અદાણીના સંકટ પર મજા લેનારાને આનંદ મહિન્દ્રાનો જવાબ, આ 5 વાત ગણાવી

અમેરિકાની રિસર્ચ કંપની હિંડનબર્ગના રિપોર્ટ પછી દેશના બિઝનેસ સેક્ટરમાં હંગામો મચી ગયેલો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપ દશકોથી શેરોમાં મેન્યુપ્લેશન અને હિસાબમાં ગરબડ કરી રહ્યું છે. આ રિપોર્ટ પછી અદાણી ગ્રુપના શેરોમાં મોટા કડાકા બોલી ગયા અને માર્કેટ કેપમાં 100 અરબ ડોલરનું ધોવાણ થઇ ગયું.શેરબજારમાં તાજેતરના ઘટાડાને કારણે માર્કેટ કેપની દ્રષ્ટ્રિએ દુનિયાના ટોપ 5માંથી ભારતનું નામ નિકળી ગયું છે અને ભારત છઠ્ઠા નંબરે પહોંચી ગયું છે. એવામાં સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે શું ભારત આ પડકારોને પાર કરી શકશે? શું ભારતની આર્થિક તાકાત બનાવીન મહત્વાકાંક્ષાને ઝટકો લાગશે? આ બધા સવાલાનો જવાબ દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક ટ્વીટ કરીને આપ્યો છે.

પદ્મ વિભૂષણથી સન્માનિત આનંદ મહિન્દ્રાએ એક ટ્વીટમાં લખ્યું છે કે મેં ભૂકંપ, દુકાળ, મંદી, યુદ્ધ અને આતંકવાદી હુમલાઓ બધાના સમય જોયા છે. હું માત્ર એટલું જ કહીશ કે ભારત સામે ક્યારેય શર્ત લગાવતા નહીં. એ રીતે મહિન્દ્રાએ અદાણીના સંકટ પર હસનારા અને દેશની આર્થિક પોલીસી સામે સવાલ ઉભા કરનારા લોકોને જડબાતોડ જવાબ આપી દીધો છે. ટ્વીટર પર મહિન્દ્રાના એક કરોડથી વધારે ફોલોઅર્સ છે.

ગૌતમ અદાણીની હાલત દિવસે ને દિવસે કફોડી થઇ રહી છે એવા સમયે કોઇ ઉદ્યોગપિત તેમના સમર્થનમાં આવીને બોલે એ સારી વાત છે. જે ભારતના ઉદ્યોગોની તાકાત બતાવે છે. મહિન્દ્રાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે Never, Ever Bets Against India.

જો કે આ પહેલીવાર નથી બન્યુ કે જ્યારે ગ્લોબલ મીડિયાએ ભારતની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હોય. પરંતુ ભારત દર વખતે પડકારોનો સામનો કરીને વધારે મજબુત થઇને બહાર આવ્યું છે.એનું તાજું જ ઉદાહરણ કોરોના મહામારી છે. કોરોના મહામારીથી દુનિયા હજુ બહાર આવી શકી નથી, પરંતુ ભારત કોરોનાને માત કરીને પુરી રીતે બહાર આવી ગયું છે. ભારતની ઇકોનોમી દુનિયામાં ઝડપથી આગળ વધી રહી છે અને  IMFએ તો ભારતને ગ્લોબલ ઇકોનોમીનો ચમકતો સિતારો કહ્યો છે.

એ જ રીતે જ્યારે વર્ષ 2008માં મુંબઇમાં આતંકી હુમલો થયો હતો ત્યારે પણ ભારત સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં 160 લોકોના મોત થયા હતા અને 300થી વધારે ઇજાગ્રસ્ત થયા હતા. આખો દેશ શોકમાં હતો, પરંતુ બીજા જ દિવસથી લોકો પોતાના કામે લાગી ગયા હતા. આ ભારતની તાકાત છે. દુનિયાને હંમેશા ભારતે જવાબ આપ્યો છે.<

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.