- Charcha Patra
- સમર વેકેશન પછી બાળકો આળસુ ન બની જાય તે માટે ટિપ્સ આપે છે ડૉ.ગરિમા મહેતા
સમર વેકેશન પછી બાળકો આળસુ ન બની જાય તે માટે ટિપ્સ આપે છે ડૉ.ગરિમા મહેતા

ગરમીની રજાઓ બાળકો માટે મોજમસ્તી, આરામ અને તાજગી લાવવાનો સમય હોય છે. પરંતુ ઘણીવાર વધુ છૂટછાટને લીધે જ્યારે સ્કૂલ ફરી શરૂ થાય ત્યારે બાળકોમાં શિસ્તનો અભાવ જોવા મળે છે. તો પછી પ્રશ્ન છે – સમર વેકેશનમાં એવું શું કરવું કે બાળકો પછીથી આળસુ ન બને?
અહીં પેરેન્ટ્સ માટે 7 સરળ પણ અસરકારક સૂચનો આપેલા છે:
1. ફ્લેક્સિબલ રૂટીન બનાવો
બાળકોને દરરોજ વહેલા 6 વાગે ઊઠી જવાનું કહેવાની જરૂર નથી, પણ આખો દિવસ અનપ્લાન્ડ ન હોવો જોઈએ. તેઓ એક નક્કી સમયે ઊઠે, બ્રશ કરે, નાહે અને પછી વાંચન, લખાણ કે સર્જનાત્મક પ્રવૃતિ કરે.
‘શિસ્તમાંથી મુક્તિ નહીં, હિટલરરાજ પણ નહીં.’
2. દરરોજ કંઈક નવું શીખવું જરૂરી બનાવો
રોજના 30–45 મિનિટ કંઇક નવું શીખવા માટે રાખો — પુસ્તક વાંચવું, પઝલ હલ કરવી કે સામાન્ય જ્ઞાન મેળવવું.
‘રજાઓ એટલે જ્ઞાનથી દૂર નહીં, નવી શોધ માટેનો સમય.’
3. શારીરિક પ્રવૃત્તિમાં જોડો
દરરોજ 1–2 કલાક આઉટડોર રમત, સાયકલિંગ, યોગ અથવા સ્વિમિંગમાં જોડાવા દો. આથી શરીર તંદુરસ્ત અને મન પ્રસન્ન રહે છે.
4. સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપો
ડ્રોઇંગ, સંગીત, નૃત્ય, નાટક, ક્રાફ્ટ કે ગાર્ડનિંગ જેવી પ્રવૃતિઓમાં બાળકોને જોડાવો. આ મનોરંજન સાથે એકાગ્રતાનું પણ વિકાસ કરે છે.
5. નાના-નાના ઘરકામની જવાબદારી આપો
બાળકોને શીખવો કે ઘર પણ તેમની જવાબદારી છે — જેમ કે કપડાં વહેંચવા, પુસ્તકો ગોઠવવા, ટેબલ સાફ કરવી. આ આત્મનિર્ભરતા અને શિસ્તના ગુણો આપે છે.
6. કુટુંબ સાથે સમય વિતાવવાનું કહો
સાથે રસોઈ બનાવવી, બોર્ડ ગેમ રમવી, મંદિરે જવું અથવા વાર્તાઓ સાંભળવી – આ બધું સામાજિક અને ભાવનાત્મક મૂલ્યો શીખવાડે છે.
7. સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરો
ફોન કે ટીવીથી દૂર રાખવું અશક્ય છે, પણ સમય મર્યાદિત કરો. સ્ક્રીન ટાઈમને ‘સ્કિલ ટાઈમ’થી બદલવા પ્રોત્સાહન આપો — જેવી કે નવી ભાષા શીખવી, ટાઈપિંગ પ્રેક્ટિસ અથવા નકશા વાંચવો.
સુયોજિત અને સહભાગી સમર વેકેશન બાળકો માટે સ્વ વિકાસની એક શાનદાર તક બની શકે છે. યોગ્ય રીતે પસાર કરેલી રજાઓ તેમને આળસુ નહીં, પણ જવાબદાર અને શક્તિશાળી બનાવે છે.
About The Author

Dr. Garima Mehta, M.D. (Pediatrics), is a renowned Pediatric Critical Care and Neonatal Specialist with a deep commitment to child health and development. As a Certified Lactation Consultant (BPNI), she brings a compassionate and evidence-based approach to supporting new mothers and infants. Currently serving as Senior Consultant at Kilkaari Children Hospital & Lactation Center in Surat, Dr. Mehta is dedicated to providing comprehensive pediatric care, especially in high-risk and neonatal cases.