- Divinity
- કેદારનાથમાં રીલ્સ પર ચલણ ફાટ્યું, વીડિયો બનાવનાર 84 લોકો પાસે વસૂલ્યો આટલો દંડ
કેદારનાથમાં રીલ્સ પર ચલણ ફાટ્યું, વીડિયો બનાવનાર 84 લોકો પાસે વસૂલ્યો આટલો દંડ

આજકાલ રીલ્સ બનાવવાનો નશો યુવાઓના માથે ચઢીને બોલી રહ્યો છે. જ્યાં પણ નવી ઉંમરના આ યૂથ જાય છે, જગ્યાની મર્યાદાનો ખ્યાલ રાખ્યા વિના રીલ્સ બનાવવા લાગે છે, પરંતુ સરકારે કેદારનાથ મંદિર પરિસરમાં હવે રીલ્સ બનાવનાર લોકોને પાઠ ભણાવવાનું શરૂ કરી દીધું છે. કેદારનાથ મંદિર પરિસરમાં રીલ્સ બનાવનાર 84 લોકોની ઓળખ કરીને ચલણ ફડવામાં આવ્યું છે, જેનાથી સરકારી ખજાનામાં 30 હજાર રૂપિયા જમા થયા છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ સરકારે કેદારનાથ મંદિર પરિસરથી 50 મીટરની દૂરી પર રીલ્સ અને ફોટોગ્રાફીને પૂરી રીતે બેન કરી રાખી છે. મંદિરથી 50 મીટરની દૂરી સુધી વીડિયોગ્રાફી અને રીલ્સ બનાવનારા એવા 84 લોકો અને તીર્થ ક્ષેત્રમાં નશો કરીને હોબાળો કરનાર 59 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. રીલ્સ બનાવનાર અને નશો કરનારાઓ પાસેથી પોલીસે ચલણના માધ્યમથી લગભગ 30 હજાર રૂપિયાની વસૂલી કરી છે.
વિશ્વ વિખ્યાત કેદારનાથ ધામની યાત્રામાં આ વખત મોટી સંખ્યામાં તીર્થ યાત્રી પહોંચી રહ્યા છે. મંદિરના દ્વાર ખૂલ્યા બાદ અત્યાર સુધી 4 લાખ કરતા વધુ તીર્થ યાત્રીઓએ બાબા કેદારના દર્શન કર્યા છે. મંદિર પરિસરમાં રીલ્સ બનાવવા પર પ્રતિબંધ બાદ પણ ઘણા તીર્થ યાત્રી મંદિર સામે રીલ્સ બનાવતા પકડાયા છે. એવામાં પોલીસે તેમની વિરુદ્ધ ચલણની કાર્યવાહી કરી છે. મંદિર પરિસર સહિત આસપાસના ક્ષેત્રમાં રીલ્સ બનાવનાર અને નશાનું સેવન કરીને હોબાળો કરનારા યાત્રીઓ વિરુદ્ધ પોલીસ તરફથી સતત આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસ અને મંદિર સમિતિના કર્મચારી સતત મંદિર પરિસરમાં ફરી રહ્યા છે. એ સિવાય કેદારનાથમાં નશા વિરુદ્ધ પણ પોલીસ તરફથી સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તો આ કાર્યવાહીને લઈને રુદ્રપ્રયાગના SP ડૉ. વિશાખા ભદાણેએ કહ્યું હતું કે, પોલીસે રીલ્સ બનાવનાર અને નશો કરનાર કુલ 143 લોકો વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. તેમણે કેદારનાથ આવનાર તીર્થ યાત્રીઓને અપીલ કરી કે ધામની મર્યાદા બનાવી રાખે.
Related Posts
Top News
દ.ગુ.ના બિલિમોરાના એક છોકરાએ ડોમેઇન ચેટGPTને 126 કરોડમાં વેચ્યું
'સિતારે જમીન પર'નું ટ્રેલર ખૂબ જ શક્તિશાળી છે...આ રહ્યા તેના 5 કારણ, જોરદાર કોમેડી, સંદેશ...
દેશ સેવા કરવી છે? તો સિવિલ ડિફેન્સમાં જોડાઇ શકો છો
Opinion
