત્તમ સોલંકીને મંત્રી બનાવી કોળી સમાજને રાજી કરવાનો પ્રયાસ કરાયો છે. કેશુભાઈ, મોદી, આનંદીબેન અને રૂપાણી સરકારમાં મંત્રી તરીકે કાર્ય કરી ચૂક્યા છે.
વાસણ આહીર-રાજ્યકક્ષાના મંત્રી
આહીર સમાજના નેતા અને કચ્છમાં પ્રભુત્વ ધરાવે છે. ભૂજ અને અંજાર સીટ પરથી ચૂંટણી જીતી ચૂક્યા છે. આ વખતે પણ અંજારમાં ચૂંટણી લડ્યા અને જીત્યા છે. પાંચમી વાર ધારાસભ્ય બન્યા છે. મોદી અને આનંદીબેન સરકારમાં કામ કરવાનો અનુભવ છે. જ્યારે પાછલી રૂપાણી સરકારમાં સંસદીય સચિવ રહી ચૂક્યા છે.
ઈશ્વરસિંહ પટેલ-રાજ્યકક્ષાના મંત્રી
કોળી પટેલ સમાજના નેતા છે. ભરૂચની અંકલેશ્વર સીટ પરથી ચોથી વાર ચૂંટણી જીત્યા છે. રૂપાણી અને મોદી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલો પર તેમનો પ્રભાવ છે.
કુમાર કાનાણી-રાજ્યકક્ષાના મંત્રી
પાટીદાર અનામત આંદોલનનું એપિ સેન્ટર ગણાતી સુરતની વરાછા રોડ વિધાનસભાથી ટીકીટ આપવામાં આવી અને 13 હજારના માર્જિનથી ચૂંટણી જીત્યા છે. કાનાણીને જીતનો રિવોર્ડ મળી રહ્યો છે. તેઓ બીજી વાર ધારાસભ્ય બન્યા છે. સુરતમાં પાટીદાર આંદોલનની ઈફેક્ટને ઓછી કરવામાં તેમનો મોટો હાથ હતો. તેઓ પ્રથમ વાર મંત્રી બની રહ્યા છે.
વિભાવરીબને દવે-રાજ્યકક્ષાના મંત્રી
રૂપાણી સરકારમાં એક માત્ર મહિલા મંત્રી અને બ્રાહ્મણ સમાજના ચહેરા તરીકે વિભાવરીબેન દવેને સ્થાન આપવામાં આવ્યું છે. ત્રીજી વખત ચૂંટણી જીત્યા છે. ભાવનગરના પ્રથમ મહિલા મેયર તરીકે રહી ચૂક્યા છે. વિજય રૂપાણી સરકારમાં સંસદીય સચિવના પદ પર હતા.
બચુ ખાબડ-રાજ્યકક્ષાના મંત્રી
દાહોદના દેવગઢ બારીયાની બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી. 2002 બાદ 2012માં બચુ ખાબડે આ સીટ જીતી. આના કારણે તેમને આનંદીબેન સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા. રૂપાણી સરકારમાં પણ મંત્રી હતા. 2017માં ત્રીજી વાર જીત્યા અને કોંગ્રેસને પરાસ્ત કરી છે.
રમણ પાટકર-રાજ્યકક્ષાના મંત્રી
દક્ષિણ ગુજરાતના બીજા મજબૂત આદિવાસી નેતા છે. 1995માં આદિવાસી વિસ્તારમાં ભાજપનો પાયો નાંખ્યો. વલસાડ જિલ્લાની ઉંમરગામ સીટ પરથી તેઓ સતત પાંચમી વાર જીત્યા છે. પહેલી વાર તેમને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે.
ઈશ્વર પરમાર-રાજ્યકક્ષાના મંત્રી
આ વખતે રૂપાણી સરકારનાં દલિત ચહેરા છે. જ્યારે ગુજરાત ભાજપના મોટાભાગના દલિત નેતા ચૂંટણી હારી ગયા તો ભાજપે યુવા દલિત નેતાને આગળ કર્યા છે અને પહેલી વાર મંત્રી મંડળમાં સ્થાન આપ્યું છે. તેઓ બીજી વાર ધારાસભ્ય બન્યા છે.
જયદ્રથસિંહ પરમાર
મધ્ય ગુજરાતમાં ભાજપનો મજબત ક્ષત્રિય ચહેરો છે. કોંગ્રેસનાં વર્ચસ્વવાળી પંચમહાલ જિલ્લાની હાલોલ સીટ પરથી 2002થી સતત જતી રહ્યા છે. મોદી, આનંદીબેન અને રૂપાણી સરકારમાં મંત્રી તરીકે રહ્યા છે.
Related Posts
Top News
‘મારા કાકા ધારાસભ્ય છે’, ટોલ માગવા પર ભાજપના MLAના ભત્રીજાનો હોબાળો, બેરિકેડ્સ ઉઠાવીને ફેંક્યા
સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ આદેશ- જ્યાં રખડતા કૂતરા દેખાય પકડી લો, કોઈ રોકે તો અમે...
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નવું આવકવેરા બિલ 2025 રજૂ કર્યું, જાણો શું છે આમાં અલગ
Opinion
-copy.jpg)