‘મેં 36 વર્ષમાં આવું નથી જોયું... ડર છે આ નીતિ ફેઇલ થઈ જશે’, રાજીવ બજાજ મહારાષ્ટ્રની EV નીતિથી નારાજ

ઓટો ઇન્ડસ્ટ્રીમાં ભાગ્યે જ કોઈ મોટા ઉદ્યોગપતિ દ્વારા સરકાર અને તેની નીતિઓની ખૂલીને ટીકા કરવામાં આવે છે. જોકે, રાજીવ બજાજ એવા વ્યક્તિ છે જે કોઈપણ ખચકાટ વિના પોતાના મનની વાત કરે છે. આ વખતે, બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર, રાજીવ બજાજે મહારાષ્ટ્ર સરકારની ઇલેક્ટ્રિક વાહન નીતિ (EV નીતિ) પર સીધો પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે આ નીતિ ઓટો ઇન્ડસ્ટ્રી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં રાજીવ બજાજે કહ્યું કે, ‘તેમની 36 વર્ષની કારકિર્દીમાં તેમણે ક્યારેય કોઈ નીતિને સંપૂર્ણપણે ફેઇલ થતી જોઈ નથી. જોકે, મહારાષ્ટ્ર સરકારની EV નીતિને જોતા તેમને ડર છે કે તે આવી પહેલી નીતિ હોઈ શકે છે જે સંપૂર્ણપણે ફેઇલ થઈ જશે. તેમણે એમ પણ કહ્યું કે, કંપનીને મહારાષ્ટ્ર સરકાર તરફથી મળનારી  અત્યાર સુધી સબસિડીનો માત્ર એક નાનો ભાગ મળ્યો છે. બાકીની રકમ મળવા અંગે તેમને આશંકા છે.

rajiv bajaj
autocarpro.in

રાજીવ બજાજે સ્પષ્ટપણે કહ્યું કે, તેઓ સબસિડીના પક્ષમાં નથી. તેમના મતે, સબસિડી ઇનોવેશનને ધીમી પાડે છે અને ઇનકેપેબલ સિસ્ટમોને સહારો આપે છે. તેમણે ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર પર સબસિડી નાબૂદ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું અને આશા વ્યક્ત કરી કે માર્ચ સુધીમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર પર સબસિડી પણ નાબૂદ થઈ જશે.

સબસિડીની વાત કરતા રાજીવ બજાજે કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે કંપનીના કુલ PLI દાવા લગભગ 1,000 કરોડ રૂપિયાના છે, જેમાંથી અત્યાર સુધીમાં 642 કરોડ રૂપિયાથી વધુ રકમ પ્રાપ્ત થઈ ચૂકી છે. ત્યારાબાદ, કંપનીએ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઉત્પાદન દર મહિને લગભગ 30,000 યુનિટ પર સ્થિર કરી લીધું છે. તેઓ એપ્રિલથી આને વધારીને દર મહિને 40,000 યુનિટ કરવાની યોજના ધરાવે છે. તેમણે કહ્યું કે, ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઉદ્યોગ હવે ઝડપથી વિકસી રહ્યો છે, જેમાં ટોચની 5 કંપનીઓની ભાગીદારી લગભગ 80 ટકા થઈ ચૂકી છે.

મહારાષ્ટ્રની EV પોલિસી ઉપરાંત, રાજીવ બજાજે નિકાસ ઉત્પાદનો પર ડ્યૂટીઝ એન્ડ ટેક્સીસમાં 50 ટકાના ઘટાડા અંગે પણ નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે તેની અસર માત્ર નકારાત્મક જ રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારે શ્રમ કાયદા, જમીન, લોજિસ્ટિક્સ અને વીજળી જેવા ક્ષેત્રોમાં વ્યવસાય કરવાની સરળતામાં સુધારો કરવાની જરૂર છે. તેમના મતે, ભારતમાં વ્યવસાય કરવો હજુ પણ થાઇલેન્ડ અને વિયેતનામ જેવા દેશો કરતા વધુ મુશ્કેલ છે.

રાજીવ બજાજે સ્પષ્ટતા કરી હતી કે, RoDTEP કોઈ સબસિડી નથી, તે એક એવી સિસ્ટમ છે જે નિકાસકારોને સિસ્ટમની ખામીઓને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરે છે. નિકાસ અંગે તેમણે કહ્યું કે, કંપનીની નિકાસ ચોથા ક્વાર્ટરમાં લગભગ 6 લાખ યુનિટ સુધી પહોંચી શકે છે. આગામી મહિનાઓમાં નિકાસ 2 લાખથી વધીને 2.5 લાખ યુનિટ થવાની ધારણા છે.

rajiv bajaj
moneycontrol.com

ચેતકનો વધતો બજાર

બજાજ ઓટોનું ચેતક હાલમાં ફૂલ સ્પીડમાં જોવા મળી રહ્યું છે. કંપનીએ માસિક વેચાણમાં સારી વૃદ્ધિ નોંધી છે, જેની અસર તેના માર્કેટ શેરમાં પણ જોવા મળી રહી છે. ડિસેમ્બર 2025માં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર સેગમેન્ટમાં કંપનીનો બજાર હિસ્સો 19.30 ટકા હતો, જે જાન્યુઆરી 2026માં વધીને 20.90 ટકા થયો. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે બજાજના ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ સતત વધી રહી છે, અને કંપની ધીમે-ધીમે તેની પકડ મજબૂત કરી રહી છે.

TVS મોટરે પણ જોરદાર ઉછાળો નોંધાવ્યો છે. TVSએ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર સેગમેન્ટમાં સૌથી મજબૂત સ્થિતિ બનાવી છે. ડિસેમ્બર 2025માં કંપનીનો બજાર હિસ્સો 25.70 ટકા હતો, જે જાન્યુઆરી 2026માં વધીને 28.80 ટકા થઇ ગયો છે. તો, ઓલા ઇલેક્ટ્રિકનો બજાર હિસ્સો ડિસેમ્બર 2025માં 9.30 ટકા હતો, તે જાન્યુઆરી 2026માં ઘટીને 5.50 ટકા થઈ ગયો છે. આનાથી ઓલા ઇલેક્ટ્રિક પાંચમા સ્થાને આવી ગઈ છે.

About The Author

Related Posts

Top News

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થવા પામ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ...
Business 
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે મોટો નિર્ણય લેવા માટે તૈયાર છે. તેઓ વૈભવ સૂર્યવંશીને...
Sports 
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

ભારત સરકારે સોમવારે જાહેર કર્યું કે વર્ષ 2026માં દેશમાં ચોમાસુ વરસાદ સામાન્ય કરતાં નબળો રહેવાની સંભાવના છે. આ ત્રણ વર્ષમાં...
National 
ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?

દેશની રાજકીય વ્યવસ્થામાં ધરખમ ફેરફાર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વકાંક્ષી પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ અંતર્ગત...
National 
લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.