માત્ર 15 દિવસમાં ગુજરાતનું આ શહેર બન્યું સ્માર્ટ સિટી નં.1

કેન્દ્ર સરકાર નિયમોમાં ફેરફાર કરતા બીજા ક્રમે ધકેલાય ગયેલું રાજ્યનું મેગા સિટી અમદાવાદ 15 જ દિવસમાં ફરી એક વખત સ્માર્ટ સિટી નંબર.1 બની ગયું છે. રાજ્ય સરકારે યોગ્ય સમયે ફંડ છૂટું કરતા બીજી વખત થયેલા સર્વેમાં અમદાવાદ સ્માર્ટ સિટીની યાદીમાં પ્રથમ ક્રમે આવ્યું છે. જ્યારે સૌ પ્રથમ વખત સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે તે બીજા ક્રમે રહ્યું હતું. છેલ્લા એક વર્ષથી અમદાવાદ શહેર સ્માર્ટ સિટી પ્રોજેક્ટના અમલ અને નવા પ્રોજેક્ટના માપદંડ અનુસાર પ્રથમ ક્રમે રહ્યું હતું.

પણ છેલ્લા નિર્ણય મુજબ કેન્દ્ર સરકારે કરેલા ફેરફારમાં શહેર બીજા ક્રમે રહ્યું હતું. કેન્દ્ર સરકારે દેશ, રાજ્યને તેમજ સંસ્થાને ફાળવવામાં આવતા ફંડ તથા તેના ઉપયોગનો માપદંડ આ પાસાનો ઉમેરો કર્યો હતો. આ સ્થિતિએ અમદાવાદ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ રાજ્ય સરકાર પાસે રજૂઆત કરી હતી કે, જો રાજ્ય સરકાર પાસેથી આવતું ફંડ યોગ્ય સમય મળે તો અમદાવાદ શહેર ફરી એકવખત સ્માર્ટ સિટીની યાદીમાં પ્રથમ ક્રમે આવી શકે છે. જોકે, રાજ્ય સરકારે પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે ફંડ છૂટું કર્યું હતું. તેથી બીજા શહેરમાં કરવામાં આવેલા સર્વેની યાદીમાં અમદાવાદ પ્રથમ ક્રમે રહ્યું હતું.

અમદાવાદ શહેરમાં પીપીપી ધોરણે તાજેતરમાં શરૂ કરેલો યુલુ બાઈક પ્રોજેક્ટ સૌથી વધું લોકોપ્રિય રહ્યો છે. જેમાં લોકોને સસ્તા દરે એક સ્થળેથી બીજા સ્થળે જવાની સુવિધા મળે છે. સ્માર્ટ સિટી હેઠળ લાવવામાં આવેલો આ પ્રોજેક્ટ યુવાનોને ખૂબ પસંદ પડ્યો હતો. ટોપ શહેરની યાદીમાં પ્રથમ ક્રમે આગ્રા ત્યાર બાદ અમદાવાદ, કાનપુર, ઈન્દોર, સુરત રહ્યા હતા. દર મહિને શહેરી તથા આવાસ મંત્રાલય તરફથી સ્માર્ટ સિટી માટે રેન્ક જાહેર કરવામાં આવે છે. આ પહેલા એક સર્વે શરૂ કરવામાં આવે છે. તેમાં જે તે માપદંડને અનુસરવામાં આવે છે. જેમાં પ્રોજેક્ટ, પ્રાથમિક સુવિધા, રહેવા તથા અભ્યાસ લાયક આયામ, પરિવહનની સગવડ, સ્વચ્છતા સર્વે, જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવે છે. મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર આ માટે શહેર સિવાય અન્ય બીજા કોઈ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવતી નથી. માત્ર શહેરલક્ષી પ્રોજેક્ટને જ ધ્યાને લેવાય છે.

About The Author

Related Posts

Top News

ઈન્ડિગોએ વિમાનના ભાડા પણ વધારી દીધા

ભારતમાં એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે વિમાનના ઇંધણના ભાવમાં થયેલા તોતિંગ વધારાનો બોજ હવે પેસેન્જરો પર પડવાનું શરૂ...
Business 
ઈન્ડિગોએ વિમાનના ભાડા પણ વધારી દીધા

ઝવેરીને ત્યાં 'સ્પેશિયલ 26' સ્ટાઈલમાં લૂંટ, સૂટ-બૂટ-પોલીસ યુનિફોર્મમાં પહોંચ્યા આરોપીઓ

ફિલ્મ ‘સ્પેશિયલ 26’માં અક્ષય કુમાર નકલી આવકવેરા અધિકારીઓની ટીમ સાથે ઝવેરીઓ અને મોટા વેપારીઓની દુકાનો પર દરોડા...
National 
ઝવેરીને ત્યાં 'સ્પેશિયલ 26' સ્ટાઈલમાં લૂંટ, સૂટ-બૂટ-પોલીસ યુનિફોર્મમાં પહોંચ્યા આરોપીઓ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ સાથે એવું શું થયું કે CJI પણ નારાજ થયા, 9 કલાક સુધી...

ચૂંટણીને કારણે પશ્ચિમ બંગાળ આ દિવસોમાં રાષ્ટ્રીય રાજકારણમાં વધારે ગરમી પેદા કરતુ રાજ્ય બની ગયું છે. રાજ્યમાં જયારથી SIR પ્રક્રિયા...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ સાથે એવું શું થયું કે CJI પણ નારાજ થયા, 9 કલાક સુધી...

'સાંભળ, તનુ, રડ નહીં બેટા, હું આવતો રહીશ..' SP સાહેબનું ટ્રાન્સફર થયું તો અન્ય પોલીસકર્મીઓ રડી પડ્યા

'સાહેબ, આવતા રહેજો, આવશોને?, આવીશ... હું ચોક્કસ આવીશ..., સાહેબ તમે ન જાવ, અરે રડ...
National 
'સાંભળ, તનુ, રડ નહીં બેટા, હું આવતો રહીશ..' SP સાહેબનું ટ્રાન્સફર થયું તો અન્ય પોલીસકર્મીઓ રડી પડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.