- Education
- આ દેશ કરતા સસ્તું MBBS બીજે ક્યાંય નથી, વાર્ષિક 2.5 લાખ ખર્ચીને બની શકો છો ડૉક્ટર
આ દેશ કરતા સસ્તું MBBS બીજે ક્યાંય નથી, વાર્ષિક 2.5 લાખ ખર્ચીને બની શકો છો ડૉક્ટર
શું તમે વિદેશમાં MBBS કરવા માંગો છો? જો તમારો જવાબ હા છે, તો તમે યોગ્ય સ્થાને છો. આનું કારણ એ છે કે અમે તમને એક એવા દેશ વિશે જણાવીશું જ્યાં તમે ના માત્ર સસ્તા ભાવે મેડિકલ ડિગ્રી મેળવી શકશો, પરંતુ તમને ભારતમાં પ્રેક્ટિસ કરવાની પરવાનગી પણ મળશે. અમે અહીં જે દેશ વિશે વાત કરી રહ્યા છીએ તે ઉઝબેકિસ્તાન છે. NEET ના પરિણામો જાહેર થયા પછી, ઘણા ભારતીયો વિદેશમાં MBBS કરવા માંગે છે. તેમના માટે ઉઝબેકિસ્તાન શ્રેષ્ઠ દેશ છે. ચાલો ત્યાં ના MBBS પ્રોગ્રામ અને પ્રવેશ પ્રક્રિયા વિશે જાણીએ.
ઉઝબેકિસ્તાનમાં MBBS કેટલા વર્ષનો કોર્ષ છે?
ઉઝબેકિસ્તાનમાં મેડિકલ ડિગ્રી મેળવવા માટે છ વર્ષનો સમય લાગે છે, જે દરમિયાન વિદ્યાર્થીઓએ પાંચ વર્ષ સુધી શૈક્ષણિક અને ક્લિનિકલ અભ્યાસ કરવો પડે છે. આમાં થ્યોરી,પ્રક્ટિકલ સ્કિલ અને ક્લિનિકલ રોટેશન પર ધ્યાન કેન્દ્રિત થાય છે. આ પછી, ફરજિયાત એક વર્ષની ઇન્ટર્નશિપ છે, જેમાં વિદ્યાર્થીઓને હોસ્પિટલોમાં જવા અને દર્દીઓ સાથે કામ કરવાની તક મળે છે. પહેલા બે વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમાં ઘણા પ્રકારના વિષયોનો અભ્યાસ કરવો પડે છે.
ઉઝબેકિસ્તાનમાં MBBS પ્રવેશ માટે કઈ શરતો છે?
મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે, ફિજિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી સાથે 12મું ધોરણ પાસ કરવું ફરજિયાત છે.
12મા ધોરણમાં ઓછામાં ઓછા 50% ગુણ હોવા જોઈએ અને બધા વિષયો અંગ્રેજી મીડિયમમાં ભણવા જોઈએ.
ઉઝબેકિસ્તાનમાં અભ્યાસ કરવા માટે, NEET પાસ કરવું જરૂરી છે જેથી ભારતમાં પ્રેક્ટિસ કરવાની પરવાનગી મળે.
ઉઝબેકિસ્તાનની મેડિકલ કોલેજોમાં ફક્ત 17વર્ષ કે તેથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળે છે.
MBBS પ્રવેશ માટે, અંગ્રેજી આવડવું ફરજિયાત છે. IELTS/TOEFL જરૂરી નથી, પરંતુ લેક્ચર અંગ્રેજીમાં હોય છે.
ઉઝબેકિસ્તાનમાં ટોપ મેડિકલ યુનિવર્સિટીઓ કઈ છે?
તાશકંદ મેડિકલ એકેડેમી
સમરકંદ સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી
બુખારા સ્ટેટ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ
અંદિજાન સ્ટેટ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ
તાશકંદ સ્ટેટ ડેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ
ફરગાના મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ
નમનગન સ્ટેટ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ
ઉરગેંચ સ્ટેટ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ
કરાકલ્પક સ્ટેટ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ
જિજાખ સ્ટેટ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ
ઉઝબેકિસ્તાનમાં MBBS કરવા માટે કેટલો ખર્ચ થાય છે?
ઉઝબેકિસ્તાનમાં મેડિકલ કોલેજોની ફી વાર્ષિક 2.5 લાખ રૂપિયાથી 4.5 લાખ રૂપિયા સુધીની હોય છે. આ રીતે, છ વર્ષના કોર્સ માટે, તમારે 15 લાખ રૂપિયાથી 25 લાખ રૂપિયા સુધી ખર્ચ કરવો પડી શકે છે. હોસ્ટેલ ફી વાર્ષિક 40 હજાર રૂપિયાથી 60 હજાર રૂપિયા સુધીની હોય છે. ઉઝબેકિસ્તાન એક સસ્તો દેશ છે, જેના કારણે અહીં રહેવા અને ખાવા પર વધારે પૈસા ખર્ચાતા નથી. એક વિદ્યાર્થી દર મહિને 12 હજાર રૂપિયાથી 20 હજાર રૂપિયામાં ટકી શકે છે. જો કે, આ ખર્ચ જીવનશૈલી અનુસાર પણ બદલાઈ શકે છે.
ભારતમાં કેવી રીતે પ્રેક્ટિસ કરી શકાય?
વિદેશથી મેડિકલ ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓએ ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે એક પરીક્ષા આપવી પડે છે. આ પરીક્ષા 'ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન' (FMGE) તરીકે ઓળખાય છે. આ પરીક્ષા પાસ કરનાર કોઈપણ વિદ્યાર્થીને ભારતમાં મેડિકલ પ્રેક્ટિસ કરવાનું લાઇસન્સ મળે છે. જોકે, આ પરીક્ષામાં બેસવા માટે, પહેલા NEET પાસ કરવું જરૂરી છે. આ જ કારણ છે કે વિદ્યાર્થીઓએ ઉઝબેકિસ્તાનમાં પ્રવેશ પહેલાં NEET પાસ કરવું જોઈએ.

