- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 19-10-2025
વાર- રવિવાર
મેષ - પાણીજન્ય રોગમાં ધ્યાન રાખવું, બચતની ચિંતા છોડી પુષ્કળ ભક્તિમાં આજે હનુમાનજીને મીઠી વસ્તુ અર્પણ કરો.
વૃષભ - બાળકો અંગે ચિંતાઓ રહે, સામાજિક કે પારિવારિક કાર્યમાં રચ્યા પચ્યા રહો, કામ ધંધાની ઉન્નતિ માટે આજે ગરીબોને દાન અવશ્ય આપો.
મિથુન - ઘર પરિવારમાં આજે સુમેળ રહે, ધંધાકીય પ્રગતિનો દિવસ, આજે તમે મહાકાળી માતાની ભક્તિ કરો.
કર્ક - હરવા ફરવામાં સાવચેતી રાખવી, વણમાંગી સલાહો આપવી નહીં, ધન વૃદ્ધિ અને તણાવ મુક્તિ માટે શિવજીની ભક્તિ કરો.
સિંહ - ભાઈ બહેનોની અવગણના ન કરવી, વાણીની મધુરતાથી ધન પ્રાપ્તિ થાય, આજે સંબંધો સુધારવાની ભાવના રાખી ભક્તિ અવશ્ય કરો.
કન્યા - વાણીમાં મીઠાશ રાખવી જરૂરી, આજના દિવસમાં આર્થિક લાભમાં વૃદ્ધિ થાય.
તુલા - આવક સાથે આજે ખર્ચાઓ પણ વધશે, બાળકોની બાબતમાં આનંદ રહે, પ્રેમ સંબંધ મજબૂત બને, આજે તમે મંદિરે શ્રીફળ અવશ્ય અર્પણ કરો, તણાવોમાં રાહત મળે.
વૃશ્ચિક - આર્થિક લાભ ન વધારો થાય, સંતાનો સાથે આનંદનો સમય માણો, આજના દિવસમાં તમે હનુમાનજીને મીઠી વસ્તુ અવશ્ય અર્પણ કરો, સુખ સંપતિને લગતી સમસ્યામાં રાહત મળે.
ધન - ધંધા નોકરીમાં કામ સરળ બને, ઘરની સમસ્યાઓમાં રાહત મળે, આજે સફેદ મીઠાઈ ભગવાનને અર્પણ કરવાથી બગડેલા સંબંધોમાં સુધાર આવશે.
મકર - હરવા ફરવામાં આનંદ રહે, સંબંધોનો સાચો લાભ મળે, આજે હનુમાનજીની ભક્તિમાં તેલનો દીવો અર્પણ કરો, ધનની વૃદ્ધિ થશે.
કુંભ - મનગમતા ભોજનનો લાભ મળશે, ધનની સ્થિતિ મજબૂત થાય, આજે સફેદ વસ્તુના દાનથી માનસિક શાંતિની પ્રાપ્તિ થાય.
મીન - સંબંધોમાં મીઠાશ આવે, આર્થિક પ્રગતિ સાથે થાકનો પણ અનુભવ થાય, મહાકાળી માતાની આરાધનાથી ભવિષ્યમાં રાહત મળે.
દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

