ભારતમાં ઝડપથી વિકસી રહ્યો છે સેક્સ ટોય્ઝ વ્યવસાય, 2030 સુધી આટલું વધશે બજાર

ભલે ભારતમાં સેક્સ ટોય્ઝ પર એટલી વાત ના થતી હોય, પરંતુ તેનો વ્યવસાય ખૂબ જ વિકસી રહ્યો છે. કેટલીક ઈ-કોમર્સ સાઈટ્સના જણાવ્યા અનુસાર, ભારતમાં પણ કેટલાક ટકા લોકો એવા છે જે સેક્સ ટોય્ઝ, લુબ્રિકેન્ટ્સ વિશે જાણે છે. તેઓ તેના વિશે ઈન્ટરનેટ પર પણ સર્ચ કરે છે. સેક્સ વિશે વાત કરવી ભારતીય સમાજમાં હજુ પણ ટેબૂ માનવામાં આવે છે, પરંતુ આંકડા કંઈક અલગ જ સ્ટોરી દર્શાવી રહ્યા છે. કોરોના મહામારીના સમયે લગાવવામાં આવેલા લોકડાઉન બાદથી સેક્સ ટોય્ઝના વેચાણમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. આ અવધિમાં દેશમાં સેક્સ ટોય્ઝનું બજાર 66 ટકા વધ્યું હતું. એક રિપોર્ટ અનુસાર, ભારતનું સેક્સુઅલ વેલનેસ માર્કેટ વર્ષ 2030 સુધી 209 કરોડ ડૉલરનું થઈ જશે. આ જ રીતે આ માર્કેટના 5.8 ટકા CAGRથી વધવાની સંભાવના છે.

સેક્સુઅલ વેલનેસ પ્રોડક્ટ્સમાં સેક્સ ટોય્ઝ, ડિલે સ્પ્રે અને સેક્સ એન્હાંસમેન્ટ સપ્લીમેન્ટ્સ સામેલ છે. યુવા કપલ્સની વચ્ચે આ પ્રોડક્ટ્સ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતના સેક્સુઅલ વેલનેસ માર્કેટનો આકાર વર્ષ 2020માં 115 કરોડ ડૉલરનો હતો. તે વર્ષ 2030 સુધી 209 કરોડ ડૉલર પર પહોંચવાનું અનુમાન છે. આ રીતે ભારતમાં આ બજાર વર્ષ 2021થી 2030ની વચ્ચે 5.8 ટકા CAGRથી વધી શકે છે.

રિપોર્ટ અનુસાર, વ્યસ્ત રૂટિન, તણાવ, દવા, ઉંમર વધવાની સમસ્યાઓ, હોર્મોનલ ઈશ્યૂઝ જેવા કારણોને પગલે આ ઉત્પાદનોના વેચાણમાં વધારો આવ્યો છે. ડિસ્ટ્રીબ્યૂશન ચેનલ્સના આધાર પર ઓનલાઈન સ્ટોર સેગમેન્ટના 5.6 ટકાના CAGRથી વર્ષ 2030 સુધી 49.2 કરોડ ડૉલર સુધી પહોંચવાનું અનુમાન છે. પ્રોડક્ટ પર વાત કરીએ તો, લુબ્રિકેન્ટ અને સ્પ્રે સેગમેન્ટના 5.3 ટકા CAGRની સ્પીડથી વધવાનું અનુમાન છે. વર્ષ 2020માં પુરુષોનું સેગમેન્ટ 63.9 કરોડ ડૉલરનું હતું. તે ભારતના સેક્સુઅલ વેલનેસ માર્કેટના 55.4 ટકા હતું.

મહામારી દરમિયાન ચીનમાં બનેલા સેક્સ ટોય્ઝની માંગ દુનિયાભરમાં 30 ટકા કરતા વધુ વધી ગઈ હતી. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, ચીનની સેક્સ ટોય્ઝ ઈન્ડસ્ટ્રીઝને દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ઓર્ડર મળ્યા હતા. વધતી માંગના કારણે કંપનીઓના કર્મચારીઓની સંખ્યા વધારવી પડી હતી. આ દરમિયાન ચીનની કંપનીઓને ફ્રાન્સ, અમેરિકા અને ઈટલીના સૌથી વધુ ઓર્ડર મળ્યા હતા. જોકે, કંપનીઓને ચીનમાંથી આટલા ઓર્ડર નહોતા મળી રહ્યા. તેનું કારણ છે કે, ચીનની સંસ્કૃતિ વધુ રૂઢિવાદી છે. ટ્રેન્ડ્સ અનુસાર, સેક્સ પ્રોડક્ટ્સના વેચાણમાં ભારતમાં મહારાષ્ટ્ર પહેલા સ્થાન પર રહ્યું હતું. જ્યારે, બેંગલુરુ બીજા અને નવી દિલ્હી ત્રીજા સ્થાન પર હતું.

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.