- Agriculture
- ગુજરાતમાં ચમત્કાર: સેક્સ વર્ધક ટોનિક જેવા બે છોડ મળ્યા
ગુજરાતમાં ચમત્કાર: સેક્સ વર્ધક ટોનિક જેવા બે છોડ મળ્યા
ગુજરાતમાં એક ચમત્કારિક સંશોધન થયું છે. આ સંશોધનની મદદથી પુરૂષના પ્રજનન તંત્રની ક્ષમતા સુધારવાનો પ્રયાસ કરવામાં આવશે. આણંદ યુનિવર્સિટીએ આ સંશોધન કર્યું છે.
ગુજરાતમાં બે છોડ કે જે મોટાપ્રમાણમાં ઉગી રહ્યાં છે તેમાં સંશોધન કરતાં આ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. નિરજ વ્યાસને ચમત્કારિક નવી બાબત જાણવા મળી છે. વર્ધારો અને એખારો નામની આ બે વનસ્પતિમાંથી જે કેમિકલ મળ્યું છે તે વાયગ્રા જેવું છે. દેશી વાયગ્રા તેનાથી બની શકશે.
આ બન્ને છોડ કામવાસના વધારે છે. ઇરેક્ટાઇલ ડિફંકશનની સારવાર કરી શકે છે. સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે તેમજ ફર્ટિલીટી લેવલમાં પણ સુધારો કરે છે. નદીના પટમાં ઉગતા આ બન્ને છોડના પાંદડા અને દાંડીનો ઉપયોગ આદિવાસી પરિવારો વર્ષોથી ઉપયોગ કરી રહ્યાં છે.
વજિકરણ ચિકિત્સામાં એવા 60 ઔષધિય પ્લાન્ટનો ઉલ્લેખ છે કે ખામીયુક્ત વિર્ય, સ્પર્મટનિનેસિસ અને જાતીય શક્તિના કિસ્સામાં ફાયદારૂપ થાય છે. આ ડોક્ટરે એસોસિયેટ પ્રોફેસર મનન રાવલના નેજા હેઠળ પુરૂષ વ્યંધત્વ ઉપર આયુર્વેદિક ઔષધિય છોડની અસર વિષય પર પીએચડી કર્યું છે.
વર્ધારો કે જેને સંસ્કૃતમાં સમુદ્ર શોખ કહે છે અને અખારો કે જેને કોકીલક્ષ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાસના જણાવ્યા પ્રમાણે પ્રક્લિનિક ટ્રાયલ દરમ્યા ઉંદરના સ્પર્મ કાઉન્ટમાં વધારો થયો છે. હવે ફાર્મા કંપનીઓ આ બન્ને વનસ્પતિનો ઉપયોગ સેક્સ ઉત્તેજક દવા બનાવવામાં કરી શકશે.

