- Business
- ભારતમાં તાળા લાગતા Dream11 વિદેશ પહોંચી, આ દેશોમાં રમાડશે ફેન્ટસી ગેમ
ભારતમાં તાળા લાગતા Dream11 વિદેશ પહોંચી, આ દેશોમાં રમાડશે ફેન્ટસી ગેમ
Dream11એ એક મોટી જાહેરાત કરી દીધી છે. કંપની વૈશ્વિક સ્તરે વિસ્તરણ કરવા જઈ રહી છે અને હવે કંપનીએ 11 દેશોમાં લોન્ચ કરી દીધી છે. જેમાં અમેરિકા, UK, ઓસ્ટ્રેલિયા અને UAE જેવા નામ સામેલ છે. તાજેતરમાં, ઓનલાઈન ગેમિંગ સંબંધિત ભારતના કાયદામાં બદલાવ કર્યો છે, ત્યારબાદ Dream11ના બિઝનેસ મોડલ પર અસર પડી છે. હવે કંપની ભરપાઈ કરવા માટે દુનિયાના અન્ય દેશોમાં તેનું બિઝનેસ મોડલ લોન્ચ કરવા જઈ રહી છે.
ઓગસ્ટ માહિનામાં દરમિયાન મનીકંટ્રોલને આપેલા ઈન્ટરવ્યૂમાં ડ્રીમ સ્પોર્ટ્સના સહ-સંસ્થાપક હર્ષ જૈને જણાવ્યું હતું કે તેમની કંપનીની 95% આવક શરૂઆતી મોડલ કેશ બેઝ્ડ કોંટેસ્ટ પર આધારિતમાંથી છે, જેના પર નવા નિયમો હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

હવે કંપની રેવન્યુ માટે અલગ અલગ મોડલો પર કામ કરી રહી છે. આગામી દિવસોમાં વધુ અપડેટ્સ જોવા મળશે. તાજેતરમાં જ કંપનીએ ન્યુ ફેન્ટસી સ્પોર્ટ્સ ફીચર્સનું અનાવરણ કર્યું છે, જેનું નામ Flex છે. તેની મદદથી યુઝર્સ પોતાની લીગ બનાવી શકે છે અને નિયમોને કસ્ટમાઇઝ કરી શકે છે.
ડ્રીમ સ્પોર્ટ્સની શરૂઆત વર્ષ 2008માં હર્ષ જૈન અને ભાવિત શેઠ દ્વારા કરવામાં આવી હતી. નવેમ્બર 2021માં, કંપનીને એક મોટું રોકાણ મળ્યું અને તેનું મૂલ્ય 8 બિલિયન અમેરિકન ડોલર હતું. Promotion and Regulation of Online Gaming Bill, 2025, પસાર થઈ ચૂક્યું છે. હવે, મોટા ગેમિંગ પ્લેટફોર્મ્સે તેમની પેઇડ ગેમ્સ બંધ કરી દીધી છે. આ કારણે આ પ્લેટફોર્મ્સની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમની સમસ્યાઓ દૂર કરવા માટે, આ પ્લેટફોર્મ્સે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

એક નવા અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે આ એપ્સની અપીલ પર સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. કોર્ટ દિવાળી બાદ આ કેસની સુનાવણી કરી શકે છે. અત્યાર સુધી આ કેસોની સુનાવણી હાઇકોર્ટમાં થઈ રહી હતી. સુપ્રીમ કોર્ટમાં આ કેસની એક પણ સુનાવણી થઈ નથી. 4 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં આ મામલો પહેલીવાર ઉઠાવવામાં આવશે. આ પ્લેટફોર્મ્સે આ બિલમાં કેટલાક સુધારા કરવા માટે કોર્ટને અપીલ કરી રહી છે. તેના માટે પ્લેટફોર્મ્સે 49 રૂપિયાથી ઓછી કિંમતે પૈસાની સ્પર્ધા શરૂ કરવા માટે તૈયાર છે.

