યામાહાએ 150 CCની ક્લાસિક સ્ટાઇલ બાઇક GT 150 ફેઝર લોન્ચ કરી, જાણો કિંમત

જાપાનની ટુવ્હીલર મેન્યુફેકચરર કંપની યામાહાએ પોતાના ટુવ્હીલર પોર્ટફોલિયોને અપડેટ કરતા 150 CCની ક્લાસિક સ્ટાઇલ વાળી મોટરસાઇકલ લોન્ચ કરી છે. કંપનીએ પોતાની આ બાઇકને GT 150 ફેઝર નામ સાથે ચીનના બજારમાં રજૂ કરી છે. તેની કિંમત 13390 યુઆનથી શરૂ થશે. આ કિંમતને ભારતીય મુદ્રામાં ગણીએ તો તે લગભગ 1.60 લાખ રૂપિયા જેટલી થાય છે.

યામાહા GT 150 ફેઝરને 150 ક્યુબિક સેન્ટીમીટરના એન્જિન સાથે લાવવામાં આવી છે. આ બાઇક વ્હાઇટ, ડાર્ક ગ્રે, લાઇટ ગ્રે અને બ્લુ કલરના ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. બાઇકને સ્પોર્ટી લુક આપવા માટે ફેન્ડર, એલોય વ્હીલ્સ, એક્ઝોસ્ટ, એન્જિન અને ફ્રંટ અને રિયર સસ્પેન્શન આપવામાં આવ્યું છે, તેનો કલર બ્લેક રાખવામાં આવ્યો છે. સિગ્નેચર રેટ્રો બિટ્સમાં રાઉન્ડ હેડલેમ્પસ, રિયર વ્યુ મિરર અને ટર્ન સિગ્નલ્સ આ બાઇકને ક્લાસિક લુક આપે છે. તે સિવાય આ બાઇકમાં ઓલ LED લાઇટ્સ, 12V ડીસી ચાર્જિંગ સોકેટ, ફોર્ક ગેટર્સ, ટિરયડ્રોપ શેપ્ડ ફ્યુલ ટેન્ક, ક્વિલ્ટેડ પેટર્નમાં ટેન લેધર સીટ્સ અને ટ્રેકર સ્ટાઇલ સાઇડ પેનલ પણ આપવામાં આવ્યા છે.

રોજીંદા ઉપયોગ માટે આ બાઇક બેસ્ટ સાબિત થઇ શકે છે. તેની સીટની ઉંચાઇ 800 મીલીમીટર છે. તેના પર બે લોકોના બેસવા માટે પર્યાપ્ત જગ્યા છે. તે સીટ લાંબી અને ઘણી આરામદાયક પણ છે. જોકે, એક ગ્રેબ રેલ ગાયબ છે. આ બાઇક હલકી ફુલકી ઓફરોડ પરિસ્થિતિમાં પણ ચાલવા માટે સક્ષમ છે.

યામાહા GT 150 ફેઝર બાઇકમાં 150 CCનું એન્જિન છે. તે 7500 RPM પર 12.3 હોર્સપાવરનો અધિકતમ પાવર અને 12.4 ન્યુટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે. બાઇકમાં રિયર અને ફ્રંટમાં 18 ઇંચના વ્હીલ આપવામાં આવ્યા છે, જેમાં આગળ 90/90 અને પાછળ 100/80ની સાઇઝના ટાયર આપવામાં આવ્યા છે. બાઇકનો વ્હીલબેસ 1330 મીલીમીટર છે અને તેનું વજન 126 કિલોગ્રામ છે. તેમાં 12.5 લીટરની કેપેસિટી વાળું ફ્યુલ ટેન્ક છે.

યામાહા GT 150 ફેઝરને ભારતમાં ક્યારે લોન્ચ કરવામાં આવશે તે વિશે હજુ સુધી કોઇ પ્રકારની જાણકારી સામે આવી નથી. આ બાઇક ભારતમાં બજાજ પલ્સર 150, TVS અપાચે 150 જેવી બાઇકોને સીધી ટક્કર આપશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.