350 બાળકોને ફ્રીમાં શિક્ષા આપી રહી છે શહીદ જવાનના માતા

અરુણાચલ પ્રદેશના તવાંગમાં MI-17 હેલીકોપ્ટર 6 ઓક્ટોબર 2017ના રોજ ક્રેશ થઈ ગયું હતું. જેમાં સ્ક્વાડ્રન લીડર શિશિર તિવારી શહીદ થઈ ગયા હતાં. તેમની યાદમાં તેમના માતા-પિતા, સવિતા તિવારી અને વાયુસેનામાં ગૃપના કેપ્ટન પદેથી નિવૃત્ત શરદ તિવારીએ તેમના દીકરાની યાદમાં 'શહીદ સ્ક્વાડ્રન લીડર શિશિર તિવારી ચેરિટેબલ ટ્રસ્ટ'ની શરૂઆત કરી.

આ ટ્રસ્ટના માધ્યમથી ગરીબ બાળકોને ફ્રીમાં શિક્ષા આપવાનું શરૂ કરવામાં આવ્યું. તેની સાથે જ આ બાળકોના ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. તેમને ત્યાં લગભગ 350 જેટલા બાળકો ભણવા માટે આવે છે. તેમની આ સ્કૂલ બે શિફ્ટમાં કામ કરે છે. ગરીબ બાળકો માટે તે ફ્રી છે. જે બાળકોનું નામ સ્કૂલ લિસ્ટમાં નથી આવતું તેમને તે તૈયાર કરે છે. અને જે બાળકો પહેલેથી જ સ્કૂલમાં ભણી રહ્યા છે તેમને તે સ્કૂલ પછી ભણાવે છે.

આ દરેક બાળકો એવા ઘરોમાંથી આવે છે, જેમના માતા-પિતા મજૂરી, રિક્ષા ચલાવવી કે પછી ઘરેલૂ કામ કરતા હોય છે. જેને કારણે તેઓ પોતાના બાળકોના ભણતર માટે ધ્યાન આપી શકતા નથી. એવામાં સવિતા અને તેમના 25 વોલંટિયર્સની ટીમ એ વાતનું ધ્યાન રાખે છે કે બાળકોનું હોમવર્ક સારી રીતે થાય. ત્યાં તેમને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિષયો ભણાવવામાં આવે છે.

સવિતા તિવારી કહે છે, જ્યારે તમે કંઈક સારું કામ કરો છો, ત્યારે દરેકને તે વાત ગમતી નથી. ઘણાં લોકોએ અમને રોકવાની કોશિશ કરી હતી. કારણ કે તેમને લાગતું હતું કે આ બાળકો જ્યાંથી આવ્યા છે તેમણે ત્યાં જ રહેવું જોઈએ. તેમને શિક્ષા આપવાનું શું કામ છે. પણ હું તેમની વાતોને ધ્યાન પર નથી લેતી.

શિક્ષાની સાથે આ બાળકોને સામાજિક અને વ્યવહારુ કામ પણ શીખવવામાં આવે છે. તેમના પ્રયાસોને જોઈને હવે તેમના મિત્રો અને સગા સંબંધીઓ પણ તેમના આ અભિયાનમાં જોડાયા છે અને બાળકો માટે પુસ્તકો, સ્ટેશનરી જેવી વસ્તુઓ ડોનેટ કરીને મદદ કરવાનો પ્રયત્તન કરે છે.

Related Posts

Top News

ટ્રેનમાં થયું કંઈક એવું કે ગુસ્સામાં બારીનો કાંચ તોડવા લાગી મહિલા, વીડિયો પર રેલવેએ આપી પ્રતિક્રિયા

આજે પણ ભારતમાં મોટી વસ્તી એવી છે, જે ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. તમે પણ કદાચ એવા લોકોમાંથી...
National 
ટ્રેનમાં થયું કંઈક એવું કે ગુસ્સામાં બારીનો કાંચ તોડવા લાગી મહિલા, વીડિયો પર રેલવેએ આપી પ્રતિક્રિયા

આ છે પૃથ્વી પરનો સૌથી ધનિક પરિવાર, રૂ. 4000 કરોડનું ઘર, 700 કાર, 8 જેટ વિમાન, સંપત્તિ એટલી કે...

18 ભાઈઓ, 11 બહેનો, 9 દીકરા-દીકરીઓ અને 18 પૌત્ર-પૌત્રીઓ ધરાવતો આ પરિવાર એટલી બધી સંપત્તિ ધરાવે છે કે...
World 
આ છે પૃથ્વી પરનો સૌથી ધનિક પરિવાર, રૂ. 4000 કરોડનું ઘર, 700 કાર, 8 જેટ વિમાન, સંપત્તિ એટલી કે...

ભારતમાં તાળા લાગતા Dream11 વિદેશ પહોંચી, આ દેશોમાં રમાડશે ફેન્ટસી ગેમ

Dream11એ એક મોટી જાહેરાત કરી દીધી છે. કંપની વૈશ્વિક સ્તરે વિસ્તરણ કરવા જઈ રહી છે અને હવે કંપનીએ  11...
Business 
ભારતમાં તાળા લાગતા Dream11 વિદેશ પહોંચી, આ દેશોમાં રમાડશે ફેન્ટસી ગેમ

શું MIનો સાથ છોડીને KKRમાં રોહિત શર્માની એન્ટ્રી થશે? આ પોસ્ટે જગાવી ચર્ચા

IPL 2026ની શરૂઆત અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ એક પોસ્ટ પોસ્ટ કરી હતી, જેથી એવી ચર્ચા...
Sports 
શું MIનો સાથ છોડીને KKRમાં રોહિત શર્માની એન્ટ્રી થશે? આ પોસ્ટે જગાવી ચર્ચા
Copyright (c) Khabarchhe All Rights Reserved.