- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 28-12-2025
વાર - રવિવાર
મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી ધનની સ્થિતિ મજબૂત બનેય
વૃષભ - હરોફરો પણ મન સુસ્ત લાગે, ભાઈ બહેન પડોશમાં વિવાદ ટાળવો, દેવ સ્થાનની મુલાકાત લઈ તમારા વિચારોમાં પરિવર્તન લાવી શકશો.
મિથુન - તમારી તબિયત પાછળ ધ્યાન આપવું જરૂરી બને, તમારી નાણાકીય સ્થિતિ સુધારવાના પ્રયાસ વધારો, ચંદનનું તિલક કરી બહાર નીકળજો ફાયદો થશે.
કર્ક - પતિ પત્નીમાં ઘર્ષણ ન થાય ધ્યાન રાખવું, તમારી જાતને સાબિત કરવામાં સમય જશે, પાણીમાં આજે કપૂર નાખી સ્નાન કરવાથી નકારાત્મક ઉર્જાઓથી બચી શકાય.
સિંહ - તમારી બચત પાછળ ખાસ ધ્યાન આપવું, થાકનો અનુભવ પણ થઈ શકે છે, હનુમાનજીના દર્શન આજે અવશ્ય કરશો.
કન્યા - બાળકોના વિષયમાં આજે સારો દિવસ, આજે તમે હરિ ફરી શકશો, જળાશય કે નદીના દર્શન કરવા.
તુલા - ઘર પરિવારમાં આજે ધ્યાન આપી શકશો, જુના દોસ્તારોને મળી આનંદ થાય. આજે ધાર્મિક પુસ્તક વાંચવાથી પ્રગતિના દ્વાર ખુલશે.
વૃશ્ચિક - ભાગ્યનો સાથ ન મળતો હોય એવું લાગે, યાત્રા પ્રવાસમાં સાચવવું, માતાજીનું ધ્યાન કરી ઘરથી નીકળવું લાભ થાય.
ધન - તમારી સારી વાણીથી ધન લાભ થઈ શકે છે, બહારનું ખાવામાં ધ્યાન રાખવું.
મકર - દિવસ શાંતિથી પસાર કરવો, મિત્રવર્ગને પોતાના મનની વાત કહો નવા રસ્તા ખુલશે, મહાદેવના જાપ કરવા આપના માટે શુભ રહેશે.
કુંભ - હરીફ વર્ગ સાથે સંઘર્ષ ટાળવો, ભાગીદારથી આશાઓ ઓછી રાખી જાતે મહેનત કરો, ભષ્મથી તિલક કરવું, આપના માટે શુભ રહેશે.
મીન - નવું શીખવાની કામ કરવાની ધગસ રહે, આવકમાં વધારો કરવા પ્રયત્ન વધારો, શનિ દેવના જાપ કરી મનને મજબૂત કરો.

