- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 21-10-2025
વાર- મંગળવાર
મેષ - સંબંધોમાં ખટાશ હોય દૂર કરો, સામાજિક કાર્યોમાં સફળતા મળશે, આજે માતાજીના દર્શને અવશ્ય જાઓ.
વૃષભ - આરોગ્યની કાળજી અવશ્ય લેવી, શત્રુઓથી સાવધાન રહો, ગણેશજીની ભક્તિ અવશ્ય કરો.
મિથુન - સંતાનો સાથે આજે ઉગ્ર ન થવું, નાણાંકીય રાહતનો દિવસ, આજે સામાજિક અવસરોમાં ભાગ લો.
કર્ક - વાગવા પડવાથી સાચવો, વધારાનું કામ આજે કરી શકશો, આજના દિવસમાં ઘરે સમય આપી શકશો.
સિંહ - હરવા ફરવામાં આનંદ રહે, મિત્રવર્ગ સાથે સમય સારો પસાર થાય, આજે તમે ભક્તિમાં વધારો કરો.
કન્યા - ધનની વૃદ્ધિ થાય, ગળાના ભાગમાં દર્દ પીડા રહે, તમારી વાણીના પ્રભાવથી કામ સરળ બનાવો.
તુલા - જિદ્દી વલણથી નુકશાન થશે, આળશ અને અરુચિથી દૂર રહો, આજના દિવસમાં ધાર્મિક પુસ્તકોનો સહારો લો.
વૃશ્ચિક - આજે ખર્ચ ઉપર કાબુ રાખો, દૂરના સંબંધીથી મિલન મુલાકાત થાય, આજે બચતને લગતા વિકલ્પો શોધો.
ધન - લાભ મેળવવામાં વિલંબ આવે, સંતાનો પ્રત્યે ચિંતા રહેશે, આજે તમે માતાજીની ભક્તિ અવશ્ય કરો.
મકર - પરિવાર માટે જિદ્દી વલણ નુકશાન કરી શકે છે, તમે આજે કોઈપણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો, આજે તમે તમારા શુભચિંતકની સલાહ અવશ્ય લો.
કુંભ - હરવા ફરવામાં વાહન ચલાવતા સાચવવું, કોઈપણ સાહસ આજે કરવુ નહીં, આજે તમે ભાઈ બહેનોના સંપર્કમાં રહો.
મીન - ખાવા પીવામાં ખાસ કાળજી લો, અગ્નિતત્વથી સાવચેત રહો, આજે તમારી ભક્તિમાં વધારો થાય. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

