- Central Gujarat
- શંકરસિંહ વાઘેલાએ આ જગ્યાએ દારૂ પીવાની છૂટ આપવા માગ કરી
શંકરસિંહ વાઘેલાએ આ જગ્યાએ દારૂ પીવાની છૂટ આપવા માગ કરી

ગુજરાતના નશાબંધી અને આબકારી વિભાગે શુક્રવારે ગાંધીનગરના ગિફ્રટ સિટીમાં તમામ કર્મચારીઓ અને માલિકો અને મહેમાનો માટે કેટલાંક નિયમો હેઠળ દારૂની છૂટ આપી છે એ પછી રાજકારણમાં ગરમાટો આવ્યો છે અને આ વિષય લોકોમાં પણ ખુબ ચર્ચાઇ રહ્યો છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મોડે મોડે પણ સરકારને સમજ આવી એ સારી વાત છે. તેમણે કહ્યું કે, સરકારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મહાત્મા મંદિરમાં પણ દારૂ પીવાની છૂટ આપવી જોઇએ.
તેમણે કહ્યું કે, જ્યારે સરકારે હવે પહેલ કરી છે તો આખા રાજ્યમાં દારૂની છૂટ આપી દેવી જોઇએ. તેમણે કહ્યું કે, ગાંધીજીના નામે હવે રાજકારણ બંધ કરી દેવું જોઇએ.
વાઘેલા બાપુએ કહ્યું કે,મારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને વિનંતી છે કે લોકો ચોરી છુપીથી દારૂ પીવે છે, કેટલીય બહેનો વિધવા બને છે તો ગુજરાતમાં સારી ક્વોલીટીનો દારૂ મળતો થાય તે જરૂરી છે.