સમાજને તોડવાનું કામ થોડાક લોકો કરે છે પણ ભોગવવાનું સંપૂર્ણ દેશને થાય છે

વાસ્તવમાં આપણા સમાજને તોડવાનું કામ,સમાજને વિભિન્ન રીતે છુટા પડવાનું કામ આપણે બધા જ જોઈ રહ્યા છીએ. દેશમાં આવું સમાજને તોડવાનું કામ થોડાક લોકો કરે છે.પણ ભોગવવાનું સંપૂર્ણ દેશને થાય છે.આમ કંઈક અંશે વિદેશી શક્તિ પણ સામેલ હોય એવું મને લાગી રહ્યું છે.સમાજ તોડનારાઓના પ્રયત્નો અલગ અલગ સમાજ સાથે સંપર્ક બનાવીને એક બીજાની સામે ભડકાવાનું કામ કરી રહ્યા છે.આવા લોકો તેમના વિદેશી આકાઓના ઈશારે સમાજમાં રહીને સમાજને છુટા પડવાનું કાર્ય કરી રહ્યા છે. હિન્દૂ સમાજમાં જાતિ જ્ઞાતિના ભેદ કેમ વધતા જાય ,સતત તેના પ્રયત્નો સામ્યવાદી સંગઠનો,મુસ્લિમ સંગઠનો,મિશનરીઝ કરી રહ્યા છે. જે મોરેશ્વરજી જોશીની પુસ્તક "ષડયંત્ર ભારત વિખંડનનું"માં તેઓએ સ્પષ્ટ કરેલ છે. મને એવું લાગે છે.

આ વિષય ઉપર બધાજ લોકોએ આત્મચિંતન કરવાની જરૂર છે.આ પરિસ્થિતિ સમાજમાં એટલા માટે ઉદ્ભવ થાય છે કે આપણે જોઈએ કે સમાજમાં હજુ ક્યાંને ક્યાં આભડછેટ રાખવામાં આવી રહી છે.સમાજમાં આ છુઆછુતનો વ્યવહાર ક્યાંક જોવા મળે છે.ત્યારે આપણે જ બહાર આવીને બધાને જાગૃત કરી આ વ્યવહારમાં આવેલા સ્વભાવને સમાજમાં થી બહાર કાઢવો પડશે.આપણા હિન્દૂ સમાજમાં એકતા,અતરંગતા,સમરસતા આ બધા જ વિષયો આદિકાળ જોવા મળે છે.જેનું શ્રેષ્ઠ ઉદાહરણ સોમનાથ મંદિર પર જયારે મહંમદ બેગડાએ આક્રમણ કર્યું ત્યારે મંદિરના રક્ષણ માટે જનજાતિ,ક્ષત્રિય,બ્રાહ્મણ,બનજારા સ્થાનિક બધાજ હિન્દૂ સમાજના ઘટકો જોડાયા હતા.જે આજે પણ ત્યાં પ્રતિમા અને પાડયાના સ્વરૂપે જોવા મળશે અને તેનો જીર્ણોદ્ધાર સરદાર પટેલ દ્વારા થયો હતો.

જ્યારે સામાજિક સમરસતા આપણા બધાંના આચરણમા અને વ્યવહારમાં આવશે ત્યારે આ છુઆછુંત નામના શબ્દો દૂર દૂર સુધી સમાજમાં જોવા મળશે નહીં.અને સમગ્ર સમાજમાં રાષ્ટ્રીય એકતાનું સ્વરૂપ જોવા મળશે.કોઈ પણ દેશનું નિર્માણ ,સર્વાંગીણ ઉન્નતિ એ સામજિક સમરસતા વગર સંભવ નથી.એકતા અને પ્રગતિની જે શર્ત છે.જે સમાજમાં એકતા,સમરસતા અને સમાજ માટે એક જ વ્યવહારની આવશ્યકતા છે.સમય અનુસાર ઘણા બધા પ્રયત્નો થયા છે.જ્યારે આ બધા જ પ્રયત્નો સફળ થશે.ત્યારે ભારત દેશને વિશ્વગુરુ બનાવી શકીશું.

કેટલીક અસમાનતા સામાન્ય રૂપમાં જોવા મળે છે.આ અસમાનતા સમાજની સાથે પરિવારમાં પણ જોવા મળે છે.પરિવારની જે અસમાનતા છે તેને વિવિધતા તરીકે ઓળખીયે છીએ.પણ આ વિવિધતામાં પણ એકતા અને આપણાપણાનો સ્વભાવ રહે છે.આ બધા પાસા આપણને જોડતા રાખે છે.જાતિ,પંથના અનેક પ્રકાર છે.પણ આ બધાને જોડવા વાળું જો કોઈ એક સૂત્ર છે તો એ સમાનતા છે.આદિકાળથી આપણા સમાજમાં સમાનતા જોવા મળી છે.આપણા ઋષિ મુનિઓ જેમણે સત્યનો સત્કાર થયો છે.જેમને ઈશ્વરની ભક્તિ સાચા મનથી કરી છે.પછીએ કોઈ પણ પંથના હોય કે જાતિના હોય.જેમાં ધ્યાનમાં આવે છે કે સંત રોહિદાસ,મહર્ષિ વશિષ્ઠ,મહર્ષિ વેદવ્યાસ,નારદ આવા અનેક સંતોએ સમરસતાની વાત કરી છે.અને એને આચરણમાં પણ લીધી છે.

સામાજિક સમરસતા પર સમાજમાં ઘણાબધા સમાજ સુધારકોએ કામ કરેલ છે.તેમનું એક જળહળતું નામ એટલે મહાત્મા જ્યોતિબા ફૂલે.સમાજ સુધારાની પૃષ્ઠભૂમિમાં મહાત્મા જ્યોતિબા ફુલેના વિચારો અને કર્યો અનેક દ્રષ્ટિથી ક્રાંતિકારી સાબિત થયા છે.મહાત્મા ફૂલેએ ક્રાંતિકારી સુધારવાદને એવી નક્કર કૃતિશીલતા પ્રદાન કરી છે.જે તે સમયના અન્ય સુધારાવાદી પ્રવાહોમા ન હતી.જ્યોતિબાના વિચારો તેમજ કાર્યોથી તમામ સામાજિક આંદોલનને નિશ્ચિત રીતે મૂળગામી અને દુરગામી પરિણામો આપનારી દિશા મળી.તેમાં કોઈ શંકાને સ્થાન નથી.તેઓએ સમાજમાં રહી સમાજના પછાત વર્ગોને વ્યસનમુક્ત કરવા,કુરિવાજો દૂર કરવા આ બધા આયોજનોની પાછળ તેમના મનમાં રહેલો એવો વિશ્વાસ હતો કે "શિક્ષણ સમાજ પરિવર્તનના પ્રભાવી સંસ્કારો આપવાનું માધ્યમ છે."તેમનું માનવું હતું કે શિક્ષણ સાધ્ય નહિ પણ સામાજિક ક્રાંતિ અને મનુષ્યના સામજિક અને સાંસ્કૃતિક વિકાસનું સાધન છે.મહાત્મા ફૂલેએ ઘણા વ્યકતિઓના આત્મવિશ્વાસને જગાડ્યા છે.અને સમાજમાં સમરસતા ફેલાવી છે.મહારાષ્ટ્રમાં થયેલા સમાજ પરિવર્તન તથા સામજિક ક્રાંતિમાં તેઓનું આધારભૂત યોગદાન રહ્યું છે.આશ્ચર્ય થાય કે કોઈ વ્યક્તિ સામજિક સમરસતા અને સમાજની વૃદ્ધિ માટે કઇ રીતે આવી નિશ્ચિતતા થી કામ કરી શકે.શ્રી ધનંજય કિરેએ જ્યોતિબાના કર્યોની સમલોચના કંઈક અલંકારીક પધ્ધતિથી કરી છે.તે યથાર્થ છે.મારા મત મુજબ જ્યોતિબાનો અર્થ થાય છે.જ્યોતિ એટલે પ્રકાશ અને આ જ્યોતિ જેણે સામજિક સમરસતા,માનવતા અને વિવેકવાદ પર પ્રકાશ પાથરીને રાષ્ટ્રને સાચો માર્ગ બતાવ્યો.

એવીજ રીતે સામાજિક સમરસતા માટે જો કોઈએ કાંટાળા માર્ગ પર ચાલીને સંઘર્ષ કર્યો હોય તો તે ડૉ. આંબેડકરજી છે.19મી સદીમાં સમગ્ર દેશમાં સમાનતાનો ડંકો વગાડનાર વ્યક્તિત્વ એટલે ડૉ. બાબાસાહેબ છે.સમાજ પરિવર્તન તેમજ પ્રબોધનપર્વની પાર્શ્વભુમીમાં ડૉ. બાબાસાહેબનો સાર્વજનિક જીવનમાં પ્રવેશ સામાજિક ક્રાંતિ ના માર્ગને બદલનારો શક્તિસ્રોત બની રહ્યો છે.સામાજિક સમરસતા,સામજિક ન્યાય,સામજિક મિલન જેવા સામાજિક પરિવર્તનના મુદ્દાઓને અગ્રક્રમ અપાવનાર સામાજિક નેતા એટલે આંબેડકરજી.

અનેક બુદ્ધિજીવી લોકો ડૉ.બાબાસાહેબ અને જ્યોતિબા ફુલે ને એક સુત્રે જોડ્યા છે.જેમાં કાંઈ ખોટું પણ નથી.કારણકે બન્નેની લાગણી હિન્દૂ સમાજમાં સામાજિક સમરસતા લાવવાની જ હતી.જ્યારે જ્યોતિબાને આ સામજિક કાર્યોની પ્રેરણા આત્મિક બુદ્ધિમાંથી આવી હતી અને બાબાસાહેબ પોતાના સ્વયંના અનુભવોથી સામાજિક કાર્ય માટે પ્રવૃત્ત થયા હતા.પરંતુ મારા ખ્યાલ થી આત્મિક બુદ્ધિ કેટલી પણ સંવેદનશીલ કે વ્યાપક હોય તો પણ અસ્પૃશ્યતાની દાહકતાનું માત્ર અનુમાન જ કરી શકે છે.તેની અનુભૂતિ કરી શકતી નથી.

આ સમરસતાના વિષયને લઈ આપણે વિચાર કરીયે તો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને સંઘની બીજી ઘણી ભગિની સંસ્થાઓ સામાજિક સમરસતાથી સમગ્ર દેશને એક તાંતણે બાંધવાના અવિરત પ્રયાસ કરી રહ્યા છે.સૌ જાણે છે કે આજે સંઘનું કાર્ય દેશમાં સામજિક સમરસતાના સિદ્ધાંતથી જ ચાલ્યું છે અને ચાલશે.દેશની વાત કરીયે તો 2000 વર્ષથી ધીમે ધીમે વિભિન્ન જાતિ અને પંથમાં સમાજ વિભાજીત થવા લાગ્યો.બાકી આપણા દેશમાં જન્મના આધારે જાતિ નહિ પણ કર્મના આધારે હતી.પરંતુ જ્યારે જન્મના આધારે જાતિ પ્રથા આવી ત્યારે કેટલાક સમાજ વિકસિત થયા તો કેટલાક પછાત રહ્યા.ત્યારે બીજા એક ડૉક્ટરને યાદ કર્યા વગર કેમ ચાલે આપણા ડૉ. હેડગેવારજી.તેઓની વાત કરીએ તો સમગ્ર દેશને સમરસતાથી જોડવા અને વિશ્વને દિશા આપનારો દેશ બનાવા 1925માં સંઘની સ્થાપના કરી ડૉ.સાહેબ સ્પષ્ટ કહેતા આપણે બધા એક જ માઁ ના સંતાનો છીએ એ છે 'ભારત માઁ' પછી ભલે કોઈ પણ જાતિ,પંથ કે બિરાદરીના હોઈએ. કોઈ પણ ઈશ્વરને માનતા હોઈએ. બધા આ ભારત માતાના જ સંતાનો છે.

આ વાત અત્યારે બોલવી સરળ છે.પણ તે સમયમાં જાતિવાદ ચરમ સીમાએ હતો.જયારે જયારે દેશમાં જાતિ જ્ઞાતિના ભેદભાવ થયા છે.ત્યારે દેશ બે ભાગમાં વહેંચાય ગયો હતો. તેવીજ રીતે હિંદુ શબ્દના ઉચ્ચ અને નીચ એમ બે ભાગ થઇ ગયા છે.ત્યારે ડૉ. હેડગેવારજીએ હંમેશા હિંદુ શબ્દનો જ આગ્રહ રાખ્યો છે.જે સમાજ માં સમરસતાની વાત સ્વામી વિવેકાનંદજી એ કરી હતી તે જ વાત ડૉક્ટર સાહેબે કરી હતી.એટલે જ આજે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે એક ગામ,એક સ્મશાન,એક મંદિર અને એક કૂવો એ વિચાર સમાજ સામે મુક્યો છે.

તેવી જ રીતે દેશનું ભવિષ્ય દેશના યુવાનની માનસિકતા પર નિર્ભર હોય છે.જ્યારે દેશના લાખો વિદ્યાર્થીઓ અને યુવાનોનું નેતૃત્વ કરનારું સંગઠન એટલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ.ખાલી દેશના વિશાળ છાત્ર આંદોલનોનું નેતૃત્વ જ ABVP કર્યું એવું નથી પણ સમાજની દરેક ક્ષતિ અને ખામીઓ પુરવાનું કામ પણ પોતાનું ઉત્તરદાયિત્વ સમજી ABVPના કાર્યકર્તાઓ લાગી પડ્યા છે.જણાવ્યા પ્રમાણે દેશના યુવાનોમાં સમરસતાનો ભાવ ઉભો કરો અને ભવિષ્યના સમરસ ભારતનું નિર્માણ કરવા વિદ્યાર્થી પરિષદ કટિબદ્ધ છે.જ્યારે મહારાષ્ટ્ર વિશ્વવિદ્યાલયનું નામ બદલવામાં આવી રહ્યું હતું ત્યારે બધા અસમંજસમાં હતા પરંતુ વિદ્યાર્થી પરિષદનો પક્ષ સ્પષ્ટ હતો કે વિશ્વવિદ્યાલયનું નામ ડૉ .બાબા સાહેબ આંબેડકર વિશ્વવિદ્યાલય જ રહેશે.અને વિદ્યાર્થી પરિષદના જ પ્રયત્નો બાદ વિશ્વવિદ્યાલયનું નામ ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશ્વવિદ્યાલય થાય છે.

વિદ્યાર્થી પરિષદ દ્વારા સામજિક સમરસતાને લઈ દેશભરમાં સમરસતા યાત્રાઓનું આયોજન થયું.અને 1980 માં રાયપુરમાં રાષ્ટ્રીય અધિવેશનમાં સર્વ સંમતીથી પ્રસ્તાવ પારિત કરાયો કે 6 ડિસેમ્બર બાબાસાહેબની પુણ્યતિથિએ ABVP રાષ્ટ્રીય કાર્યક્રમ સામજિક સમરસતા દિન તરીકે ઉજવશે.વિદ્યાર્થી પરિષદ એક સામજિકની સાથે વ્યવહારુ સંગઠન હોવા થી સ્પષ્ટ પણે એવું માનવું છે કે જો વ્યવહારમાં સમરસતા આવશે તો સમાજમાં સમરસતા આવશે.
વાસ્તવમાં આ લેખ હું લખું છે મને પણ ખબર છે કે સમાજમાં સમરસતા લેખ થી નહિ પણ વ્યવહારથી આવશે.જો સામાજિક,આર્થિક તથા દેશનો સર્વાંગી વિકાસ કરવો હશે તો સમરસતા ખુબજ જરૂરી પાસું છે.તો સમરસતાના વિચારોને આગળ વધારી એક સમરસ ભારત નું સર્વે નિર્માણ કરીયે..
पहले ओर बाद में भी,
हम भारतीय है ।

હિમાલયસિંહ ઝાલા
(લેખક ABVP ગુજરાતના પ્રદેશમંત્રી છે અને પ્રગટ થયેલા વિચારો તેમના વ્યક્તિગત વિચાર છે)

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.