- Kutchh
- ગુજરાતમાં 156 સીટ છતા સી.આર.પાટીલે માફી કેમ માંગવી પડી?
ગુજરાતમાં 156 સીટ છતા સી.આર.પાટીલે માફી કેમ માંગવી પડી?

ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચે રાજપૂત સમાજની વિરુદ્ધમાં જે નિવેદન આપ્યું તેના 11 દિવસ થવા છતા વિવાદ થાળે નથી પડ્યો. મંગળવારે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે 2 હાથ જોડીને રાજપૂત સમાજની માફી માંગવી પડી.
સી. આર. પાટીલ એવા નેતા છે કે જેમણે તેમની રાજકીય કારકીર્દીમાં ક્યારેય માફી માંગી નથી કે આટલા મજબૂર ક્યારેય જોવા મળ્યા નથી.આનું કારણ એવું છે કે રાજપૂત સમાજનું સામાજિક અને રાજકીય બંને રીતે જબરદસ્ત વર્ચસ્વ છે.
ગુજરાતમાં આખા નોર્થ બેલ્ટમાંથી લોકો ધંધા રોજગાર માટે અહીં આવીને વસેલા છે, જેમાં રાજપૂત સમાજ પણ મોટા પ્રમાણમાં છે. હવે જો ગુજરાતનો આ વિવાદ આખા નોર્થ બેલ્ટમાં પ્રસરે તો ભાજપને મોટું નુકશાન થાય. ઉત્તર પ્રદેશથી માંડીને ઉત્તરાખંડ સુધી રાજપૂતો વસેલા છે. ભાજપ નોર્થ બેલ્ટમાં જ જીત મેળવે છે. સાઉથમાં ભાજપને મુશ્કેલી છે.
Related Posts
Top News
કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ
Realme GT કોન્સેપ્ટ ફોનનું રહસ્ય ખુલ્યું, તમને મળશે 10000mAh બેટરી સાથે 320Wનું ચાર્જિંગ
બીજા દેશોમાં શાંતિ રાખવાની વાત કરતા ટ્રમ્પ આ દેશને યુદ્ધની ધમ-કી આપે છે
Opinion
