નાનપણમાં પુસ્તક ખરીદવાના પૈસા નહોતા, ઈસરોના આ વૈજ્ઞાનિક કપલે નામ રોશન કર્યું

તમે સાંભળ્યું હશે કે મહેનત રંગ લાવે છે. જો સંઘર્ષ કરો તો તેનું ફળ જરૂરથી મળે છે. કરનાલના એક નાના પરિવારથી આવનાર 2 વૈજ્ઞાનિકોએ દેશનો દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. કરનાલના નાનકડા પરિવારમાંથી આવતા દીપાંશુ ગર્ગ અને તેની પત્ની સાથેની ઈસરોની ટીમે ચંદ્રયાન-3ની ચંદ્ર પર સોફિટ લેન્ડિગ કરાવીને એક મિસાલ કાયમ કરી છે. દીપાંશુ ગર્ગનો પરિવાર કરનાલના કલેંદરી ગેટ પર રહે છે. પરિવારે જણાવ્યું કે, દીકરાનું નાનપણ સંઘર્ષમાંથી પસાર થયું છે. દીપાંશુના પિતા એક કપડાની દુકાનમાં કામ કરતા હતા અને મા હોમમેકર હતી. માતાની તબિયત ખરાબ રહેતી હતી પણ અભ્યાસને લઇ દરેક ક્ષેત્રમાં દીપાંશુ સારા નંબર લઇ આવતો હતો. એક સમય એવો પણ હતો જ્યારે દીપાંશુના પરિવાર પાસે પુસ્તક ખરીદવાના પૈસા પણ નહોતા. ત્યારે તેના કાકા પુસ્તકો અપાવવામાં મદદ કરતા હતા.

દીપાંશુએ તેનું સ્કૂલ એજ્યુકેશન કરનાલથી પાસ કર્યું. ત્યાર પછી એન્જીનિયરિંગ કરી અને ખાનગી નોકરી શરૂ કરી દીધી. પણ દિપાંશુની કંઇક અલગ કરવાની ઇચ્છાએ તેને આ મુકામે પહોંચાડી દીધો. તેણે એવું કરવું હતું કે તેની આસપાસના કોઇએ આવું કામ કર્યું ન હોય. માટે તે નોકરીની સાથે અભ્યાસ પણ ચાલુ રાખતો હતો. તેણે ઈસરોની પરીક્ષા આપી અને તેમાં સફળતા મળી. ઈસરોની ટીમમાં તેણે જગ્યા બનાવી. લગભગ 2017માં દીપાંશુએ ઈસરો જોઇન કર્યું હતું. ત્યાં જ કામ કરી રહેલી વૈજ્ઞાનિક એશ્વર્યા સાથે તેણે લગ્ન કર્યા. બંને ઈસરોની એ ટીમમાં કામ કરી રહ્યા હતા જેણે ચંદ્રયાન-3ને ચંદ્ર પર મોકલ્યું છે.

જ્યારે ચંદ્રયાન-2 નિષ્ફળ થયેલું ત્યારે બંને નિરાશ પણ થયા હતા પણ તેણે હિંમત છોડી નહી અને મહેનત રંગ લાવી. ચંદ્રયાન-3નું ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિગ તેનું પરિણામ છે. તેમના પિતા અને માતા તેમની સાથે જ ત્યાં રહે છે. પરિવારના બાકીના લોકોએ તેની સાથે વાત પણ કરી અને તેમના માટે ખુશીની ક્ષણ છે. ત્યાંથી બંનેની તસવીર પણ સામે આવી છે. તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું કે હવે તેમની ટીમ વધુ એક મિશન પર કામમાં લાગી ગઇ છે. આજે પરિવારમાં ખુશી છે. મિઠાઇઓ વહેંચવામાં આવી રહી છે.

જણાવીએ કે, ભારતના મહત્વકાંક્ષી મૂન મિશન ચંદ્રયાન-3એ ઘણી બાધાઓ અને મુશ્કેલીઓને પાર કરતા બુધવારે સાંજે ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરી દેશને દુનિયાના ખાસ અવકાશ ક્લબમાં સામેલ કરી દીધું છે. આ લેન્ડિંગની સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવની પાસે અવકાશ યાન ઉતારનારો દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. 

About The Author

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.