મુંબઈમાં દેશનો સૌથી મોંઘું પેન્ટહાઉસ રૂ. 240 કરોડમાં વેચાયું

ભારતમાં કદાચ સૌથી મોંઘો એપાર્ટમેન્ટનો સોદો મુંબઈમાં થયો હતો. વર્લી લક્ઝરી ટાવરમાં પેન્ટહાઉસનો સોદો 240 કરોડ રૂપિયામાં થયો હતો. આ પેન્ટ હાઉસ ઉદ્યોગપતિ અને વેલસ્પન ગ્રુપના ચેરમેન બીકે ગોએન્કાએ ખરીદ્યું છે. આ ડીલને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર ગગનચુંબી ઈમારતના ટાવર Bમાં પેન્ટહાઉસ 63મા, 64મા અને 65મા માળે છે. આ પેન્ટહાઉસ 30,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. આને પરિપ્રેક્ષ્યમાં મૂકવા માટે, આ પેન્ટહાઉસ સરકારની ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના હેઠળ ઝૂંપડપટ્ટી પરિવારને આપવામાં આવેલા મફત 300 ચોરસ ફૂટના ઘર કરતાં 100 ગણું છે.

તેણે વર્લીના એની બેસન્ટ રોડ પર લક્ઝરી પ્રોજેક્ટ થ્રી સિક્સ્ટી વેસ્ટમાં ટ્રિપ્લેક્સ (ગ્રૂપ કંપની દ્વારા) ખરીદ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ટ્રાન્ઝેક્શન બુધવારે નોંધાયું હતું અને હવે ખરીદદારો પેન્ટહાઉસમાં જવાની યોજના બનાવી રહ્યા છે.

રિયલ એસ્ટેટ રેટિંગ અને રિસર્ચ ફર્મ લિયાસ ફોરમ્સના સ્થાપક અને MD પંકજ કપૂરે જણાવ્યું હતું કે, 'ભારતમાં અત્યાર સુધીમાં વેચાયેલો આ સૌથી મોંઘો એપાર્ટમેન્ટ છે. અમે આગામી બે મહિનામાં અલ્ટ્રા-લક્ઝરી સેગમેન્ટમાં વધુ સોદાની અપેક્ષા રાખીએ છીએ કારણ કે કલમ 54 હેઠળના રોકાણ માટેના મૂડી લાભની મર્યાદા એપ્રિલ 2023થી વધારીને રૂ. 10 કરોડ કરવામાં આવી છે. તેથી, રૂ. 10 કરોડથી વધુના મૂડી લાભ પર ઓટોમેટિક ટેક્સ વસૂલવામાં આવશે.'

આ જ ટાવરની બાજુની વિંગમાં એક બીજું પેન્ટહાઉસ બિલ્ડર વિકાસ ઓબેરોયે રૂ. 240 કરોડમાં ખરીદ્યું છે. ઓબેરોયે પોતે ઉદ્યોગપતિ/બિલ્ડર સુધાકર શેટ્ટી સાથે ભાગીદારીમાં આ લક્ઝરી પ્રોપર્ટી વિકસાવી હતી. માનવામાં આવે છે કે, ઓબેરોયે તેમના પ્રોજેક્ટમાં પેન્ટહાઉસ તેમની એક કંપની, RS Estates Pvt Ltd દ્વારા ખરીદ્યું હતું. દરમિયાન, ઓબેરોયની ઓબેરોય રિયલ્ટીએ મિલકત વિકસાવનાર તેની ભાગીદારી પેઢી, ઓએસિસ રિયલ્ટીને ખરીદી લીધી છે. ઓએસિસ રિયલ્ટી એ સુધાકર શેટ્ટીની સહના અને ઓબેરોય રિયલ્ટી વચ્ચેનું સંયુક્ત સાહસ છે.

ગયા અઠવાડિયે, ઓબેરોય રિયલ્ટીએ સ્ટોક એક્સચેન્જો (BSE અને NSE)ને જાણ કરી હતી કે તેણે થ્રી સિક્સ્ટી વેસ્ટને રૂ. 4,000 કરોડમાં ખરીદ્યા/હસ્તગત કર્યા છે. ઓબેરોય રિયલ્ટીએ જણાવ્યું હતું કે, તેણે પ્રોજેક્ટનો 5.25 લાખ ચોરસ ફૂટ ખરીદ્યો છે, જેમાં 63 એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.