શું તમે જાણો છો સૂવાની સાચી રીત વિશે?

સૂવાની પણ કોઈ રીતે આવે? આ પ્રશ્ન થવો સામાન્ય છે. પરંતુ તમારી સૂવાની દિશા અને સૂવાની રીત તમારા પર નકારાત્મક કે હકારાત્મક પ્રભાવ પાડતી હોય છે. આથી, જો તમે સૂવાની સાચી દિશા અને રીત વિશે ન જાણતા હો તો ચિંતા કરવાની જરૂર નથી. અમે આજે અહીં તમને કઈ દિશામાં સૂવું જોઈએ તેના વૈજ્ઞાનિક કારણ સહિત તેના ફાયદા અને કઈ દિશામાં સૂવુ ના જોઈએ તેના હાનિકારક પ્રભાવ વિશે જણાવીશું. ઉત્તર દિશામાં માથું રાખીને સૂવાની આપણને ના પાડવામાં આવે છે. શું આ નિયમ દુનિયામાં તમામ જગ્યાએ લાગુ થાય છે? શું છે તેની પાછળનું વિજ્ઞાન? કઈ દિશા સૂવા માટે સૌથી સારી છે?

કઈ દિશામાં માથુ રાખીને સૂવુ જોઈએ

  • તમારું હૃદય શરીરના નીચેના અડધા હિસ્સામાં નથી. તે ત્રણ-ચતૃથાંશ ઉપરની તરફ આવેલું છે, કારણ કે ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ રક્તને ઉપરની તરફ પહોંચાડવું નીચેની તરફ પહોંચાડવા કરતા વધુ મુશ્કેલ છે. જે રક્ત શિરાઓ ઉપરની તરફ જાય છે, તે નીચેની તરફ આવનારી ધમનીઓની સરખામણીમાં વધુ પરિષ્કૃત છે. ઉપર મસ્તિષ્ક તરફ જતી શિરાઓ વાળ જેટલી પાતળી હોય છે. જેને કારણે તે વધારાની એક ફાલતુ બુંદ પણ ના લઈ જઈ શકે.
  • જો એક પણ વધારાની બૂંદ જતી રહે તો કંઈક ફાટી જશે અને તમને હેમરેજ થઈ શકે છે. મોટાભાગના લોકોના મસ્તિષ્કમાં રક્તસ્ત્રાવ થાય છે. તે મોટાપાયે ભલે અસર ના કરે, પરંતુ તેને કારણે નાના-મોટા નુકસાન થઈ શકે છે. તમે સુસ્ત થઈ શકો છો. 35ની ઉંમર બાદ તમારી બુદ્ધિમત્તાનું સ્તર ઘણીરીતે નીચે જઈ શકે છે.
  • તમે તમારી સ્મૃતિને કારણે કામ ચલાવી રહ્યા છો, પોતાની બુદ્ધિના કારણે નહીં. પારંપરિકરીતે તમને એવું પણ કહેવામાં આવે છે કે, સવારે ઉઠતા પહેલા તમારે તમારી હથેળીઓ રગડવી જોઈએ અને પોતાની હથેળીઓને પોતાની આંખો પર મુકવી જોઈએ.

દક્ષિણ દિશા તરફ માથુ રાખવાના ફાયદા

દક્ષિણ દિશા તરફ માથું રાખીને સુવાની રીતને સારી માનવામાં આવી છે. આવી સ્થિતિમાં સ્વાભાવિકરીતે પગ ઉત્તર દિશામાં રહેશે. શાસ્ત્રોની સાથોસાથ પ્રચલિત માન્યતાઓ અનુસાર, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ રીતે સૂવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ માન્યતા પણ વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત છે.

ઉત્તર દિશા તરફ શા માટે ન રાખવું જોઈએ માથુ

પૃથ્વીની પોતાની ચુંબકીય શક્તિ હોય છે. તેમાં દક્ષિણ દિશાથી ઉત્તર તરફ સતત ચુંબકીય ધારા પ્રવાહિત થતી રહે છે. જ્યારે આપણે દક્ષિણ દિશા તરફ માથુ રાખીને સૂઈએ છીએ, તો તે ઉર્જા આપણા માથા તરફથી પ્રવેશ કરે છે અને પગ તરફથી બહાર નીકળી જાય છે. એવામાં સવારે જાગવા પર લોકોને તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે. જો તમે તેનાથી વિપરીત દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂઈ જાઓ તો ચુંબકીય ધારાઓ પગમાંથી પ્રવેશ કરે છે અને માથા સુધી પહોંચશે. આ ચુંબકીય ઉર્જાથી માનસિક તાણ વધે છે અને સવારે જાગવા પર મન ભારે-ભારે રહે છે.

પૂર્વ તરફ પણ રાખી શકાય માથુ

બીજી સ્થિતિ એ થઈ શકે છે કે, માથુ પૂર્વ અને પગ પશ્વિમ દિશા તરફ રાખી શકાય છે. કેટલીક માન્યતાઓ અનુસાર, આ સ્થિતિને સારી ગણવામાં આવી છે. સૂરજ પૂર્વ દિશા તરફથી ઉગે છે. સનાતન ધર્મમાં સૂર્યને જીવનદાતા અને દેવતા માનવામાં આવ્યો છે. એવામાં સૂર્યના નીકળવાની દિશામાં પગ કરવા ઉચિત માનવામાં નથી આવતા. આ જ કારણ છે કે, પૂર્વ દિશા તરફ માથું રાખી શકાય છે.

કેટલાક જરૂરી નિર્દેશ

  • શાસ્ત્રોમાં સંધ્યાના સમયે, ખાસ કરીને ગાયનું ધણ પાછું ફરતું હોય તે સમયે સૂવાની મનાઈ છે.
  • સૂવાના આશરે 2 કલાક પહેલા જ ભોજન કરી લેવું જોઈએ. સૂતા પહેલા ક્યારેય ભોજન ના કરવું જોઈએ.
  • જો વધુ જરૂરી કામ ના હોય તો રાત્રે મોડેસુધી જાગવું ના જોઈએ.
  • જ્યાં સુધી સંભવ હોય, સૂતા પહેલા ચિત્ત શાંત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.
  • સૂતા પહેલા પ્રભુનું સ્મરણ કરવું જોઈએ અને આ અનમોલ જીવન માટે તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવો જોઈએ.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.