- Agriculture
- પાટણના યુવાને 18 જ મહિનામાં તાઇવાન જામફળ ઉછેરી 1.50 લાખનો ચોખ્ખો નફો કર્યો
પાટણના યુવાને 18 જ મહિનામાં તાઇવાન જામફળ ઉછેરી 1.50 લાખનો ચોખ્ખો નફો કર્યો
પાર્થ પટેલે તાઈવાન જામફળની ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. 18 મહિનામાં ઝાડ ઉછેરી 3 લાખના જામફળ પેદા કરીને રૂ.1.50 લાખ ચોખ્ખો નફો મેળવ્યો છે. ઓછા પાણી અને ઓછા ખર્ચમાં પણ વધુ પ્રમાણમાં ફળ આવે છે. સફરજન જેટલા પોષક મૂલ્ય ધરાવે છે. તેમણે રેડ મલેશિયન જામફળ ખેતી કરી છે.
અઢી વિઘા જમીનમાં 15x15ના બ્લોકમાં 221 તાઈવાન જામફળના છોડ રોપ્યા હતા. છાણીયું ખાતર તથા બોનમીલ નાંખી ટપક સિંચાઈ કરી હતી. 18 મહિનામાં તાઈવાન જામફળના 221 પરથી ૩૦૦૦ કિલો જામફળ મેળવ્યા છે. બાગાયત વિભાગે તેને સારી એવી આર્થિક મદદ કરી હોવાનું બાગાયત વિભાગના અધિકારી જણાવી રહ્યાં છે.
કિલોના રૂ.100 ભાવ મળ્યો
ઓર્ગેનિક પદ્ધતિથી વાવેતર અને મોટા કદના ફળના બજારમાં રૂ.100 કિલોનો ભાવ મળ્યો હતો. રૂ.3 લાખનું ઉત્પાદન મેળવ્યું હતું. જેમાં રૂ.1.50 લાખનો નફો કર્યો છે.
વર્ષમાં બે વખત ફળ
પાટણના સરસ્વતિ તાલુકાના ચોરમારપુરા ગામના ખેડૂત તાઈવાન જામફળના વૃક્ષોની યોગ્ય પદ્ધતિથી ખેતી કરી પાર્થ પટેલ શિયાળો અને ઉનાળો એમ બે ઋતુમાં ઉત્પાદન મેળવશે.
બીજા વરસે નફો વધશે
20-25 વર્ષનું આયુષ્ય ધરાવતા જામફળના છોડમાં બીજા વર્ષથી નફાનું પ્રમાણ વધશે. ગુજરાતની આબોહવાને અનુરૂપ થઈ રેડ મલેશિયન જામફળ કેટલું ઉત્પાદન અને નફાકારકતા આપી શકે છે તે હજી બીજા બે વર્ષ પછી જાણી શકાશે.
પિતાના પગલે વારસો
બી.એસ.સી. એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યા બાદ તેના પિતા દિનેશભાઈ સાથે નર્સરીમાં કામ શરૂ કર્યું હતું. 12 વર્ષથી પોતાના પિતા નર્સરી કરે છે. નર્સરીના મધર બ્લોકમાં તાઈવાન જામફળની સાથે કલમ કરીને મલેશીયાથી મંગાવેલા રેડ મલેશીયન જામફળના સીડ્સમાંથી પ્રાયોગીક ધોરણે 18 જેટલા છોડ તૈયાર કર્યા છે.
હાથ અને પગના પંજા વગર હિંમત
એક હાથ અને એક પગના પંજા વગર જન્મેલા અને માત્ર 24 વર્ષની ઉંમરે દિવ્યાંગતાને પડકારી બાગાયતી ખેતી તરફ વળેલો શિક્ષિત યુવાન પાર્થ પટેલ પ્રગતિશીલ ખેડૂતો માટે પ્રેરણારૂપ છે.

