- Astro and Religion
- 1 કે 2 ફેબ્રુઆરી, ક્યારે છે માઘ પૂર્ણિમા? જાણો દાન-સ્નાનનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ, મંત્ર અને તેનું
1 કે 2 ફેબ્રુઆરી, ક્યારે છે માઘ પૂર્ણિમા? જાણો દાન-સ્નાનનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ, મંત્ર અને તેનું ધાર્મિક મહત્ત્વ
માઘ પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. તેને માઘ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસને માઘ સ્નાનનો અંતિમ દિવસ માનવામાં આવે છે, જેના કારણે તેનું મહત્ત્વ વધી જાય છે. શાસ્ત્રો અનુસાર, આ દિવસે દાન, જાપ અને પુણ્ય કર્મ કરવાથી વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે, માઘ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી શાશ્વત પુણ્ય પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિને બધા દુઃખોથી મુક્તિ મળે છે.
માઘ પૂર્ણિમાની સમાપ્તિ સાથે જ ફાગણ મહિનાની શરૂઆત થાય છે. આ વર્ષે માઘ પૂર્ણિમા 1 ફેબ્રુઆરી, 2026ના રોજ મનાવવામાં આવશે. ખાસ વાત એ છે કે, આ દિવસે ઘણા દુર્લભ અને શુભ સંયોગો બની રહ્યા છે, જે માઘ પૂર્ણિમાનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ વધારે છે. એવામાં, આ દિવસ ભક્તો માટે દાન, સ્નાન અને ધાર્મિક અનુષ્ઠાનો માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. ચાલો જાણીએ માઘ પૂર્ણિમાની તિથિ અને દાન-સ્નાનનું શુભ મુહૂર્ત.
માઘ પૂર્ણિમા તિથિ 2026
દ્રિક પંચાંગ મુજબ, માઘ મહિનાની પૂર્ણિમાની તિથિ 1 ફેબ્રુઆરીના રોજ સવારે 5:51 વાગ્યે શરૂ થઈ રહી છે અને 2 ફેબ્રુઆરીના રોજ સવારે 3:38 વાગ્યે સમાપ્ત થાય છે. એવામાં, માઘ પૂર્ણિમા 1 ફેબ્રુઆરી, રવિવારના રોજ મનાવવામાં આવશે.
માઘ પૂર્ણિમા પર બની રહ્યો છે શુભ યોગ
પંચાંગ મુજબ, આ વર્ષે માઘ પૂર્ણિમાના દિવસે ઘણા શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે યોગ સાથે સર્વાર્થ સિદ્ધિ, પ્રીતિ યોગ અને આયુષ્માન યોગ બની રહ્યો છે. ચતુર્ગ્રહી યોગ, શુક્રનો ઉદય રહેશે. આ દિવસે રવિ પુષ્ય યોગ સવારે 7:11 થી રાત્રે 11:59 વાગ્યા સુધી રહેશે.
માઘ પૂર્ણિમા પર સ્નાન અને દાનનું શુભ મુહૂર્ત
પૂર્ણિમા પર સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સ્નાન કરવું સૌથી વધુ લાભકારી માનવામાં આવે છે, જે સવારે 5:24થી શરૂ થાય છે અને સવારે 6:17 સુધી રહેશે. જોકે, ત્યારબાદ પણ સ્નાન કરી શકો છો.
માઘ પૂર્ણિમા 2026 પૂજા વિધિ
માઘ પૂર્ણિમાના અવસર પર સ્નાન અને દાનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ માનવામાં આવે છે. આ દિવસે ગંગા નદી અથવા કોઈપણ પવિત્ર જળસ્ત્રોતમાં સ્નાન કરવું અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે. જો કોઈ કારણોસર પવિત્ર નદી સુધી જવું શક્ય ન હોય, તો ઘરે સ્ના કરવાના પાણીમાં થોડું ગંગા જળ ઉમેરીને સ્નાન કરવું પણ ગંગામાં સ્નાન કરવા જેટલું ફળદાયી માનવામાં આવે છે.
સ્નાન કર્યા બાદ, તાંબાના પાત્રમાં જળ, અક્ષત, સિંદૂર અને લાલ ફૂલ નાખીને ભગવાન સૂર્યને અર્ધ્ય અર્પણ કરો. અર્ઘ્ય અર્પણ કરતી વખતે ‘ઓમ સૂર્યાય નમઃ’ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળે છે.
ત્યારબાદ ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, હનુમાનજી અને માતા લક્ષ્મીની પૂજા વિધિ-વિધાનથી કરો. અંતે, પોતાના સામર્થ્ય મુજબ અન્ન, વસ્ત્ર અથવા અન્ય આવશ્યક વસ્તુઓનું દાન કરવું અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે.
માઘ પૂર્ણિમા પર કરો આ દાન
માઘ પૂર્ણિમાના દિવસે તલ, ગોળ, વસ્ત્ર, ઘી, અનાજ અને ફળોનું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.
માઘ પૂર્ણિમા પર આ મંત્રોનો જાપ કરો
શ્રી વિષ્ણુ મંત્ર
ઓમ નમો નારાયણાય
ઓમ નમો: ભગવતે વાસુદેવાય
ઓમ શ્રી વિષ્ણુવે ચ વિદ્મહે વાસુદેવાય ધીમહિ
તન્નો વિષ્ણુઃ પ્રચોદયાત્
મા લક્ષ્મી મંત્ર
ઓમ હ્રીં શ્રીં લક્ષ્મીભયો નમઃ
ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ
ઓમ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મીયૈ નમઃ.
શ્રી મહાલક્ષ્મ્યૈ ચ વિદ્મહે વિષ્ણુ પત્ન્યૈ ચ ધીમહિ
તન્નો લક્ષ્મી પ્રચોદયાત્.

