ગણિતમાં થયા નાપાસ, રસ્તા પર આઈસ્ક્રીમ વેચી, હવે છે 20000 કરોડના માલિક!

કોઈ કોલેજની ડિગ્રી નથી, ન તો કોઈ મોટા ધંધાકીય પરિવારમાંથી આવ્યા, ન હતી કરોડોની મૂડી... એક યુવાન જેણે માત્ર રૂ. 65 પ્રતિ મહિને નોકરીની શરૂઆત કરી હતી, તેણે ક્યારેય હાર માની નહીં. આ માણસ, જે એક સમયે રોડ પર ફરીને આઈસ્ક્રીમ વેચતો હતો, તેણે હવે લગભગ રૂ. 20,000 કરોડની કંપની બનાવી છે. આ વાર્તા તમિલનાડુના ઉદ્યોગપતિ RG ચંદ્રમોગનની છે, જેમણે નાની શરૂઆત કરી અને મોટી સફળતા મેળવી.

Chandramogan Hatsun
gnttv.com

ઘણા માને છે કે, મોટો વ્યવસાય શરૂ કરવા માટે મોટી રકમ અને ઉચ્ચ શિક્ષણની જરૂર પડે છે. પરંતુ તમિલનાડુના ઉદ્યોગપતિ RG ચંદ્રમોગનએ આ ધારણાને ખોટી સાબિત કરી. ચંદ્રમોગન, જે એક સમયે રૂ. 65 પ્રતિ મહિને નોકરી કરતા હતા, હવે દેશની સૌથી મોટી ખાનગી ડેરી કંપનીઓમાંની એક, હટસન એગ્રો પ્રોડક્ટ્સના સ્થાપક છે. કંપનીનું બજાર મૂલ્ય આશરે રૂ. 20,000 કરોડ છે.

Chandramogan Hatsun
navbharattimes.indiatimes.com

ચંદ્રમોગનનો જન્મ તમિલનાડુના એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમના પિતાએ ચેન્નાઈમાં કરિયાણાની દુકાન શરૂ કરી, પરંતુ થોડા વર્ષો પછી, તે ધંધો સંપૂર્ણપણે પડી ભાંગ્યો. પરિવારને ખાલી હાથે તેમના ગામ પાછું આવવું પડ્યું. અહીં ચંદ્રમોગને વ્યવસાયની મુશ્કેલીઓનો પ્રત્યક્ષ અનુભવ કર્યો.

ભણવાનું પણ તેમના માટે સરળ નહોતું. પ્રિ યુનિવર્સિટીના અભ્યાસ દરમિયાન, તેઓ ગણિતમાં નાપાસ થયા અને આગળ કોલેજનો અભ્યાસ કરી શક્યા નહીં. ત્યારપછી તેમના પિતાએ તેમને લાકડાના ગોડાઉનમાં તાલીમાર્થી તરીકે નોકરીએ લગાવી દીધા, જ્યાં તેઓ માત્ર 65 રૂપિયા મહિને કમાતા હતા. લગભગ એક વર્ષ પછી, તેમણે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું.

Chandramogan Hatsun
navbharattimes.indiatimes.com

તેમના પિતાએ, તેમના પુત્રના સ્વપ્નમાં વિશ્વાસ રાખીને, પરિવારની પૂર્વજોની જમીન 13,000 રૂપિયામાં વેચી દીધી. આ પૈસાથી, તેમણે 1970માં ચેન્નાઈના રોયાપુરમ વિસ્તારમાં માત્ર 250 ચોરસ ફૂટ જગ્યા ભાડે લીધી અને આઈસ્ક્રીમ ફેક્ટરી શરૂ કરી. તેમણે 'અરુણ' નામથી આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કર્યું, અને  ઘણીવાર તેઓ જાતે ગાડી પર વેચવા માટે રોડ પર નીકળતા હતા.

આઈસ્ક્રીમના વ્યવસાયમાં લગભગ 10 વર્ષ વિતાવ્યા પછી, ચંદ્રમોગનને સમજાયું કે, વાસ્તવિક તક તો દૂધ અને ડેરી ઉત્પાદનોમાં રહેલી છે. ત્યારપછી તેમણે દૂધ, દહીં, ઘી અને માખણ જેવા ઉત્પાદનોનો વેપાર શરૂ કર્યો. ધીમે ધીમે, તેમણે ખેડૂતો અને દુકાનદારોનું મજબૂત નેટવર્ક બનાવ્યું, અને ધીમે ધીમે વ્યવસાયનો વિકાસ થતો રહ્યો.

Chandramogan Hatsun
jansatta.com

આજે, હેટસન એગ્રો પ્રોડક્ટ્સ એક લિસ્ટેડ કંપની છે, જેનું બજાર મૂલ્ય આશરે રૂ. 20,000 કરોડ છે. ફોર્બ્સ અનુસાર, RG ચંદ્રમોગનની કુલ સંપત્તિ આશરે 1.6 અરબ ડૉલર છે. તેમની સફળતાની વાર્તા દર્શાવે છે કે, ઈરાદો જો મક્કમ હોય તો 65 રૂપિયાથી શરુ કરેલી નોકરી આગળ જઈને હજારો કરોડની કંપની બનાવી શકે છે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.