- Agriculture
- દુનિયામાં ખાંડના સૌથી મોટા ઉત્પાદક ભારતને નિકાસબંધી કેમ કરવી પડી?
દુનિયામાં ખાંડના સૌથી મોટા ઉત્પાદક ભારતને નિકાસબંધી કેમ કરવી પડી?
(દિલીપ પટેલ).ભારતે 1 જૂનથી ખાંડની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. પરંતુ, દરેકના મનમાં પ્રશ્ન એ છે કે આખરે, ખાંડના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક ભારતને તેની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની ફરજ કેમ પડી? કારણ કે 2021-22માં અગાઉની સિઝન કરતાં 17 ટકા વધુ ઉત્પાદન થવાની ધારણા છે. ગુજરાતમાં 2.22 લાખ હેક્ટરમાં 1.75 કરોડ કિલો શેરડીનું ઉત્પાદન થવાની ધારણા હતી. આગલા વર્ષે 1.60 લાખ હેક્ટરમાં વાવેતર હતું. વાવેતર દર વર્ષે ઘટી રહ્યું છે.
ખાંડ નિયામક તો કહે છે કે ગુજરાતમાં કુલ ખેતી લાયક 125 લાખ હેક્ટરમાંથી 1.51 લાખ હેક્ટરમાં શેરડીની ખેતી થાય છે. 5 લાખ ખેડૂતો શેરડી પકવે છે. 2018-19માં સહકારી ખાંડ મિલોએ 3000 કરોડ રૂપિયાની 86.65 લાખ ટન શેરડી પીલીને 9.32 લાખ ટન ખાંડ પેદા કરી હતી. ખાનગી સાથે કુલ 11 લાખ મે. ટનથી વધારે ખાંડ બનતી નથી. ખાંડ મિલોમાં 5.50 લાખ મજૂરો કામ કરે છે.
5 ખાંડ મિલો હાલ બંધ કરી દીધી છે. બારડોલીમાં 2.02 લાખ ટન ખાંડ સૌથી વધારે પેદા થાય છે. શેડીના વજનમાંથી 11 ટકા જ ખાંડ બને છે. સુરતમાં સૌથી વધું 68 હજાર હેક્ટરમાં 50.25 લાખ ટન શેરડીનું ઉત્પાદન સાથે જે ગુજરાતના 42-43 ટકા વાવેતર હિસ્સો છે. બીજા નંબર પર ભરૂચમાં 40 હજાર હેક્ટરમાં 28 લાખ ટન છે જે ગુજરાતનો 18 ટકા વાવેતર હિસ્સો છે.
6 જિલ્લા એવા છે જે પોતાને ત્યાં પાકતાં કૃષિ ઉત્પાદનોમાં સૌથી વધું શેરડી વાવે છે. જેમાં નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી છે. 14 ખાંડ સહકારી મંડળીઓ રોજના 62500 ટન શેરડી પિલાણ ક્ષમતા ધરાવે છે. બે ખાનગી ખાંડ મીલો રોજના 2750 ટન શેરડી પિલાણ ક્ષમતા ધરાવે છે.
2022માં ઉત્પાદન
ગુજરાતમાં 15 એપ્રિલ 2022 સુધીમાં 10.77 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે. ગયા વર્ષે 9.50 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું.
વપરાશ
ભારતમાં ખાંડનો વપરાશ આશરે 278 લાખ મેટ્રિક ટન હોવાનો અંદાજ છે. 20 કિલો માથાદીઠ ખાંડ વપરાય છે. જે વૈશ્વિક સરેરાશ કરતા ઓછો છે. ગુજરાતમાં 150 કરોડ કિલો ખાંટ વરાતી હોવાનો અંદાજ છે. માથાદીઠ સરેરાશ 15.40 કિલો ખાંડ ગુજરાતની મિલો પેદા કરે છે. માથાદિઠ 5 કિલો ખાંડ બીજા રાજ્યોતી આયાત કરવી પડે છે. ગુજરાતથી નિકાસ ઓછી થાય છે. ખાંડ ખાવામાં ગુજરાતીઓ આગળ છે પણ ખાંડ પેદા કરવામાં ખેડૂતો નબળા છે. કારણ કે તેમને પૂરા ભાવ મળતા નથી.
બ્રાઝીલ
બ્રાઝીલ સહિત વૈશ્વિક સ્તરે ખાંડની અછત ઊભી થઈ શકે અને વૈશ્વિક સ્તરે માંગ વધી શકે છે. બ્રાઝિલ વિશ્વનું સૌથી મોટું ખાંડ નિકાસકાર છે. ભારત ખાંડનો બીજો મોટો નિકાસકાર દેશ છે. પાંચ વર્ષ પહેલા 2017-18માં ભારતે 6.2 લાખ મેટ્રિક ટન ખાંડની નિકાસ કરી હતી. આ વર્ષે 30 હજાર કરોડની ખાંડ નિકાસ થવાની ધારણા હતી.
ભાવ
ભારતમાં ખાંડની જથ્થાબંધ કિંમત 3150 રૂપિયાથી 3500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. જ્યારે છૂટક ભાવ 36 થી 44 રૂપિયા પ્રતિ કિલો છે. ભારતમાંથી ખાંડની નિકાસ - ટન
2017-18 6.2
2018-19 38
2019-20 59.60
2020-21 70
2021-22 - 100 અંદાજિત
ખાંડનું ઉત્પાદન આશરે 350 લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ છે.
ખાંડની સિઝન 2021-22ની શરૂઆતમાં લગભગ 85 લાખ મેટ્રિક ટન ખાંડનો સ્ટોક હતો.
ખાંડની નિકાસ 100 લાખ ટન થવાનો અંદાજ છે. 82 લાખ ટન નિકાસ કરી દેવામાં આવી છે.
ભારતમાં દર મહિને આશરે 23 લાખ મેટ્રિક ટન ખાંડનો વપરાશ થાય છે.
ખાંડ મિલોએ નિકાસ માટે ઓનલાઈન માહિતી આપવી પડશે. જ્યારે 31 મે, 2022 સુધી નિકાસ માટે કોઈ મંજૂરીની જરૂર નથી. ભારત UAE, મલેશિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, અફઘાનિસ્તાન અને કેટલાક આફ્રિકન દેશોમાં ખાંડની નિકાસ કરે છે.દેશના 3 ટકા 1.8 લાખ હેક્ટરમાંશેરડી ગુજરાત પકવે છે.ગુજરાત 7માં નંબરનું રાજ્ય સમગ્ર દેશમાં છે.
ઇથેનોલ
2021-22માં 35 લાખ ટન ખાંડ ઇથેનોલ માટે વાપરવાનું નક્કી કર્યું છે. 2024-25 સુધીમાં લગભગ 60 લાખ ટન ખાંડને ઇથેનોલમાં રૂપાંતરિત કરવાનું લક્ષ્ય છે.
20 ટકા સુધી ઈંધણમાં ઇથેનોલ ઇંધણમાં મિક્સ કરી શકાય છે. ઓછા ઉત્પાદનના કારણે હાલ સરેરાશ 4 ટકા ઇથેનોલ જ ઇંધણમાં મિક્સ કરી શકાય છે. ઇથેનોલનું ઉત્પાદન વધે તો ખાંડ ઉદ્યોગની સાથે શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ ફાયદો થઈ શકે પણ કેન્દ્ર અને ગુજરાત સરકાર એવું કરતી નથી.
ખોટ
ખોટનો ધંધો શેરડીની ખેતીમાં સૌરાષ્ટ્રમાં થયો છે. તેથી 20 વર્ષમાં શેરડી પકવતાં ખેડૂતો ઘણાં ઓછા થઈ ગયા છે. સૌરાષ્ટ્ર ઝોનમાં છ ખાંડ ફેકટરી હતી જે પૈકી ધોરાજી, તળાજા અને ગાવડકા ફેકટરીઓ નામ શેષ થઇ ગઇ બાકી રહેતી તાલાળા-ઉના અને કોડીનાર ત્રણેય ખાંડ ફેકટરીઓ બંધ છે. સરકારે કોઈ જ મદદ ન કરી. ખાંડ ફેકટરીઓ બંધ થતાં માત્ર ગોળ જ બને છે. ગોળમાં મંદી રહે છે.
ગોળ
સૌરાષ્ટ્રમાં ગોળનું ઉત્પાદન અંદાજે 60 ટકા જેટલું ઘટવાનો અંદાજ બહાર આવ્યો છે. તાલાલા, કોડીનાર અને સુરત એમ કુલ મળીને માંડ માંડ 22-25 લાખ ડબા ગોળ બને છે. અગાઉના વર્ષમાં ઉત્પાદનનો આંકડો 60-65 લાખ ડબા જેટલો રહેતો હતો.

