- Coronavirus
- ગુજરાતને બૂસ્ટર ડોઝ લેવામાં બીજો નંબર, જાણો કેટલા લોકોએ બૂસ્ટર ડોઝ લીધો
ગુજરાતને બૂસ્ટર ડોઝ લેવામાં બીજો નંબર, જાણો કેટલા લોકોએ બૂસ્ટર ડોઝ લીધો

રાજ્યમાં બૂસ્ટર ડોઝ એટલે કે પ્રિકોશન ડોઝ આપવાની કામગિરી હેલ્થ સેન્ટરો પરથી થઈ રહી છે પરંતુ બૂસ્ટર ડોઝ લેવામાં લોકો પાછી પાની કરી રહ્યા છે તો પણ ગુજરાતમાં બીજો નંબર બૂસ્ટર ડોઝ લેવા મામલે દેશમાં છે અત્યાર સુધીમાં ગુજરાતમાં 26 લાખથી વધુ નાગરીકોએ બૂસ્ટર ડોઝ લીધો છે. આગામી સમયમાં કોરોના વેક્સિન લેવા મામલે અને બૂસ્ટર ડોઝ તેમજ કેટલાક તો સેકન્ડ ડોઝ લેવામાં પણ ઉદાસીનતા દાખવી રહ્યા છે બીજી બાજુ કોરોના સામે પ્રોટેક્શન માટે બૂસ્ટર ડોઝ જરૂરી છે. 70 ટકા પ્રોટેક્શન બૂસ્ટર ડોઝથી થાય છે.
પ્રથમ ડોઝ ગુજરાતમાં લેનારની સંખ્યા 5.39 કરોડથી વધુ છે જ્યારે બીજો ડોઝ લેનાર લોકોની સંખ્યા 5.13 લાખ છે એટલે કે 26 લાખ લોકો એવા છે કે જેમને હજુ સુધી બીજો ડોજ જ નથી લીધો ત્યારે બૂસ્ટર ડોઝના આ ટાર્ગેટને આગામી સમયમાં કેવી રીતે પરીપૂર્ણ કરાશે. બીજી બાજુ કોરોના કેસો ઓછા થઈ રહ્યા છે. જેથી લોકોમાં પણ રાહત અનુભવાઈ રહ્યો છે. આગામી સમયમાં વેક્સિનની પ્રક્રિયા તેજ બને તો 100 ટકા વેક્સિનેશન તરફ ભારત આગળ આવે જો કે, રાજ્યામાં ટાર્ગેટ પ્રમાણે બે ડોઝની નજીક આપણે પહોંચી ગયા છીએ દેશમાં પણ 85 ટકાથી વધુ લોકોએ વેક્સિન લઈ લીધી છે.
ત્રીજી લહેરમાં વેક્સિનના કારણે લોકો બચ્યા છે. લોકો સંક્રમિત જરૂર થયા છે પરંતુ વેક્સિન લીધા બાદ તેમને કોરોના સામે લડવાની તાકાત પણ મળી છે.
Related Posts
Top News
શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી
અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ
Opinion
