- Education
- સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના નવા હોદ્દેદારોની થઈ નિમણૂંક
સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના નવા હોદ્દેદારોની થઈ નિમણૂંક
તારીખ 3/8/2025 ને રવિવારના દિવસે વિદ્યાભારતી શાળા ભટાર મુકામે સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અધ્યક્ષ સ્થાને આચાર્ય અર્જુનસિંહ પરમાર સાહેબ રહ્યા જેમાં આગામી વર્ષ માટે હોદ્દેદારોની બિનહરીફ વર્ણી કરવામાં આવી સંઘના અધ્યક્ષ તરીકે કમલેશભાઈ રામાનંદી, પ્રમુખ તરીકે લીનાબેન દેસાઈ તથા મહામંત્રી તરીકે ડૉ .પ્રશાંત પંડ્યા ઉપપ્રમુખ તરીકે હરીશભાઈ પટેલ, હિરેનભાઈ ભટ્ટ, પ્રકાશભાઈ મિસ્ત્રી, ગોવિંદભાઈ પ્રજાપતિ, તથા પ્રાદેશિક મંત્રી તરીકે શૈલેન્દ્રસિંહ ડોડીયા, અહમદ હુસેન દલાલ, પરિમલભાઈ પુરોહિત હેમંતભાઈ પટેલ, તેમજ સહમંત્રી તરીકે સુનિલ સિંહ વાસિયા, ઇન્દ્રજીતસિંહ ઠાકોર, નિલેશભાઈ પાટીલ, હિરેનભાઈ મહેતા તથા સંગઠન મંત્રી જયેશભાઈ મહીડા, વિમલાબેન કોસમીયા, મેહુલભાઈ સિદ્ધપુરીયા, સલીમવલી પટેલ, તેમજ અનવેષક તરીકે સંજયભાઈ બોસમીયા તથા કાર્યાલય મંત્રી એચ. એમ પાટીલ ની નિમણૂક કરવામાં આવી.

લીનાબેન દેસાઈએ શિક્ષકોના પ્રાણપ્રશ્ન ops માટે સક્રિય લડત કરી તે મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે, શિક્ષકોના વિવિધ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવામાં આવશે શિક્ષકો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન ટૂંક સમયમાં કરવામાં આવશે વગેરે જાહેરાત કરી શિક્ષકોનો આભાર માન્યો. સંઘના વિવિધ હિસાબો મહામંત્રી ડો. પ્રશાંત આર પંડ્યાએ રજૂ કર્યા. સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની સમરસ વરણી કરવામાં આવી સંઘ શક્તિ કલયુગે નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું સાધારણ સભામાં 180 જેટલા શિક્ષકોએ હાજરી આપી ડો. નિરંજનબેનના ગામીત ને Ph.D થવા બદલ સન્માનિત કર્યા શિક્ષકોના સંતાનોને ધોરણ 12 માં ઉત્તમ પરિણામ મેળવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા સમગ્ર હોદ્દેદારોને ભુપેન્દ્રસિંહ રાણા સાહેબે આશીર્વાદ આપ્યા. કાર્યક્રમના અંતે વિવિધ સંઘના આગેવાનો તથા આચાર્યઓ ઉપસ્થિત રહી લીનાબેન દેસાઈ તથા સમગ્ર હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધારા પ્રશાંત પંડ્યા એ કર્યું.

