અદાણી ગ્રુપનું સંકટ માત્ર કંપની પૂરતું સીમિત નથી,ભારત માટે પણ તે લાવી શકે છે આફત

24 જાન્યુઆરીનો દિવસ અદાણી ગ્રુપ માટે કાળો દિવસ બનીને આવ્યો. એક રિપોર્ટે આકાશમાં પહોંચવા માટે આતુર ગ્રુપ અને તેના પ્રમુખ ગૌતમ અદાણીના હોંશ ઉડાવી દીધા. માત્ર 10 દિવસોમાં બધુ જ અચાનક બદલાઈ ગયુ. હિંડનબર્ગ રિસર્ચના એક રિપોર્ટમાં ગ્રુપ પર મોટા આરોપ લાગ્યા. મની લોન્ડ્રિંગથી લઈને અકાઉન્ટિંગ ફ્રોડ સુધી. ગ્રુપના ભારે-ભરખમ દેવાને લઈને પહેલાથી જ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. ઘણી અન્ય વાતોને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ, હિંડનબર્ગના રિપોર્ટે આ ચર્ચાને ઘરેલૂંથી આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચી દીધી. જે અદાણી બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં 2 નંબર પર હતા, તેઓ થોડાં જ દિવસોમાં સરકીને 21માં નંબર પર પહોંચી ગયા. અદાણી ગ્રુપ કોઈ સામાન્ય ગ્રુપ નથી. એરપોર્ટ, પાવર પ્લાન્ટથી લઈને પોર્ટ સુધી તેનું રોકાણ છે. કહી શકાય કે, આ ગ્રુપ દેશના દિલની ધડકન છે.

દેશમાં આવતો અને અહીંથી બહાર જતો તમામ સામાન આ ગ્રુપના હાથ નીચેથી નીકળે છે. દાયકાઓથી ગૌતમ અદાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ નજીક રહ્યા છે. તેઓ હાલ એ થોડાં ઉદ્યોગપતિઓમાં સામેલ છે જે મોદી સરકારના ગ્રોથ એજેન્ડાને આગળ લઈ જવામાં તેમની સાથે છે. જોકે, હાલ આ આરોપોને કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો છે. માત્ર અદાણી ગ્રુપ જ નહીં, તેની સાથે ભારતીય બજાર અને આખી સિસ્ટમ આવે છે. હિંડનબર્ગના રિપોર્ટના દાવાઓની તપાસ થવાની બાકી છે પરંતુ, તે પહેલા જ તેણે ઘણુ નુકસાન કરી દીધુ છે. સૌથી મોટું નુકસાન વિશ્વસનીયતાને થયુ છે.

આ સંકટ એવા સમયે ઊભું થયુ છે જ્યારે ચીનની અર્થવ્યવસ્થા ખુલી રહી છે. આ સંકટથી બેંકોને પણ મોટું નુકસાન થવાના સંકેત છે. 24 જાન્યુઆરીએ જાહેર શોર્ટ-સેલર હિંડનબર્ગના રિપોર્ટે સમગ્ર અદાણી ગ્રુપને હચમચાવી દીધુ છે. અદાણી ગ્રુપ ભારતીય પાયાનો હિસ્સો છે. ગ્રુપનું નિવેશ તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોમાં છે. તેમા એરપોર્ટ, પોર્ટ, પાવર પ્લાન્ટ વગેરે સામેલ છે. સતત આ ગ્રુપ નવા ક્ષેત્રોમાં પોતાની પાંખો ફેલાવી રહ્યું છે. તેની પાસે એ એક્સપર્ટીઝ અને એક્ઝીક્યૂશનની તાકાત છે જે કદાચ સરકારી મશીનરી પાસે નથી.

અમેરિકાની નાનકડી કંપનીના રિપોર્ટે વિશાળકાય અદાણી ગ્રુપને લઈને શંકા ઉત્પન્ન કરી દીધી છે. પોતાના 100 પાનાના રિપોર્ટથી હિંડનબર્ગે નિવેશકોનો વિશ્વાસ ડગાવી દીધો છે. અદાણી ગ્રુપના શેરોનું તૂટવું તેનો પુરાવો છે. આ વાત માત્ર અદાણી ગ્રુપ સુધી સીમિત નથી. દેશના રેગ્યુલેટરી ફ્રેમવર્ક પણ શંકાના દાયરામાં આવી ગયા છે. વિદેશી નાગરિકોના મનમાં અનેક સવાલો છે. હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદથી અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યૂને 100 અબજ ડૉલર કરતા વધુનું નુકસાન થયુ છે.

હિંડનબર્ગે ઘણા બધા આરોપો લગાવ્યા છે. તેમા મની લોન્ડ્રિંગથી લઈને ફ્રોડ સુધી સામેલ છે. અદાણી ગ્રુપના ફાસ્ટ ગ્રોથને તેના કોર્પોરેટ ઈતિહાસમાં સૌથી મોટો ઘોટાળો ગણાવ્યો છે. અદાણી ગ્રુપે આ આરોપોને રદ્દિયો આપી દીધો છે. અદાણીએ પોતે ટીવીની સામે આવીને નિવેશકોના ડરને શાંત કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે જણાવ્યું કે, કંપનીના ફંડામેન્ટલ મજબૂત છે. બેલેન્સશીટ પણ હેલ્ધી છે. પોતાના FPO ટાળવાના નિર્ણય બાદ તેઓ સામે આવ્યા હતા.

અદાણી ગ્રુપ પોર્ટ અને એરપોર્ટને ચલાવનારું સૌથી મોટું પ્રાઈવેટ ઓપરેટર છે. તે 33 ટકા ભારતીય એરકાર્ગો ટ્રાફિકને કંટ્રોલ કરે છે. તેની શિપિંગ કેપેસિટી 24 ટકા છે. ગ્રુપની રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટોમાં 70 અબજ ડૉલર નિવેશની યોજના છે. ગ્રુપનું લક્ષ્ય મોદી સરકારની મહત્ત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા સાથે જોડાયેલ છે. ગ્રુપની વિસ્તાર યોજનાઓમાં દેવાનો પણ મોટો હાથ છે. તેના પર આશરે 1.6 ટ્રિલિયન રૂપિયાનું દેવુ છે. અદાણી ગ્રુપ સરકારની ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની યોજનાને પૂર્ણ કરવામાં પ્રમુખ નિવેશકોમાંથી એક છે. અદાણી સંકટ આ યોજનાને પાટા પરથી ઉતારી શકે છે.

અદાણી સંકટે બેંકોની ચિંતા વધારી છે. અદાણી ગ્રુપના શેરો તૂટવાની સાથે બેંકોના શેરો પણ નીચે ગયા છે. હિંડનહર્ગનો રિપોર્ટ આવ્યા બાદથી ભારતીય સ્ટેટ બેંકના શેર 11 ટકા નીચે ગયા છે. 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે વિદેશી સંસ્થાગત નિવેશકોએ ભારતમાંથી 2 અબજ ડૉલર કાઢ્યા છે. ભારતીય શેરોમાં નિવેશકોનો રસ સ્પષ્ટરીતે ઘટ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે નજીકના સંબંધો હોવાના કારણે વિપક્ષે પણ પૂરી તાકાતથી હલ્લો બોલ્યો છે. નિવેશકો માટે આ મેસેજ નેગેટિવ જવાનો છે. તેને કારણે ભારતના રેગ્યુલેટરી ફ્રેમવર્ક પર સવાલ વધશે. ગ્લોબલ ગ્રોથ એન્જિન તરીકે ભારતની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. નિશ્વિતરૂપે જ અદાણી ગ્રુપનું સંકટ ભારતીય અર્થવ્યવસ્થા માટે શુભ સંકેત નથી.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.