ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા કવિતા દાસનું ગીત 'વણઝારા' ઈતિહાસ રચવા જઈ રહ્યું છે

ગુજરાતની સુપ્રસિદ્ધ લોક ગાયિકા અને પ્લેબેક સિંગર કવિતા દાસનું નવું ગીત “વણઝારા” ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. આ ગીત ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે લોન્ચ થનારું પ્રથમ ગુજરાતી ગીત બન્યું છે, જેણે ગુજરાતી સંગીતની સુગંધને વૈશ્વિક ફલક પર પહોંચાડી છે. “વણઝારા” એ ગુજરાતની પરંપરાગત લોક-સંસ્કૃતિ અને આધુનિક EDM (ઈલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક)નું અનોખું સંગમ છે, જે સંગીત પ્રેમીઓના દિલમાં ધૂમ મચાવી રહ્યું છે. થોડાક જ સમયમાં આ ગીત ઓનલાઈન સેન્સેશન બની ગયું છે, અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

ઉત્તર ગુજરાતની ભૂમિમાં જન્મેલી કવિતા દાસે પોતાના પિતા ધનુદાસના માર્ગદર્શન હેઠળ સંગીતની દુનિયામાં અથાગ મહેનત કરી છે અને આજે તેઓ અમેરિકામાં સ્થાયી થઈને ગુજરાતી સંગીતનો ડંકો વિશ્વભરમાં વગાડી રહ્યા છે. 1000થી વધુ ગુજરાતી આલ્બમ અને 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પોતાના મધુર કંઠે જાદુ પાથરનાર કવિતાએ “વણઝારા” દ્વારા ફરી એકવાર પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે.

“વણઝારા”ની સર્જનાત્મક ટીમ :- “વણઝારા” એક એવું નજરાણું છે, જેમાં પ્રતિભાઓનું અદભૂત સંગમ જોવા મળે છે. કવિતા દાસના મધુર અવાજને સુપ્રસિદ્ધ સંગીત નિર્દેશક કુશલ ચોક્સીના મધુર સંગીતથી સજાવવામાં આવ્યું છે. મુનાફ લુહારની કલમે લખાયેલા શબ્દો ગીતને ભાવનાત્મક ઊંડાણ આપે છે, જ્યારે સૌરભ ગજ્જર અને આકાશ પટેલની ટીમે દિગ્દર્શન દ્વારા ગીતને દૃશ્યમય રીતે અદભૂત બનાવ્યું છે. વિરાજ. પી દ્વારા પ્રસ્તુત આ ગીત ગુજરાતી સંગીતની ડિજિટલ દુનિયામાં નવો માઈલસ્ટોન સ્થાપી રહ્યું છે.

“વણઝારા” વિશે વાત કરતાં કવિતા દાસ કહે છે, “આ ગીત એક પ્રાચીન લોકગીતનું આધુનિક રૂપ છે, જે આજના શહેરી શ્રોતાઓની પસંદગીને ધ્યાનમાં રાખીને રચાયું છે. ‘વણઝારા’ એ ગુજરાતી લોક-સંસ્કૃતિ અને આધુનિક સંગીતનો અતૂટ સેતુ છે.” આ ગીત ગુજરાતના સમૃદ્ધ વારસાને આધુનિક રંગમાં રજૂ કરે છે, જે યુવા પેઢી અને પરંપરાગત સંગીતના ચાહકો બંનેને આકર્ષી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે વૈશ્વિક ફલક પર ગુજરાતી સંગીત “વણઝારા”નું ટાઈમ્સ સ્ક્વેર ખાતે લોન્ચ થવું એ ગુજરાતી સંગીતની વૈશ્વિક પહોંચનું પ્રતીક છે. આ ગીત ન માત્ર ગુજરાતી સંગીતની સમૃદ્ધિને ઉજાગર કરે છે, પરંતુ ગુજરાતી કલાકારોની સર્જનાત્મકતા અને નવીનતાને વિશ્વ સમક્ષ રજૂ કરે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.