2000ની ફાટેલી નોટની કેટલી કિંમત મળશે? જાણો શું કહે છે RBIનો નિયમ

2000 રૂપિયાની નોટ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સર્ક્યૂલેશન પરત લઈ રહી છે. 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી આ નોટોને બેન્કોમાં બદલાવી કે જમા કરાવી શકાય છે. 2000 રૂપિયાની નોટો બદલાવવાને લઈને લોકોના મનમાં ઘણા સવાલ છે. તેમાંથી એક સવાલ છે કે, જો 2000 રૂપિયાની નોટ તૂટેલી ફાટેલી હોય કે સળગેલી હોય તો શું બેંક તેને સ્વીકારશે? જો તેમને લેવામાં આવે છે તો ચૂકવણી કયા હિસાબે થશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના (નોટ રિફંડ)ના નિયમ હેઠળ ફાટેલી તૂટેલી નોટને બદલી શકાય છે.

આખા દેશમાં રિઝર્વ બેંકની ઓફિસ અને નામિત બેન્કોમાં નોટ બદલાવી શકાય છે, પરંતુ ચૂકવણી નોટની સ્થિતિના આધાર પર થાય છે. જો તમારી પાસે પણ 2000 રૂપિયાની ફાટેલી તૂટેલી નોટ છે, તો પરેશાન થવાની જરૂરિયાત નથી. અમે તમને આ આર્ટિકલમાં જણાવીએ છીએ કે, તમે કેવી રીતે ફાટેલી તૂટેલી નોટોને ચેન્જ કરાવી શકો છો અને બેંક તેના બદલે તમને કેટલા પૈસા પરત આપે છે.

કઈ બેન્કોમાં બદલી શકશે ફાટેલી નોટ:

તૂટેલી ફાટેલી નોટ બદલવાની સુવિધા માત્ર રિઝર્વ બેંક દ્વારા નામિત બેન્કોમાં થાય છે. ભારતીય રિઝર્વ બેન્કે સંબંધિત બેન્કોને સ્પષ્ટ રૂપે દિશા નિર્દેશ આપ્યા છે કે તેઓ ફાટેલી તૂટેલી નોટ બદલે અને તેમણે આ સુવિધાઓ માટે શાખાઓમાં બોર્ડ પણ લગાવવા જોઈએ. એવામાં બેન્કના કર્મચારી તમને નોટ બદલાવ માટે ના નહીં પાડી શકે.

તૂટેલી ફાટેલી નોટની ચુકવણી સાથે સંબંધિત નિયમ:

ફાટેલી તૂટેલી નોટ બદલવાની તેમની સ્થિતિ પર નિર્ભર કરે છે. રિઝર્વ બેન્કે દરેક કિંમતની તૂટેલી ફાટેલી નોટની ચૂકવણીને લઈને નિયમ બનાવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર રહેલી જાણકારી મુજબ 2000 રૂપિયાની નોટની લંબાઈ 16.6, પહોળાઈ 6.6 અને એરિયા 109.56 વર્ગ સેન્ટિમીટર હોય છે. એવામાં નોટ 88 વર્ગ સેન્ટિમીટર હોવા પર પૂરા પૈસા મળશે. તો 44 વર્ગ સેન્ટિમીટરથી અડધી હોવા પર અડધા જ પૈસા મળશે. બરાબર એ જ પ્રકારે 500 રૂપિયાની નોટ 80 વર્ગ સેન્ટિમીટર હોવા પર ફૂલ પૈસા મળશે, જ્યારે 40 વર્ગ સેન્ટિમીટર હોવા પર અડધી રકમ આપવામાં આવશે.

બેંક ગ્રાહકોને ફાટેલું તુટેલી નોટ બદલવા માટે કોઈ ફીસ લેતી નથી. જો કે, બેંક એવી નોટ બદલાવની ના નહીં શકે છે, જે ખૂબ જ ખરા હોય કે પછી વધાર સળગેલી હોય. કેટલીક ખૂબ જ ખરાબ સ્થિતિવાળી નોટને રિઝર્વ બેંક ની ઓફિસમાં જ જમા કરાવી શકાય છે. 2000 રૂપિયાની નોટોને 30 સપ્ટેમ્બ સુધી બદલાવી શકાય છે.

About The Author

Related Posts

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.