જાણો વર્ષ 2021મા લગ્નની શુભ તિથિઓ

વર્ષ 2020મા કોરોના વાયરસના પ્રકોપના કારણે આ વર્ષ લગ્નો ખૂબ જ ઓછા થયા. કેટલાક પ્રતિબંધોના કારણે મોટાભાગના લગ્નોને આવતા વર્ષ માટે ટાળી દેવામાં આવ્યા. કાળમુખો કોરોના આ વર્ષે લગ્નના અવસર ભરખી ગયો છે. કોરોનામાં થોડા ઘણાં લગ્ન થયા એ પણ લિમિટેડ સંખ્યા અને તંત્રની મંજૂરી સાથે. વર્ષ 2020 હવે પૂરૂ થવાના આરે છે તો લગ્ન વાંછૂકો માટે હવે આવતા વર્ષે કેટલીક શુભ તારીખો આવી રહી છે. તો આવો જાણીએ કે આવતા વર્ષે એટલે કે વર્ષ 2021મા લગ્ન માટે ક્યારે, ક્યારે શુભ તારીખો આવી રહી છે.

આવતા વર્ષના જાન્યુઆરી મહિનામાં લગ્ન માટે માત્ર એક શુભ દિવસ ઉપલબ્ધ છે. 18 જાન્યુઆરી, સોમવારનો દિવસ. 18 જાન્યુઆરી વર્ષ 2021નું પહેલું લગ્ન મુહૂર્ત હશે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લગ્ન માટે કોઈ પણ શુભ દિવસ ઉપલબ્ધ નથી. એપ્રિલ મહિનામાં લગ્ન માટે 8 શુભ દિવસ ઉપલબ્ધ છે.

18 જાન્યુઆરી બાદ લગ્નનું બીજું શુભ મુહૂર્ત 22 એપ્રિલે છે. એપ્રિલ મહિનામાં 22 એપ્રિલ પછી 24 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધી લગ્નનું શુભ મુહૂર્ત છે. વર્ષ 2021ના મે મહિનામાં લગ્ન માટે 15 શુભ દિવસ ઉપલબ્ધ છે. મે મહિનાની 1, 2, 7, 8, 9, 13, 14, 21, 22, 23, 24, 26, 28, 29 અને 30 તારીખો લગ્ન માટે શુભ છે.

વર્ષ 2021ના જૂન મહિનામાં લગ્ન માટે 9 શુભ દિવસ ઉપલબ્ધ છે. જૂન મહિનાની 3, 4, 5, 16, 19, 20, 22, 23 અને 24 તારીખ શુભ છે. વર્ષ 2021ના જુલાઈ મહિનામાં લગ્ન માટે માત્ર 5 શુભ દિવસ છે. 1, 2, 7, 13 અને 15 જુલાઈએ લગ્ન માટે શુભ તારીખો છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરના ત્રણેય મહિનામાં કોઈ પણ લગ્નની તારીખ ઉપલબ્ધ નથી. નવેમ્બર મહિનામાં લગ્ન માટે 7 દિવસ શુભ છે. નવેમ્બર મહિનાની શુભ તારીખો 15, 16, 20, 21, 28, 29 અને 30 છે. ડિસેમ્બર મહિનામાં લગ્ન માટે 6 દિવસ શુભ છે, ડિસેમ્બરમાં લગ્ન માટે 1, 2, 6, 7, 11 અને 13 ડિસેમ્બરની તારીખ આ વર્ષે લગ્ન માટે શુભ છે.

About The Author

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.