સુરતનો ડાયમંડ ઉદ્યોગ રૂ. 300 કરોડના ઉઠમણાઓથી હચમચી ગયો

સુરતના પ્રખ્યાત હીરા ઉદ્યોગમાં છેતરપિંડી અને ડિફોલ્ટ્સમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે રૂ. 300 કરોડનું નુકસાન થયું છે. ઉદ્યોગમાં લાંબા સમયથી ચાલતી મંદી વેપારીઓને રોકડ વ્યવહારો તરફ ધકેલી રહી છે.

તાજેતરમાં, શિવ જેમ્સના રોહિત કાછડીયાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ દલાલ કિરીટ ફ્રીડોલિયા, હવિયા જેમ્સના પંકજભાઈ ઉર્ફે પાસાભાઈ, પરસમણિ ના મુકેશ સોની (મૂળ મુંબઇના), ડી.એન.ડી. જ્વેલર્સના વિપુલ જેતાણી અને ગૌતમ શિવદાસ વાગ સામે નોંધાવવામાં આવી છે. આ છતરપિંડીની રકમ રૂ. 1.76 કરોડ છે.

સ્ત્રોતોના જણાવ્યા મુજબ, અગાઉ પણ 'એપેક્ષા જ્વેલર્સ' ના નામ હેઠળ આવી જ છેતરપિંડીના કિસ્સા નોંધાયા હતા. નવસારી અને મુંબઈમાં પણ આ જ ગેંગ સામે ફરિયાદો નોંધાઈ છે.

અંદાજ મુજબ,  જુદી જુદી ગેંગ્સ રુ. 1 લાખથી 150 કરોડની છેતરપિંડીમાં સામેલ છે, જેના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં કુલ રૂ. 300 કરોડનું નુકસાન થયું છે. લગભગ 200 વેપારીઓ ડિફોલ્ટ થઈ ગયા છે, જેના કારણે ઉદ્યોગની આર્થિક સ્થિરતા પર ગંભીર અસર થઈ છે. જોકે, આમા કેટલાક જેન્યુઇન વ્યાપારી પણ હોવાની શક્યતા છે જેમને મંદીનો માર પડ્યો હોય.

સુરત હીરા એસોસિયેશનને 24 સત્તાવાર ફરિયાદો મળી છે, જ્યારે પોલીસ દ્વારા 186 કેસો નોંધવામાં આવ્યા છે. અધિકારીઓ હવે આરોપીઓને શોધી કાઢવા અને ઉદ્યોગમાં વધુ નાણાકીય નુકસાન અટકાવવા માટે પ્રયત્નશીલ છે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.