- Assembly Elections 2023
- તેલંગાણા અને મિઝોરમમાં કોની સરકાર બનશે? જુઓ શું કહે એક્ઝિટ પોલ
તેલંગાણા અને મિઝોરમમાં કોની સરકાર બનશે? જુઓ શું કહે એક્ઝિટ પોલ

દેશના 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પુરી થઇ અને હવે 3 ડિસેમ્બરે મતપેટીઓ ખુલશે ત્યારે ખબર પડશે કે મતદોરોએ કોની પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. એ પહેલા તેલંગાના અને મિઝોરમમાં એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે તે જોઇએ. પહેલાં મિઝોરમની વાત કરીએ
મિઝોરમમાં 40 બેઠકો છે અને જીત માટે 21 સીટની જરૂર પડશે. ઇન્ડિયા ટુડે એક્સીસ માય ઇન્ડિયાનો એક્ઝિટ પોલ કહે છે કે મિઝોરમમાં MNFને 3થી 7, કોંગ્રેસને 2થી 4, ZPMને 28થી 35 અને ભાજપને 0થી 2 બેઠકો મળી શકે.
જનકી બાતનો એક્ઝિટ પોલ કહે છે કે મિઝોરમમાં MNFને 10થી 14, કોંગ્રેસને 5થી 9, ZPMને 15થી 25 અને ભાજપને 0થી 2 બેઠકો મળી શકે.
સી-વોટરનો એક્ઝિટ પોલ કહે છે કે MNFને 15થી 21, કોંગ્રેસને 2થી 8, ZPMને 12થી 18 અને ભાજપને શૂન્ય બેઠકો મળે, અન્યને 0થી 5 બેઠકો મળી શકે.
તેલંગાનાની વાત કરીએ તો, પોલસ્ટ્રાટનો એક્ઝિટ પોલ કહે છે કે BRSને 48થી 58, કોંગ્રેસને 49થી 56, ભાજપને 5થી 10 અને અન્ય પક્ષોમે 6થી 8 બેઠકો મળી શકે.
ટુડેઝ ચાણક્યનો એક્ઝિટ પોલ કહે છે કે BRSને 24થી 42, કોંગ્રેસને 62થી 80, ભાજપને 2થી 12 અને અન્ય પક્ષોને 4થી 7 બેઠકો મળી શકે છે.
જનકી બાતનો એક્ઝિટ પોલ કહે છે કે BRSને 40થી 55, કોંગ્રેસને 48થી 64 , ભાજપને 7થી 13 અને અન્ય પાર્ટીઓને 4થી 7 બેઠકો મળી શકે છે.
Related Posts
Top News
Hondaએ લોન્ચ કરી 'Honda CB125 Hornet' બાઇક, સ્ટાઇલિશ લુક... પ્રીમિયમ ફીચર્સ! જાણો કિંમત કેટલી
કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર
Opinion
