યુદ્ધ વચ્ચે શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ-નિફ્ટી ક્રેશ

છેલ્લા 3 દિવસથી શેરબજારમાં ચાલી રહેલી તેજી પર બ્રેક લાગી ગયો છે.મધ્ય-પૂર્વમાં ચાલી રહેલું તેલ યુદ્ધ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ખાડી દેશોમાં ઉપસ્થિત તેલ અને ગેસ ક્ષેત્રો પર મિસાઈલ હુમલાઓના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેમાં બ્રેન્ટ ક્રૂડ અચાનક 113 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે. જેને કારણે, એશિયન શેરબજારોમાં ખળભળાટ મચી ગયો હતો, તો ભારતીય શેરબજાર ખુલતા જ ક્રેશ થઈ ગયું.

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30-શેરવાળો  સેન્સેક્સ, ગુરુવારે ઓપનિંગ સાથે 1,900 પોઈન્ટ ગગડી ગયો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 550 પોઈન્ટથી વધુ તૂટીને ખૂલ્યો હતો. 2 કલાકના કારોબાર બાદ પણ સેંસેક્સ 1730 પોઈન્ટ તૂટીને કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 530 પોઈન્ટ નીચે હતો.

stock-market
hdfc.bank.in

અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતા, BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 76,704થી તુલનામાં ઘટીને 74,750 પર ખુલ્યો હતો. ટ્રેડિંગની પહેલી થોડી મિનિટોમાં જ, તે વધુ ગગડીનેને 74,685ની નીચી સપાટીએ પહોંચી ગયો. સેન્સેક્સના પગલે ચાલતા NSE નિફ્ટીની પણ ખરાબ હાલત નજરે પડી. અને તે તેના અગાઉના બંધ 23,777ની તુલનમાં મોટા કડાકા સાથે 23,197 પર ખુલ્યો હતો.

ભારતીય શેરબજારમાં મંદીના સંકેતો પહેલાથી જ વિદેશી બજારો દ્વારા મળી ચૂક્યા હતા. ખાસ કરીને, ઈરાનના સૌથી મોટા LNG પ્લાન્ટ (કતાર સ્થિત) પર હુમલો અને ત્યારબાદ ગલ્ફ દેશોના કાઉન્ટર એટેકને કારણે ક્રૂડ ઓઇલના ભાવ અચાનક ઝડપી ગતિએ વધીને $113 પ્રતિ બેરલને સ્પર્શી ગયા. આનાથી બજારની ચિંતા વધી અને એશિયન શેરબજારોમાં વ્યાપક ઉથલપાથલ મચી ગઈ હતી.

જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 1,500 પોઈન્ટથી વધુ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે હોંગકોંગનો હેંગસેંગ 500 પોઈન્ટથી વધુ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. દક્ષિણ કોરિયાનો KOSPI ઇન્ડેક્સ પણ 1.50 ટકાથી વધુ ઘટ્યો હતો.આ ઉપરાંત, અન્ય વૈશ્વિક બજારો પણ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

stock-market1
hdfc.bank.in

લાંબા ગાળાના ઘટાડા બાદ છેલ્લા 3 દિવસમાં શેરબજારમાં રોનક જોવા મળી રહી હતી, પરંતુ મધ્ય-પૂર્વ યુદ્ધમાં એ પણ સ્પષ્ટ થઈ ગયું અને પછી રોકાણકારોમાં ફરી એકવાર ગભરાટ ફેલાયો. ગુરુવારે શરૂઆતના ટ્રેડિંગમાં સૌથી વધુ નુકસાન ઉઠાવનારા શેરો પર નજર કરીએ તો, BSE લાર્જકેપમાં સામેલ HDFC બેંક (4.50%), L&T (3.50%), ઇટરનલ (3%), બજાજ ફાઇનાન્સ (2.80%), એક્સિસ બેંક (2.75%), એશિયન પેઇન્ટ્સ (2.60%), કોટક બેંક (2.56%), M&M (2.40%), અદાણી પોર્ટ્સ (2.35%), અને ઇન્ડિગો (2.30%)ના શેર તૂટીને કારોબાર કરી રહ્યા હતા.

ગુરુવારે બજારમાં મોટા કડાકા વચ્ચે, બેંકિંગ અને ઓટો શેરો સૌથી વધુ વિખેરાયેલા નજરે પડ્યા. નિફ્ટી બેંક ખૂલતાની સાથે જ લગભગ 3 ટકા ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી ઓટોમાં પણ લગભગ એટલો જ ઘટાડો જોવા મળ્યો હતો.

ખાસ વાત એ છે કે, મધ્ય-પૂર્વમાં તેલ યુદ્ધની તીવ્રતાને કારણે શેરબજારના 'ભય ગેજ એટલે કે ઇન્ડિયા VIXમાં અચાનક ઉછાળો આવ્યો છે, જે છેલ્લા 3 દિવસથી નીચે તરફ જઈ રહ્યો હતો. ઇન્ડેક્સમાં આશરે 15 ટકાનો અચાનક ઉછાળો જોવા મળ્યો, જે આગામી દિવસોમાં બજારમાં અસ્થિરતા વધવાની સંભાવના દર્શાવે છે.

About The Author

Related Posts

Top News

ફારસની ખાડીમાં 22 ભારતીય ટેન્કરો ફસાયા, 16 લાખ ટન ક્રૂડ અને LPGનો ભંડાર અટક્યો

ભારતની પેટ્રોલિયમ અને ગેસ પુરવઠા પ્રણાલીને ગંભીર પડકારનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે 22 ભારતીય ધ્વજવાળા જહાજો...
Business 
ફારસની ખાડીમાં 22 ભારતીય ટેન્કરો ફસાયા, 16 લાખ ટન ક્રૂડ અને LPGનો ભંડાર અટક્યો

યુદ્ધ વચ્ચે શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ-નિફ્ટી ક્રેશ

છેલ્લા 3 દિવસથી શેરબજારમાં ચાલી રહેલી તેજી પર બ્રેક લાગી ગયો છે.મધ્ય-પૂર્વમાં ચાલી રહેલું તેલ યુદ્ધ વિકરાળ સ્વરૂપ ધારણ કરી...
Business 
યુદ્ધ વચ્ચે શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ-નિફ્ટી ક્રેશ

ચાંદીમાં અચાનક ખુબ મોટો ભાવ ઘટાડો...સોનું પણ ઘણું નીચે ગયું! શું આ કંઈક મોટું થવાનો સંકેત તો નથી ને?

શેરબજારમાં તીવ્ર ઘટાડા વચ્ચે, ગુરુવારે સોના અને ચાંદીના ભાવમાં પણ ખુબ મોટો ઘટાડો થયો છે. MCX પર ચાંદીના ભાવમાં ...
Business 
ચાંદીમાં અચાનક ખુબ મોટો ભાવ ઘટાડો...સોનું પણ ઘણું નીચે ગયું! શું આ કંઈક મોટું થવાનો સંકેત તો નથી ને?

સુરત જિલ્લાના આશ્રમમાં ચાલી રહ્યો હતો નકલી નોટોનો ગોરખધંધો, બહાર ધર્મ-યોગનું સેન્ટર, અંદર...

ગુજરાતમાં નકલી ચલણી નોટો પર ચાલી રહેલા કાર્યવાહી વચ્ચે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. સુરતથી સંચાલિત...
Gujarat 
સુરત જિલ્લાના આશ્રમમાં ચાલી રહ્યો હતો નકલી નોટોનો ગોરખધંધો, બહાર ધર્મ-યોગનું સેન્ટર, અંદર...

Opinion

કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક કમલભાઈ તુલસિયાન: સફળ ટેક્સટાઇલ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સમાજસેવક, બેંકિંગ ક્ષેત્રના માર્ગદર્શક અને ઉદ્યોગના હિતરક્ષક
(ઉત્કર્ષ પટેલ) સુરત ભારતનું ટેક્સટાઇલ કેપિટલ અહીં અનેક ઉદ્યોગપતિઓએ પોતાની મહેનત અને દૂરંદેશીથી વિશ્વમાં નામના મેળવી છે. આવા જ સફળ...
છેવાડાના આદિવાસી ગામડાઓ: વિકાસના દીવા તળે અંધારું જ્યાં દીવો પ્રગટાવવો જરૂરી છે
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.