કેમ હાહાકાર? 2 મહિનામાં પાકિસ્તાન-બાંગ્લાદેશની GDPથી વધુ ભારતીય બજારમાં સ્વાહા, જાણો કેટલા ડૂબ્યા

ભારતીય શેરબજારમાં ગયા વર્ષના અંતમાં શરૂ થયેલા ઘટાડાનો સિલસિલો આ વર્ષે 2025માં પણ સતત ચાલુ છે. સરકારની એ તમામ મોટી જાહેરાતો અને મોંઘવારી ઘટવા છતા સેન્સેક્સ-નિફ્ટી રિકવર થઈ શક્યા નથી. એક ચોંકાવનારો આંકડો એ છે કે આ વર્ષના માત્ર 2 મહિના કરતા ઓછા સમયમાં શેરબજારમાં જેટલા પૈસા ડૂબ્યાં છે તે પાકિસ્તાન અને બાંગ્લાદેશના GDP કરતા પણ વધારે છે. ભારતીય શેરબજારની માર્કેટ કેપિટલમાં વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 520 અબજ ડોલર કે લગભગ 45 લાખ કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે, જે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ દ્વારા પાકિસ્તાન-બાંગ્લાદેશની GDP અનુમાન કરતા પણ વધુ છે.

share-market1

આટલી ઘટી ગઈ BSE માર્કેટ કેપ

શેર બજારમાં થયેલા નુકસાનના આંકડાઓ પર નજર કરીએ તો ગયા વર્ષના અંતમાં 31 ડિસેમ્બર, 2024ના રોજ BSE માર્કેટ કેપ 443.47 લાખ કરોડ રૂપિયા હતી, જે હવે ઘટીને 398.46 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. તેમાં 10 ટકાનો ઘટાડો થયો છે, જે લગભગ 45 લાખ કરોડ રૂપિયા કે 520 અબજ ડોલરની આસપાસ છે. ખાસ કરીને મિડકેપ અને સ્મોલકેપમાં જોરદાર ઘટાડાથી શેર બજારને રિકવર થવાની તક ન મળી. ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીમાં 26 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે એટલે કે 306 અબજ ડૉલરનું નુકસાન થઈ ચૂક્યું છે. વર્ષના પહેલા મહિનામાં બજારના તૂટવાના કારણે BSEની માર્કેટ કેપિટલમાં થયેલા ઘટાડાને જોડીને જોઈએ તો તે 45 લાખ કરોડ રૂપિયા થઈ જાય છે.

પાકિસ્તાન-બાંગ્લાદેશની GDP કરતા વધુ નુકસાન

ભારતીય શેરબજારના માર્કેટ મૂલ્યમાં માત્ર બે મહિનામાં થયેલા ઘટાડાનો આ આંકડો પાડોશી દેશ પાકિસ્તાનના અંદાજિત GDP કરતા વધુ છે. તમને જણાવી દઈએ કે IMF2025 માટેપાકિસ્તાનની GDP 481 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ લગાવ્યો છે. આ સિવાય બાંગ્લાદેશ માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)નું અનુમાન 393 અબજ ડોલર છે અને ભારતીય બજારમાં ડૂબનારી રકમ તેનાથી પણ વધુ છે.

માત્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશ જ નહીં, ભારતીય શેરબજારમાં ડૂબનારી રકમનો આંકડો મલેશિયા, નોર્વે, ફિલિપાઇન્સ અને વિયેતનામ માટે પણ IMF દ્વારા આપવામાં આવેલા GDP અનુમાન કરતા પણ વધારે છે.

વિદેશી રોકાણકારો જાપાન-ચીન તરફ ભાગ્યા

ભારતમાં બજારમાં તીવ્ર ઘટાડો એવા સમયે જોવા મળી રહ્યો છે, જ્યારે વિદેશી રોકાણકાર ભારતીય બજારો પ્રત્યે ઉદાસીન વલણ અપનાવી રહ્યા છે અને જાપાન તેમજ ચીન જેવા બજારોમાં રોકાણ વધારી રહ્યા છે, જે ભારતની તુલનામાં પ્રમાણમાં સસ્તા વેલ્યુએશનને કારણે આકર્ષક બની રહ્યા છે. બોફા સિક્યોરિટીઝ ફંડ મેનેજમેન્ટના માસિક સર્વેમાં પણ સામે આવ્યું છે કે, ભારત ફેબ્રુઆરી 2025માં વૈશ્વિક ફંડ્સ દ્વારા બીજું સૌથી ઓછું પસંદગીનું શેરબજાર રહ્યું છે. તેમાં બતાવવામાં આવ્યું કે કુલ 19 ટકા ફંડ અંડરવેટ છે. થાઈલેન્ડ આ મામલે ટોપ પર છે, 22 ટકા ફંડ અંડરવેટ હતું.

આખરે કેમ શેરબજારમાં મચ્યો હાહાકાર?

બજારના ઘટાડાનો અંદાજો એ વાત પરથી પણ લગાવી શકાય છે કે દેશની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓનું માર્કેટ કેપ આ 2 મહિનામાં 9,497,760 કરોડ રૂપિયાથી ઘટીને 9,078,202 રૂપિયા થઈ ગયું છે, જે 4.41 ટકાનો ઘટાડો દર્શાવે છે. જો શેરબજારમાં ઘટાડાના કારણો પર નજર કરીએ તો આ વર્ષે ઘણા કારણ સામે આવ્યા છે. તેમાં US ડૉલરની સતત મજબૂતીને કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારોથી દૂર જઈ રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીમાં FIIએ રૂ. 36,976 કરોડનું વેચાણ કર્યું છે.

આ સિવાય અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોર શરૂ કરી દીધું, કેનેડા, મેક્સિકો, ચીન સાથે જ ભારત પર પણ રેસિપ્રોકલ ટેરિફ લગાવવાની ધમકી આપી, જેની સીધી અસર શેરબજાર પર જોવા મળી છે અને તે સતત તૂટતો નજરે પડી રહ્યો છે.

share-market

સોમવારે ખુલતાની જ સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો

અઠવાડિયાના પહેલા દિવસે બજાર ખુલતા પહેલા જ ગિફ્ટી નિફ્ટી 150 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય એશિયન બજારોમાં પણ નરમી જોવા મળી રહી છે. અમેરિકન શેર બજારોની વાત કરીએ તો ગયા શુક્રવારે ડાઉ જોન્સથી લઈને S&P 500 સુધીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. એવામાં, શેરબજારમાં ઘટાડાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી અને થયું પણ કંઈક એવું જ. બજાર ખુલ્યાની થોડીવાર બાદ, BSE સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ તૂટી ગયો, જ્યારે NSE નિફ્ટી 200 પોઈન્ટ કરતાં વધુ લપસતા કારોબાર કરતો જોવા મળ્યો હતો.

About The Author

Related Posts

Top News

શું ગુજરાતમાં કોંગ્રેસને જનઆક્રોશ યાત્રાથી ફાયદો થયો?

ગુજરાતમાં કોંગ્રેસે નવેમ્બર મહિનાથી જનઆક્રોશ યાત્રા શરૂ કરીછે અને તેને પરિવર્તનનો શંખનાદ નામ રાખવામાં આવ્યું છે. છેલ્લાં 2 સપ્તાહમાં કોંગ્રેસની...
Politics 
શું ગુજરાતમાં કોંગ્રેસને જનઆક્રોશ યાત્રાથી ફાયદો થયો?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 08-12-2025 વાર- સોમવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.