- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ -04-10-2025
વાર- શનિવાર
મેષ - કોર્ટ કચેરીને લગતા કામમાં વધુ ધ્યાન આપવું, આરોગ્યની ચિંતામાં વધારો થાય, ભગવાન મહાદેવજીનું ધ્યાન અવશ્ય કરો.
વૃષભ - અજાણ્યા વ્યક્તિ સાથે કામ કરતા સાચવજો, ઘર પરિવારમાં ચિંતા રહ્યા કરે, આજે કુળદેવીનું ધ્યાન અવશ્ય કરો.
મિથુન - સાચા વ્યક્તિઓ પ્રત્યેની લાગણીઓનું સારૂ પરિણામ મળે, નોકરી ધંધા મહેનત વધારે કરવી પડે, આજે ગરીબને દાન અવશ્ય આપો.
કર્ક - ખોરાક લેવામાં ખાસ કાળજી રાખવી, ધન પ્રાપ્તિમાં અવરોધો આવી શકે છે, આજે માં લક્ષ્મીનું ધ્યાન કરો.
સિંહ - સંબંધો બગડે નહીં ખાસ ધ્યાન આપો, આરોગ્યની કાળજી લેવી, આજે ઘણી બાબતોમાં મૌન રાખવુ જરૂરી.
કન્યા - ખર્ચાઓ પર નિયંત્રણ રાખવુ જરૂરી, શરદી ખાંસી જેવી સમસ્યાઓ માટે સજાગ રહો, આજે તમે ભગવાન ભૈરવનું ધ્યાન અવશ્ય કરો.
તુલા - વિદ્યા અભ્યાસની બાબતોમાં વિશેષ ધ્યાન આપો, લોકોના કામમાં રોકાયેલા રહેવું પડે, આજે જુના મિત્રોને મળવાનું થાય.
વૃશ્ચિક - ઘર પરિવાર અંગે ચિંતા વધે, નોકરી ધંધામાં એકાએક કામ વધે, આજે માં તુલસીનું ધ્યાન અવશ્ય કરો.
ધન - કારણ વગરના વિવાદો ન થાય ધ્યાન રાખવું, વ્યર્થના ભ્રમણની શક્યતા વધારે રહેશે, આજે શનિદેવનું ધ્યાન અવશ્ય કરો.
મકર - આર્થિક તંગીનો અનુભવ થઈ શકે છે, ખોરાક લેવામાં ધ્યાન રાખવું, આજના દિવસે માં લક્ષ્મીનું ધ્યાન કરવું.
કુંભ - માનસિક તણાવ વધી શકે છે, આર્થિક સ્થિતિમાં સુધારો આવે, આજે તમે કુળદેવતાનું ધ્યાન અવશ્ય કરો.
મીન - આર્થિક નુકસાન આજે થઈ શકે છે, તમારી તબિયતની કાળજી અવશ્ય લો, આજે તમે સફળ થવા ઉપરિવર્ગની સહાય અવશ્ય લો.
દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

